અબતક, નવી દિલ્હી
ભારતીય શેર બજારના સૌથી મોટા રોકાણકારો પૈકી એક રાકેશ ઝુનઝુનવાલા હવે ઉડ્ડયન ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. શેર બજારના રોકાણકાર હવે ઉડ્ડયન ક્ષેત્રમાં હવે રોકાણ તો કરી જ રહ્યા છે પરંતુ એક સાથે ૭૨ બોઇંગનો ઓર્ડર આપ્યો છે.
અબજોપતિ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના સપોર્ટવાળી એરલાઇન આકાશ એરએ ૭૨ બોઇંગ ૭૩૭ મેક્સ જેટનો ઓર્ડર આપ્યો છે. લો-કોસ્ટ એરલાઇન આકાશ એર અને પ્લેન બનાવનારી અમેરિકી કંપની બોઇંગના સંયુક્ત નિવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે, ‘આકાશ એરના ઓર્ડરમાં ૭૩૭ મેક્સ ફેમિલીના ૨ વેરિએન્ટ સામેલ છે. તેમાં ૭૩૭-૮ અને વધુ કેપિસિટીવાળું ૭૩૭-૮-૨૦૦ છે.’
ઝુનઝુનવાલાના પ્લેન આગામી વર્ષમાં ભરશે ઉડાન:
અલ્ટ્રા લો કોસ્ટ કરિયર લોન્ચ કરવા ઉડ્ડયન વિભાગ પાસે મંજૂરી મંગાઈ
રાકેશ ઝુનઝુનવાલાની આકાશ એરના આ મોટા ઓર્ડરથી પ્લેન બનાવનારી અમેરિકી કંપની દુનિયાના સૌથી પ્રોમિંસિંગ માર્કેટમાં ફરી પોતાની પકડ મજબૂત બનાવી શકે છે. આકાશ એરના સીઈઓ વિનય દુબેએ કહ્યુ કે, અમે અમારા પ્રથમ એર પ્લેન ઓર્ડર માટે બોઇંગ સાથે ભાગીદારી કરી ખુશ છીએ. અમે તેમનો આકાશ એરના બિઝનેસ પ્લાન અને લીડરશિપ ટીમ પર વિશ્વાસ દેખાડવા માટે આભાર વ્યક્ત કરીએ છીએ.
દુબેએ કહ્યુ છે કે, ભારત વિશ્વમાં સૌથી ઝડપી વધતા એવિએસન માર્કેટમાંથી એક છે અને અહીં અપાર સંભાવનાઓ છે. અમે પહેલા જ એર ટ્રાવેલમાં મજબૂત રિકવરી જોઈ રહ્યાં છીએ. આકાશ એર પર માલિકી હક રાખનારી એસએનવી એવિએશને પાછલા મહિને કહ્યું હતું કે દેશની નવી અલ્ટ્રા-લો-કોસ્ટ કરિયર લોન્ચ કરવા માટે સિવિલ એવિએશન મિનિસ્ટ્રી પાસેથી જરૂરી શરૂઆતી ક્લીયરેન્સ મળ્યા બાદ તે આગામી વર્ષે ઉડાન શરૂ કરી શકે છે.