પ્રવેશ મેળવનાર દરેકની થર્મલ ગનથી તપાસ કરાઇ : માસ્ક પહેરવું ફરજિયાત

વન વિભાગના જૂનાગઢના સીસી.એફ. વસાવડાના જણાવ્યા અનુસાર ગઈકાલથી પ્રવાસીઓ માટે અભ્યારણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, ત્યારે અભ્યારણમાં પ્રવાસે આવનાર દરેક પ્રવાસીની થર્મલ ગનથી તપાસ કરવામાં આવી હતી.

દરેક  પ્રવાસીને માસ્ક પહેરવાનું ફરજીયાત બનાવાયું છે. આ ઉપરાંત  અભ્યારણની એન્ટ્રી ગેટ પાસે ટાયર બાથ બનાવવામાં આવ્યું છે, જેમાંથી પસાર થઈને દરેક જીપ્સી સેનીતાઈઝ થઈ જંગલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેથી પ્રવાસીઓની સાથે જંગલમાં વસતા પ્રાણી, પક્ષી, જાનવરોમાં કોરોના ફેલાવાની શક્યતા નહીંવત રહે. સરકારની સોશીયલ ડિસ્ટન્સ ની ગાઇડલાઈન મુજબ અભ્યારણ્યમાં જતી જીપ્સીમાં અગાઉ છ વ્યક્તિઓની પરમિટ અપાતી હતી. તેને બદલે હવે નવી ગાઇડલાઇન મુજબ ત્રણ વ્યક્તિને અને દસ વર્ષથી વધુ વય ધરાવતા એક બાળકને લઈ જવા દેવામાં આવ્યા હતા, અને પ્રતિદિન ૧૫૦ પ્રવાસીઓને રાબેતા મુજબ વન વિભાગ દ્વારા પ્રવેશ આપવાનો છે ત્યારે ગઈકાલે તમામ પરમીટ ફૂલ થઇ ગઇ હતી.

ગત તા. ૧ ઓકટોબર ના રોજ વન વિભાગ દ્વારા સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને બાદમાં ગઇકાલથી ગીર અભિયારણ્ય ખુલ્લું મૂકવામાં આવતા ગીરની લીલોતરી, અલભ્ય વાતાવરણ માણવા ઇચ્છતા પર્યાવરણના પ્રેમીઓ અને ગીરના સાવજ તથા અનેક પ્રાણી, પક્ષીઓના દર્શન કરવા ઇચ્છતા લોકોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.