પશ્ચિમ રેલવે દ્વારા 13,000 કરોડના મૂડીરોકાણમાંથી ગેજ, ક્ધવર્ઝન, ડબલીંગ, ટેક નવીનીકરણ, મશીનરી અને પ્લાન્ટ સહિતની સુવિધાઓ માટે 6200 કરોડથી વધુ ખર્ચ કરી કામોને જેટ ગતિએ પૂર્ણ કરવાનો નિર્ધાર
ભારતના મોટા કેન્દ્રીય ઉપક્રમોમાં ભારતીય રેલવે પોતાના બજેટ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં અગ્રેસર છે. ભારતીય રેલવેએ એપ્રિલથી ઓગસ્ટના સમયગાળામાં રૂ. 2.44 લાખ કરોડના વાર્ષિક લક્ષ્યાંકમાંથી રૂ. 1.13 લાખ કરોડ (46.6 ટકા) ખર્ચીને ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. તે જ તર્જ પર, પશ્ચિમ રેલવેએ પણ અસાધારણ પ્રદર્શન કર્યું છે અને એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં (12.09.2023 સુધી) વાર્ષિક બજેટ લક્ષ્યાંકોના 46 % ટકા કરતાં વધુ ખર્ચ કર્યો છે.
પશ્ર્ચિમ રેલવેનાં મુખ્ય જનસંપર્ક અધિકારીના જણાવ્યાનુસાર પશ્ચિમ રેલવે પર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા અને યાત્રીકોને સારી સુવિધાઓ પૂરી પાડવાનું કામ નિર્ધારિત સમયમર્યાદામાં મોટા પાયે કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2023-24 માટે પશ્ચિમ રેલવેને ફાળવવામાં આવેલા કુલ રૂ. 13,500 કરોડના મૂડીરોકાણમાંથી 46 % કરતાં વધુ એટલે કે 12 સપ્ટેમ્બર, 2023 સુધીમાં રૂ. 6200 કરોડથી વધુ ખર્ચ કરવામાં આવ્યો છે.ચાલુ નાંણાકિય વર્ષમાં 12 સપ્ટેમ્બર, 2023 સુધીમાં નવી રેલવે લાઈનનાં નિર્માણ પર 224 કરોડ (26 %), ગેજ ક્ધવર્ઝન પર રૂ. 899 કરોડ (36 %), ડબલીંગ પર રૂ. 669 કરોડ (50 %), ટ્રાફિક સુવિધાઓ પર રૂ. 793 કરોડ (54 %), આરઓબી/આરયુબી પર રૂ. 507 કરોડ (60 %) ટ્રેક નવીકરણ પર, રૂ. 318 કરોડ (39 %), મશીનરી અને પ્લાન્ટ પર રૂ. 12 કરોડ (37 %) અને ગ્રાહક સુવિધાઓ પર રૂ. 112 કરોડ (8%) ખર્ચવામાં આવ્યા હતા છે.પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા અને વિકાસ કાર્યોને વેગ આપવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.
ઉપરાંત રેલવે મુસાફરોની સુરક્ષા અને સલામતીના કામોને પ્રાથમિકતાથી પૂર્ણ કરવા પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.તેમજ રેલ્વે અને કાપડ રાજ્ય મંત્રી દર્શના જર્દોષે પશ્ચિમ રેલ્વે મુખ્યાલય, ચર્ચગેટ, મુંબઈ ખાતે પશ્ચિમ રેલ્વે અને મધ્ય રેલ્વેના વરિષ્ઠ રેલ્વે અધિકારીઓ સાથે સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર કુમાર મિશ્રા અને મધ્ય રેલવેના જનરલ મેનેજર નરેશ લાલવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.
રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોષે પશ્ચિમ રેલવેના વિકાસકામોની કરી સમીક્ષા
ચાલુ વર્ષમાં ઉત્તમ નૂર લોડિંગ માટે રાજકોટ , મુંબઈ અને નાગપુર ડિવિઝનને પુરસ્કાર એનાયત
રેલ્વે અને કાપડ રાજ્ય મંત્રી દર્શના જર્દોષે પશ્ચિમ રેલ્વે મુખ્યાલય, ચર્ચગેટ, મુંબઈ ખાતે પશ્ચિમ રેલ્વે અને મધ્ય રેલ્વેના વરિષ્ઠ રેલ્વે અધિકારીઓ સાથે સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર કુમાર મિશ્રા અને મધ્ય રેલવેના જનરલ મેનેજર નરેશ લાલવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવે બંનેના વરિષ્ઠ રેલવે અધિકારીઓએ રેલ્વે અને કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોશને વિવિધ કામો અંગે માહિતગાર કર્યા હતા. નવીનતમ વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, ટ્રેન સંબંધિત માહિતી વગેરે વિશે માહિતી આપવામાં આવી હતી. જરદોષે ઉધના-સુરત ત્રીજી લાઇન, ઉજ્જૈન-દેવાસ-ઇન્દોર ડબલીંગ, રાઉ-ડો. આંબેડકર નગર ડબલીંગ, છોટા ઉદેપુર-ધાર નવી રેલ્વે લાઇન, રાજકોટ-કાનાલુસ ડબલીંગ, પાલનપુર-મહેસાણા ડબલીંગ, ભુજ-નલિયા ગેજ ક્ધવર્ઝન વગેરે જેવા અનેક માળખાકીય પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે ગુજરાત અને મહારાષ્ટ્રના રેલવેને લગતા વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી અને સામાન્ય લોકો તરફથી મળેલા પ્રતિભાવો અને અમલીકરણ માટે બંને રેલવેના વરિષ્ઠ અધિકારીઓ સાથે તેમના મૂલ્યવાન સૂચનો શેર કર્યા હતા.
આ અવસરે મંત્રી દર્શનાબેન જરદોશ એ ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં ચાલુ વર્ષમાં જુલાઈ સુધી ઉત્તમ નૂર લોડિંગ માટે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અને મધ્ય રેલવેના મુંબઈ અને નાગપુર ડિવિઝનને પુરસ્કાર આપ્યા હતા.