સર્વિસ ક્ષેત્રની આવક આગામી પાંચ વર્ષમાં ૨૯.૬૦ લાખ કરોડે પહોંચે તેવી આશા
કોઈપણ ક્ષેત્રનાં વિકાસ માટે એનાલીસીસ કરવું અત્યંત જરૂરી છે ત્યારે ઈન્ડિયાની સાસ કંપની એટલે કે સોફટવેર ઈઝ ધ સર્વિસ હેઠળ જે કંપનીઓ આવે છે તેનો વિકાસ આવનારા વર્ષ ૨૦૨૫ સુધીમાં ૬ ગણો જોવા મળશે. સાસ ઈન્ડસ્ટ્રીઝ હેઠળ આવતી કંપનીઓ મુખ્યત્વે પ્રોડકટ એનાલીસીસ, કલાયન્ટ એનાલીસીસ સહિતનાં વિવિધ કાર્યો કરતી હોય છે. હાલ જે રીતે વૈશ્ર્વિક મહામારી બાદ ડિજિટલ ઈકોનોમીને દેશ જયારે પ્રાધાન્ય આપી રહ્યું છે ત્યારે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી એનાલીટીક કંપનીઓ તેમનો વ્યાપાર આવનારા પાંચ વર્ષમાં છ ગણો વધારશે તેવી નાસકોમે આશા વ્યકત કરી છે. તમામ કંપનીઓનાં જે ડેટા કલાઉડ હેઠળ સ્ટોર કરવામાં આવે છે ત્યારે તે ડિજિટલ ટેકનોલોજીને વધુ પ્રાધાન્ય આપી સુદ્રઢ બનાવી કેવી રીતે વધુને વધુ વિકસિત કરી શકાય તે દિશામાં હાલ કાર્ય પણ કરવામાં આવી રહ્યા છે. મુખ્યત્વે આ તમામ વૈશ્ર્વિક કંપનીઓ એનાલીસીસ ઉપર વધુને વધુ મદાર રાખે છે. જો માર્કેટ સર્વે યથાયોગ્ય રીતે કરવામાં આવે તો તેની સીધી જ અસર ઈન્ડસ્ટ્રીઝ ઉપર પહોંચશે.
સાસ કંપની થકી ભારત સર્વિસ ક્ષેત્રે પોતાનો પગદંડો સ્થાપિત કરવા માટે અનેકવિધ પગલાઓ લઈ રહ્યું છે. વૈશ્ર્વિક સ્તર પર ભારતને સાસ કંપનીઓનાં રોકાણ માટેની ઉજળી તક સાંપડી છે. વિશેષજ્ઞોનું માનવું છે કે, વૈશ્ર્વિક સ્તર પર સાસ કંપનીઓની આવક અને તેનો વેપાર ૪૦૦ બિલીયન ડોલરે પહોંચશે જે ભારતીય કરન્સી પ્રમાણે ૨૯.૬૦ લાખ કરોડ રૂપિયા આંકવામાં આવે છે. વિશ્ર્વ આખામાં સિસ્ટમેટીક એનાલીસીસ સિસ્ટમ ઉપર હજુ કોઈ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું નથી જેથી ભારત દેશ માટે આ ક્ષેત્રમાં વિકસિત થવા માટે ઉજળી તક પણ સાંપડી છે. આવનારા સમયમાં ભારત જયારે ડિજિટલ ઈકોનોમી તરફ અગ્રેસર થઈ રહ્યું છે ત્યારે જે કંપની એનાલીસીસ કરી ડેટાની જાળવણી કરે છે તેના માટે સોનાનો સુરજ સમાન દિવસો આવી રહ્યા છે. હાલ ભારતમાં જે ઉધોગો સ્થાપિત થઈ રહ્યા છે તેમાં ૫૦ ટકાથી વધુ ઉધોગ આઈટી ક્ષેત્ર અને એનાલીટીક ક્ષેત્રે જોવા મળે છે. સરકાર પણ અનેકવિધ વિકાસલક્ષી યોજનાઓ એનાલીસીસ કરતી કંપનીઓ માટે લાવી રહ્યું છે.