મોદી સરકાર 2.0ની બીજી ટર્મના પહેલા બજેટની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. નાણાં મંત્રાલયે શનિવારે પરંપરાગત હલવા રસ્મ સાથે નાણાંકિય વર્ષ 2019-20ના બજેટના દસ્તાવેજોના પ્રકાશનની શરૂઆત કરી દીધી છે. નાણાંમંત્રી નિર્મલા સિતારમણ, નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર અને નાણાંમંત્રાલયના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં નોર્થ બ્લોકમાં હલવા રસમનું આયોજન કરવામાં આવ્યું.

હલવા સેરેમની પછી બજેટની ઓરિજિનલ કોપી સાથે અંદાજે ૧૦૦ જેટલા કર્મચારીઓનું જેમાં નાણામંત્રાલયનાં કર્મચારીઓ તેમજ પ્રિન્ટિંગ પ્રેસનાં કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેમને નજરકેદની જેમ રાખવામાં આવે છે. જ્યાં સુધી બજેટનું છાપકામ પૂરું ના થઇ જાય અને બજેટ સંસદમાં રજૂ ના થઇ જાય ત્યાં સુધી બજેટ તૈયાર કરનાર અને તેને પ્રિન્ટિંગ કરનાર કર્મચારીઓને તેમના કુટુંબથી લઇને કોઇને પણ મળવાની છૂટ નથી.

બજેટ જ્યાં છપાય છે તે બિલ્ડિંગમાં માત્ર એક લેન્ડલાઇન ફોન હોય છે. તે ફોન પણ માત્ર ઇનકમિંગ ફોન હોય છે.આ ઉપરાંત નાણા મંત્રાલયમાં ટોચનાં અધિકારીઓ સિવાય આ જગ્યાએ આવવા જવાની કોઇને પરમિશન હોતી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.