ટેકનૉલોજિ ક્યાસુધી પહોંચી??? કુદરતને પણ આશ્ચર્ય થતું હશે!!!

ટેકનૉલોજિ હમેશા કઈક નવું આપતી જ રહે છે, ત્યારે શારીરિક રચના એ ખૂબ જ જટિલ છે. અને તેને આજ સુધી કોઈ વિજ્ઞાન સંપૂર્ણ રીતે નથી સમજી શક્યું. છતાં પણ તેને સમજવા માટે વિજ્ઞાનના સતત પ્રયત્નો ચાલતા હોય છે. આ બાબતની ખાસ વાત કરીએ તો તેમાં માનવ શરીર અને માનવ ઈચ્છાનો જ્યાં સુમેળ થાય છે ક્રિયા એટલે સ્ત્રી પુરુષના શારીરિક સંબંધની ક્રિયા. જેના માટે સ્ત્રી પુરુષ બંનેની સમાન જરુરીયાત રહેતી હોય છે. પરંતુ વિજ્ઞાનની હરણફાળ દોડના કારણે ભવિષ્યમાં શારીરિક સંબંધ માટે સ્ત્રી પાત્રની જરૂરત નહીં રહે તેવી સ્થિતિ પણ આવી શકે છે. તો આવો જાણીએ કે એવું કરી રીતે સંભવિત છે???

WhatsApp Image 2023 08 17 at 5.46.12 PM

ઉમરના એક પડાવ પછી દરેક વ્યક્તિની શરીર રચનામાં બદલાવ આવે છે જેના કારણે તેનામાં માનસિક અને શારીરિક રીતે સેક્સની ઈચ્છા જાગે છે, જેની શરૂઆત કિશોરાવસ્થાથી થાય છે. પરંતુ આ ઈચ્છાની તૃપ્તિ માટે કિશોરો અનેક રસ્તાઓ અપનાવતા હોય છે. જે જોખમરૂપ પણ સાબિત થાય છે જ્યારે ટેક્નોલોજીના સમયમાં આ ઇચ્છાવૃત્તિને શાંત કરવાનો સરળ અને સુરક્ષિત રસ્તો પણ ભવિષ્યમાં ઉપલબ્ધ થયી શકે છે.

WhatsApp Image 2023 08 17 at 5.47.13 PM

વર્ચ્યુયલ રિયાલીટી એ અત્યાધુનિક ટેક્નોલોજીના દર્શન કરાવે છે જેમાં વ્યક્તિ કોઈ પણ સ્થળની અનુભૂતિ કરવા સક્ષમ બની શકે છે અને એ પણ ત્યાં હજાર રહ્યા વગર. એવું જ કઇંક બર્લિનની એક ટેકનૉલોજિની કંપની દ્વારા 3ડી પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે જેના દ્વારા કોઈ પણ સ્ત્રી સાથે વર્ચયુઅલી સેક્સ કરી શકાય છે અને તેની ફિલિંગ્સ રિયલ સેક્સ જેવીજ આવે છે. મી.મંટો એ એક વિઆર –એક્સ નામનું ડિજિટલ બનાવ્યું છે, જે વર્ચયુઅલ ગેમ રમવા જેવુ છે. તમારે આ રીતે સેક્સની મજા માણવી હોય તો તેના માટે તમને એક વી આર  ગ્લાસ પહેરાવવામાં આવે છે અને તેમરા હાથમાં સેન્સર વાળું રિમોર્ટ પણ આપવામાં આવે છે આ ઉપરાંત શરીરમાં પણ એક સેન્સર લગાવવામાં આવે છે જેનાથી તમારે ફિલિંગ્સ અનુભવવી હોય તે સરળતાથી અનુભવી શકો છો. આ ડિવાઇસની એક મહત્વની ખાસિયત એ છે કે તમે તમારી મનપસંદ પોર્ન સ્ટારનો ચહેરો તેમાં જોઈ શકો છો, જેનાથી તમારા એકસાઈટમેન્ટમા અને તમારા સેક્સમાં તમે વધુ આનંદ મેળવી શકો. કિશોરાવસ્થામાં પોર્ન ફિલ્મો જોઈને જ વધુ જિજ્ઞાશા જાગે છે અને તેને સંતોષવા માટે અન્ય રસ્તાઓ અપનાવતા હોય છે કિશોરો, જ્યારે તેને તે બાબતની ગંભીરતાઓનો ખ્યાલ પણ નથી હોતો, તે પરિસ્થિતિને દૂર કરવા માટે આ ટેકનૉલોજિ ખૂબ ઉપયોગી થશે તેવી આશા છે અને સાથે સાથે એવું પણ કહી શકાય કે જ્યારે સેક્સ માટે સ્ત્રીની જરૂરત નહીં પડે તેવા સંજોગોમાં અનેક ગુન્હાઓ થતાં પણ અટકી શકે છે તો સામે કુદરતના ચક્રને પણ નુકશાન થયી શકે છે જેમાં માનવ જાતિને આગળ વધારતી આ પ્રક્રિયાને પણ અસર થયી શકે છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.