પીજીવીસીએલ દ્વારા અંદાજીત એક વર્ષમાં ૧.૧૧ કરોડ એલઈડી બલ્બ, ૨.૪૮ લાખ ટયુબલાઈટ અને ૧લાખ પંખાનું વેચાણ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં એલઈડી બલ્બ, ટયુબલાઈટ અને પંખાનું લાવ-લાવ: વીજ કચેરીઓમાં ગ્રાહકોનો ભારે ઘસારો સ્ટોક ખૂટી પડયો
ભારત સરકાર દ્વારા વિજળી બચાવવા અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા ‘ઉજાલા’ પાવર બચત યોજનાની શ‚આત કરી વિજળી બચાવવા પહેલ કરવામાં આવી છે. પીજીવીસીએલની કચેરીઓ ખાતે વિજ ગ્રાહકો માટે પાવરની બચત કરતા એલઈડી બલ્બ, ટયુબલાઈટ અને પંખાના વેચાણ કરી રહ્યું છે. જેથી ઓછા વિજ યુનિટ વપરાય છે. અને વિજળીની બચત થાય છે.
પીજીવીસીએલનાં સુત્રોમાંથી જાણવા મળ્યું હતુ કે, ભારત સરકારની એનર્જી એફીસીએન્સી સર્વીસીસ લી. દ્વારા વિજ કંપનીની કચેરીઓ ખાતે વિજ ગ્રાહકોને વિજળીની બચત કરે તેવા બજાવ ભાવ કરતા ઓછા દરે અને ઉચ્ચ ગુણવતાનાં એલઈડી બલ્બ ‚ા.૬૫માં એક નંગ ટયુબલાઈટ ‚ા.૨૧૦ અને પંખો ‚ા.૧૧૧૦ના ભાવથી વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજદીન સુધીમાં ૧.૧૧ કરોડ એલઈડી બલ્બનું વેચાણ થયું છે. જયારે ૨.૪૮ લાખ ટયુબલાઈટનું વેચાણ કરવામાં આવ્યું છે. તેમજ એક લાખથી વધુ પંખાની ખરીદી કરવામાં આવી છે. તેમજ પીજીવીસીએલના અધિકારીઓ પાસેથી જાણવા મળતી વિગત અનુસાર, એક લેમ્પની ખરીદીમાં વર્ષે ‚ા.૧૧૮ની બચત થાય છે. જયારે એક ટયુબલાઈટ દીઠ ૬૩ ટકા અને પંખામાં ૩૮ ટકા પાવરની બચત થાય છે. સરકારની ‘ઉજાલા’ પાવર બચત યોજનાનો નાગરીકો ભરપૂર લાભ લઈ રહ્યા છે. તેમ પાવર બચતનાં ત્રણેય ઉપકરણોની ખરીદીમાં લોકોએ ખૂબજ રસ દાખવ્યો છે. તેવી જ રીતે પીજીવીસીએલમાં પંખા અને ટયુબલાઈટનો સ્ટોક ઠલવાઈ છે. ત્યારે તુરંત જ તેનું વેચાણ થઈ જાય છે. અને બાદમાં ખરીદી માટે આવતા નાગરીકોનું રજીસ્ટ્રેશન કરી સ્ટોક આવતા જ ફોન કરી જાણ કરવામાં આવે છે. તેમજ હાલ પૂરતો સ્ટોક હોવાનું પીજીવીસીએલ સુત્રો જણાવી રહ્યા છે.આ ખરીદીમાં રાજકોટ જીલ્લામાં લોકોએ ૨૨.૮૪ લાખ એલઈડી બલ્બની ખરીદી કરી છે. જે બીજા જીલ્લાઓ કરતા વધુ છે. જયારે ટયુબલાઈટ ૬૦,૩૫૧નો સમાવેશ થાય છે. જયારે ભાવનગર જીલ્લો ૨૦.૩૩ લાખનાં પંખાના વેચાણ સાથે મોખરાનું સ્થાન ધરાવે છે.
એલઈડી બલ્બ અને ટયુબલાઈટના વેચાણમાં રાજકોટ સૌરાષ્ટ્રમાં નંબર ૧
સરકારની ‘ઉજાલા’ પાવર બચત યોજનામાં એલઈડી બલ્બ, ટયુબલાઈટ અને પંખાનાં ખરીદી લોકોએ રસ દાખવ્યો છે. જેમાં વિજકંપની દ્વારા એલઈડી બલ્બ ‚ા.૬૫માં નંગ, ટયુબલાઈટ ‚ા.૨૧૦ અને પંખો ‚ા.૧૧૧૦ના ભાવથી વેચાણ કરવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં એલઈડી બલ્બ અને ટયુબલાઈટનું સૌથી વધુ વેચાણ રાજકોટ જિલ્લામાં થયું છે. ૨૨.૮૪ લાખ એલઈડી બલ્બનું અને ૬૦ હજાર ટયુબલાઈટનું વેચાણ કરવામાં આવ્યું છે. જે સૌરાષ્ટ્રનાં અન્ય જીલ્લાઓ કરતા વધુ છે. પંખાના વેચાણમાં ભાવનગર જીલ્લો મોખરે જેમાં ૨૦.૩૩ હજાર જેટલા પંખાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જયારે રાજકોટ ૧૮.૮૬ હજાર પંખાના વેચાણ સાથે બીજા સ્થાને છે. રાજકોટ પીજીવીસીએલમાં પંખાનો સ્ટોક આવે ને તુરંત જ વેચાણ થયું હોવાથી ગ્રાહકોનું રજીસ્ટ્રેશન કરવમાં આવી રહ્યું છે. જેથી સ્ટોક આવે ત્યારે ગ્રાહકોને ફોન કરી જાણ કરવામાં આવે છે.