ઈલેકટ્રીક મોટર, રોબોટીક ટેકનોલોજી, સોલાર પંપ સહિત ૨૦૦૦થી વધુ મોડલ બનાવી દેશની ટોપ-૩માં આવતી ‘ગુજજુ’ કંપની
ગુજરાતની હવામાં વ્યાપાર છે તે વાત ખરાઅર્થમાં સાર્થક થઈ છે. આણંદમાં સ્થપાયેલી રોટોમેગ કંપની ટેકનોલોજીના આવિસ્કાર સાથે વિકાસની નવી હરણફાળ ભરી રહ્યું છે. કંપની દ્વારા ઈલેકટ્રીક મોટર, રોબોટીક ટેકનોલોજી, સોલાર પંપ સહિત ૨૦૦૦થી વધુ મોડલ બનાવી દેશની ટોપ-૩ કંપનીમાં આવતી પ્રથમ ગુજજુ કંપની બની છે. કંપનીના માલિક ઉમેશ બલાણી કે જેઓ પોતાની સુઝ-બુઝ અને કુનેહ થકી જે રીતે પોતાના ઉધોગને આગળ ધપાવી રહ્યા છે તેને ચરિતાર્થ કરવા માટે આવનારા સમયમાં ટેકનોલોજીનો વધુ ઉપયોગ થકી ઉધોગને નવી દિશા આપવા માટેનો પણ નિર્ધાર કર્યો છે. કંપની દ્વારા સૌપ્રથમ બેટરી ઓપરેટેડ ડિવાઈઝ બનાવવા માટેની શઆત કરવામાં આવી હતી પરંતુ દિન-પ્રતિદિન ટેકનોલોજીના બદલાવના પગલે નવા-નવા આવિસ્કારો પણ કંપની દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા જેના પરીણામપે કંપની વૈશ્ર્વિક સ્તર ઉપર પોતાની ચીજવસ્તુઓનું વેચાણ પણ કરી રહી છે.
રોટોમેગ કંપનીનું માનવું છે કે, હાઈ એફીશીયન્સી ઈલેકટ્રીકસ ડ્રાઈવ અને મોટરના સોલ્યુશનને ધ્યાને લઈ ઉચ્ચ સ્તરીય સોલાર પંપ અને ઈલેકટ્રીક વાહનો બનાવવામાં આવશે જેનો સીધો જ ફાયદો દેશ અને દેશની આર્થિક સ્થિતિને મળવાપાત્ર રહેશે. હાલ વૈશ્ર્વિક સ્તર પર ઈલેકટ્રીક ડ્રાઈવની માંગમાં અનેકગણો વધારો જોવા મળ્યો છે જેમાં રોબોટ, સોલાર પાવર પંપ, ઈલેકટ્રીક વાહનો, બેટરી પાવર ઈકવીપમેન્ટ આ તમામ પ્રકારની ચીજવસ્તુઓના ૨૦૦૦થી વધુ મોડેલ હાલ બનાવવામાં આવી રહ્યા છે. આંકડાકિય માહિતી મુજબ જો વાત કરવામાં આવે તો કંપનીમાં હાલ ૩૦૦ જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે જેની આવક ૧૮૧ કરોડ પિયાએ પહોંચી છે જેમાં ૨૨ ટકાનો વધારો પણ જોવા મળ્યો છે. આ તમામ પગલાઓને ધ્યાને લઈ ગુજજુ કંપની રોટોમેગ એમએસએમઈ ક્ષેત્રમાં દેશની ટોપ-૩ કંપનીમાંની એક કંપની બની છે. કંપની દ્વારા હાલ ૨૦૦૦થી વધુ મોડેલ બનાવવામાં આવી રહ્યા છે જેની નિકાસ વિશ્ર્વનાં ૩૫ દેશોમાં થતી હોવાની પણ સામે આવ્યું છે. ચાલુ વર્ષના અંત સુધીમાં કંપનીનું માનવું છે કે તેમનો વિકાસ દર ૧૦૦ ટકાએ પહોંચશે અને હાલ જે તેઓને ઓર્ડર મળી રહ્યો છે તેમાં પણ અનેકઅંશે વધારો નોંધાશે.
કંપનીના સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ રોટોમેગનું વાર્ષિક ટનઓવર આશરે ૨૫ ટકા જેટલું વધશે તેવી આશા પણ સેવવામાં આવી રહી છે. રોટોમેગ કંપની અનેકવિધ પ્રોડકટ નિર્માણમાં આગળ આવી છે પરંતુ નવા વર્ષથી એટલે વર્ષ ૨૦૨૧થી કંપની ઈલેકટ્રીક ડ્રાઈવના ઉત્પાદનમાં ૨૦ ટકાનો ગ્રોથ મેળવવા માટે પ્રયત્ન પણ હાથ ધરશે. કંપનીના પ્લાન મુજબ વર્ષ ૨૦૨૦-૨૧માં ૫૦૦ કરોડની આવક થવાની શકયતા છે જેને વર્ષ ૨૦૨૪-૨૫માં કંપની ૧૦૦૦ કરોડની આવકને આંબશે તેવી સ્થિતિનું નિર્માણ થાય તે માટેના કાર્યો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે.