જીનીયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટટુશન્સે વધુ એક પહેલ કરી છે.નવી રાષ્ટ્રીય  શિક્ષણ નીતિ અંગે  સંસ્થાના શિક્ષકો અને કર્મચારીઓને તાલીમ આપવાની પહેલ કરી હતી. રાજકોટની જાણીતી જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ શિક્ષણ ક્ષેત્રના દરેક પડકારોનો સામનો કરવા અને નવી પધ્ધતિઓ અને નીતિઓને જુસ્સાથી આવકારવામાં સદા તત્પર રહે છે. શિક્ષણના ક્ષેત્રમાં કોઈપણ જાતની બાંધછોડ વગર વિદ્યાર્થી, શિક્ષક અને વાલીઓના હિત માટે નવીનતમ પગલાઓને સહર્ષ સ્વીકારીને નવો માર્ગ કંડારે છે. આવા જ નવા માર્ગને કંડારવાના હેતુ સાથે જીનિયસ ગ્રુપ દ્વારા રાજકોટમાં સર્વપ્રથમ વાર ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે શાળાના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફને અવગત કરવા અને તાલિમ આપવા માટે નિષ્ણાત ટ્રેઇનર દ્વારા તબક્કાવાર તાલિમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્ય ુશન્સના ચેરમેન શ્રી ડી.વી.મહેતા કહે છે કે એકવીસમી સદીના જ્ઞાનના  પડકારોને ધ્યાનમાં રાખીને ભારત સરકારે જ્ઞાન આધારિત એક મજબૂત  રાષ્ટ્ર બનાવવાની અને તેને ફરી વૈશ્વિક મહાસત્તા તરીકે સ્થાપિત કરવાની દિશામાં ભારત સરકાર દ્વારા 34 વર્ષ બાદ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 જાહેર કરી એક ઐતિહાસિક અને ક્રાંતિકારી પગલું ભર્યું છે. હકીકતમાં, ભારતમાં ઘણા લાંબા સમયથી આ શિક્ષણનીતિની  જરૂર હતી. દેશમાં એક એવી શિક્ષણનીતિ હોવી જોઈએ  જે વિદ્યાર્થીઓનો  શારીરિક, માનસિક, બૌદ્ધિક અને સાંસ્કૃતિક એમ સર્વાંગી વિકાસ કરે અને તેને કુશળતાઓ અપાવે. નવી શિક્ષણ પધ્ધતિના અમલીકરણથી ભારત દેશને શિક્ષણના ક્ષેત્રે ખોવાયેલું ગૌરવ ફરીથી પ્રાપ્ત થશે અને વિશ્વના ગોળાર્ધમાં ભારત દેશ ફરી એકવાર વિશ્વગુરુની ભુમિકામાં જોવા મળશે તેવી મને ખાત્રી છે.  તેમ મહેતાએ જણાવ્યું હતુ.આ તાલીમ જીનિયસ ગ્રુપની  જીનિયસ ઈંગ્લિશ મિડીયમ સ્કૂલ, જય ઇન્ટરનેશનલ સ્કૂલ, ગાર્ડી વિદ્યાપીઠ, કાલાવાડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, જીનિયસ કિડ્સ કિંગડમની ઢેબર રોડ શાખા, પરસાણાનગર શાખા અને કાલાવડ રોડ શાખાઓના શૈક્ષણીક અને બિન શૈક્ષણીક કર્મચારીઓ માટે યોજવામાં આવેલ હતી.  આ  કાર્યક્રમ માટે સંસ્થા અને કર્મચારીઓ બન્ને આ નવી શિક્ષણ નીતિને જાણવા અને સમજવા માટે ઉત્સુક હતા. નવી તાલીમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (યુપીએસસી)ની ટ્રેનિંગ માટે જાણીતા ટ્રેઇનર અને એજયુકેટર શ્રી રોહિત શીકા ને આમંત્રિત કરવામાં આવ્યા હતા.  શ્રી રોહિત શીકા ઞઙજઈ ની લેખીત પરિક્ષામાં ઉતિર્ણ હોવા ઉપરાંત શિક્ષક, ટ્રેનર અને કારકિર્દી સલાહકાર છે. તેઓ શિક્ષણ, તાલિમ અને વ્યવસાયિક વિકાસના ક્ષેત્રમાં 19 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે.સમગ્ર ટ્રેનીંગને છ મોડયુલમાં વિભાજીત કરવામાં આવેલી હતી.  જે શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક તમામ કર્મચારીઓ માટે ફરજીયાત હતી. આખી  એન.ઈ.પી.2020 ટ્રેનીંગ માટે બધા કર્મચારીઓને 8 અલગ-અલગ વિભાગોમાં વહેંચવામાં આવેલી જેમાં પ્રિ-પ્રાયમરી, જીનિયસ સ્કૂલ, સ્પોર્ટસ, પ્રાયમરી અને સેક્ધડરી, સિનિયર સેક્ધડરી, કાલાવાડ સ્કૂલ સ્ટાફ, રાજકોટ ઇન્ટરનેશનલ સ્કૂલ સ્ટાફ અને પ્રિ-પ્રાયમરી ફ્રેન્ચાયઝ સ્ટાફ. દરેક સ્ટાફને તેમની જરુરીયાત મુજબ એક મહિનાની એન,પી 2020 ની તાલિમ અપાઇ હતી.  આ તાલીમના મુખ્ય મુદ્દાઓમાં, એન.ઇ.પી-2020 ની યાત્રા અને તેના મુખ્ય ઉદ્દેશો, વિવિધ રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિઓ અને તેમના વચ્ચેના તફાવતો, દેશમાં હાલનું શૈક્ષણિક માળખુ અને આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક વ્યવસ્થાઓ,  એન.ઇ.પી -2020 અંગે વિવેચકોનો મત, એન.ઇ.પી-2020 ના બંધારણ અને અમલ અંગે ચર્ચા-વિચારણા, સહભાગી ઓના પ્રશ્નોના સમાધાન માટે પ્રશ્ન-જવાબ સેશન, અને અંતમાં એન.ઇ.પી-2020 માટે તમામ સહભાગીઓની એક પરીક્ષા યોજવામાંઆવી હતી.

તાલીમ કાર્યક્રમના સફળ આયોજન માટે સંસ્થાના ચેરમેન  ડી.વી. મહેતા અને સી.ઈ.ઓ.  ડિમ્પલ મહેતાના માર્ગદર્શન હેઠળ જીનિયસ ઈંગ્લિશ મિડિયમ સ્કુલ અને જય ઈન્ટરનેશનલ સ્કુલની મેનેજમેન્ટ ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.