સુરતના શખસે શરુઆતમાં રોકડમાં મંગાવી અને 36 ગાડી પેપર બાકીમાં મંગાવી ઠગાઇ કરી
મોરબીના રફાળેશ્ર્વર વરૂડી એસ્ટેટમાં ફલેટસો પ્રિન્ટીંગ નામની પેપર ટ્રેડીંગ નામની ભાગીદારી પેઢી પાસેથી સુરત સ્થિત પેપર મીલના ભાગીદાર હોવાની ઓળખ આપી રૂ. 1.31 કરોડની કિંમતના પેપર મંગાવી છેતરપીંડી આચર્યાની તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
વધુ વિગત મુજબ મોરબી શહેરના રવાપર રોડ પર ગંગાદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા અને રફાળીયા ગામે વરુડી એસ્ટેટ ખાતે ફલેકસો પ્રિન્ટીંગ નામે ભાગીદાર દિપકભાઇ ગણેશભાઇ પાંચોટીયા નામના વેપારીએ સુરત ખાતે પાલ, સોરમ પ્રાઇડ રેસીડેન્સીમાં રહેતા નિકેષ નરેન્દ્ર ઠકકર નામના શખ્સે રૂ. 1.31 કરોડની છેતરપીંડી આચર્યાની ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે દિપકભાઇ પાંચોટીયા ભાગીદાર ધ્રુવભાઇ આંદરોજા સાથે પેપર લે-વેંચનો વેપાર કરે છે. વર્ષ 2022 જુન માસમાં ભાગીદાર સાથે બેઠા હતા ત્યારે સુરતના નિકેશ ઠકકર, અશ્વિન પટેલ અને કેતુલ રઘાણી ઓફીસે આવેલા ત્યારે નિમેષ સાથે ઓળખાણ થયેલી. અને હજીરા ખાતે નિહારીઝા કોરૂ ગેટેડ પેકેજીંગમાં ભાગીદાર અને પેપરના દલાલ હોવાનું જણાવી પેપરની ખરીદી કરવાનું કહ્યું હતું. અલગ અલગ સમયે પેપર ટ્રાન્સપોર્ટ મારફતે મોકલેલા અને અમુક રકમ ચુકવી વિશ્ર્વાસ કેળવી વધુ 36 ગાડી ત્રણ પેપર પેકેજીંગના નામે મંગાવી રૂ. 1.31 કરોડની ઠગાઇ કર્યાનું ખુલતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ વી.જી. જેઠવા ચલાવી રહ્યા છે.