ગુજરાત અને જાપાન એકમેક થઈ ઓરઘોળ થઈ જશે !!!
રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્ર ચરિત્ર મુદ્દે ગુજરાત જાપાન સાથે વિવિધ દ્વિપક્ષીય કરારો કરશે !!!
અર્થવ્યવસ્થા ને વિકસિત બનાવવાની સાથોસાથ રાષ્ટ્ર નિર્માણ માટે જો કોઈ ચીજ જરૂરી હોય તો તે રાષ્ટ્રીય ચરિત્ર છે એટલે કે વસતા લોકોમાં દેશ પ્રત્યેની દેશ દાજ અને એક ડિસિપ્લિન કેળવાય તે પણ એટલું જ જરૂરી છે. ગુજરાત ખાતે ઇન્ડો જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન બંને દેશો વચ્ચેના વિવિધ એક્સચેન્જ પ્રોગ્રામો હાથ ધરશે અને દ્વિપક્ષીય કરારો કરી સંસ્કૃતિનું પણ આદાન-પ્રદાન કરશે.
આપણને સરખામણીમાં ભારતની જો વાત કરવામાં આવે તો રાષ્ટ્રનિર્માણમાં ભારત દેશ અને ગુજરાત રાજ્ય ઘણું પાછળ છે કારણ કે જે ડિસિપ્લિન જોવા મળવી જોઈએ તે હજુ સુધી ભારત અને ગુજરાતમાં જોવા મળી નથી ત્યારે જાપાન સાથે ના વ્યાપારિક સંબંધોની સાથો સાથ જે કલા અને સંસ્કૃતિનું પણ જે આદાન-પ્રદાન કરવામાં આવશે તેનાથી ગુજરાતનો સર્વાંગી વિકાસ શક્ય બનશે.
જાપાન દેશ હોવાની સાથો સાથ નાણા માં પણ અન્ય દેશોની સરખામણીમાં આવેલ છે વિશ્વના દેશોની જો વાત કરવામાં આવે તો જાપાન એકમાત્ર એવો દેશ છે કે જેની પાસે સરપ્લસ ધન પડેલું છે અને તેનો ઉપયોગ ક્યા કરવો તે દેશ માટે હાલ ચર્ચા નો વિષય બન્યો છે. હાલ જે ગુજરાત અને જાપાન વચ્ચે એક્સચેન્જ પ્રોગ્રામ યોજાઇ રહ્યા છે તેમાં માત્ર બે વિદ્યાર્થીઓ પ્રતિ વર્ષ આ પ્રોગ્રામમાં સહભાગી બને છે ત્યારે આ આંકડાને વધારવા માટે હાલ ગુજરાત અને જાપાન પણ મહેનત કરી રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટી અને ઓટેમોન ગાકુઇન યુનિવર્સિટી વચ્ચે જે 50 વર્ષનો સંબંધો સફળતાપૂર્વક સ્થાપયો છે તે હેતુથી ગોલ્ડન જુબેલી સેલિબ્રેશન યોજવામાં આવ્યું હતું.
અને જાપાન શિક્ષણ ની સાથોસાથ વ્યાપાર અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરારો કરી ઉન્નતિની રાહ તરફ આગળ વધશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી ત્યારે ઈંડો જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન ગુજરાતના પ્રમુખ મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત અને જાપાન વચ્ચે અનેક એવા કાર્યો શક્ય બની શકે તેમ છે જેનાથી દેશ અને ગુજરાતને ઘણો ખરો ફાયદો પણ પહોંચશે માટે વધુને વધુ દ્વિપક્ષીઓ કરાર કરવામાં આવે અને સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓ ઝડપી આગળ આવે તો આ કરારના યોગ્ય ફાયદાઓ મળતા રહેશે.