૧લી ડીસેમ્બર વિશ્ર્વ એઇડસ દિવસ ઉજવણીના ભાગરુપે તા.ર૯ થી ૩૧ માર્ચ ૨૦૧૯ સુધી વિવિધ ૧૨૦ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરુપે આજે એઇટસ પ્રીવેનશલ કલબ દ્વારા પંચશીલ સ્કુલ ખાતે ધો.૮ થી ૧ર ના છાત્રો દ્વારા ભવ્ય કેન્ડલ લાઇટ રીબીન બનાવવામાં આવી હતી શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડો. ડી.કે.વાડોદરીયા તથા ચેરમેન અરુણ દવે ઉ૫સ્થિત રહીને આ વર્ષનું લડત સુત્ર નો યોર સ્ટેટસ ની સમજ અપાઇ હતી જેમા ૫૦૦ થી વધુ છાત્રોએ ઉત્સાહ ભેર ભાગ લીધો.
એઇડસ પ્રિવેનશનલ કલબ આવતી સવારે ૮.૩૦ કલાકે વિરાણી સ્કુલ ખાતે ધો. ૮ થી ૧ર ના કુલ ૧૫૦૦ છાત્રો દ્વારા રેડ રીબીન નિર્માણ કરાશે. શનિવારે વિશ્ર્વ એઇડસ નિમીતે કણસાગરા મહીલા કોલેજ રાષ્ટ્રીય સેવા યુનિટ તથા કે.જે.કોટેચા સ્કુલની કુલ બે હજાર છાત્રોની વિશાળ જનજાગૃતિ રેલી વોક ફોર એઇડસ સવારે ૮.૩૦ કલાકે યોજાશે. આ રેલી કણસાગરા કોલેજથી કાલાવડ રોડ, અંડર બ્રીજ થઇને કિશાનપરા ચોક સુધી જશે. જે પરત એ જ રુટ પર ફરશે. આ દિવસે બપોરે ૧ કલાકે કોટેચા સ્કુલ ખાતે વિઘાર્થીઓ રેડ રીબીન બનાવશે. તથા ધો. ૮ થી૧ર ના છાત્રો માટે એઇડસનો સેમીનાર યોજવામાં આવશે. જેમાં ડો. આશીવ બાવીસી અને ડો. મીત્રા તેમજ સમજ આપશે.
સાંજે પ વાગે મહાનગરપાલિકાના પટાંગણમાં એક હજાર લાલફુગાની વિશાળ રેડ રીબીન હવામાં તરતી મુકવામાં આવશે. જેમાં કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહેશે. સાંજે સાત વાગે જીલ્લા શિક્ષણ તાલીમ ભવન ત્રિકોણ બાગ ખાતે પીટીસી કોલેજની છાત્રોઓ કેન્ડલ લાઇટ રીબીન બનાવશે.