રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઇજઊ સેન્સેક્સ આગલા બંધ ૩૪૮૪૨.૧૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૫૧૪૪.૭૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૫૦૫૪.૫૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૬.૪૯ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૪૧.૩૬ પોઈન્ટના ઉછાળા સાથે ૩૫૧૮૩.૪૬ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૦૨૪૫.૬૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૦૨૯૭.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૦૨૯૦.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૮.૭૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૬.૨૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૦૩૩૧.૪૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં..!!!
ખઈડ ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂ.૪૭૯૦૨ ના મથાળેથી ખુલીને રૂ.૪૭૯૪૪ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૭૮૬૫ ના નીચા મથાળે નોંધાવી ૨૫ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૪૭૯૧૬ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
ખઈડ સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુલાઈ સિલ્વર રૂ.૪૮૧૫૪ ના મથાળેથી ખુલીને રૂ.૪૮૧૫૪ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૮૦૦૦ ના નીચા મથાળે નોંધાવી ૬ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૪૮૧૨૨ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…
સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત છેલ્લા બે દિવસના ઘટાડા બાદ મજબૂતીએ થઈ હતી. કોરોના મહામારી વચ્ચે અનલોક – ૨ સાથે અર્થતંત્રને ફરી ધમધમતું કરવા માટે કેન્દ્ર અને રાજય સ્તરે થઈ રહેલા પ્રયાસોએ આર્થિક પ્રવૃતિ વધવા લાગતાં ભારતીય શેરબજારમાં શેરોમાં ફંડો દ્વારા ખરીદી કરતાં તેજી જોવા મળી હતી.
બીએસઈ પર ઇન્ડસઇન્ડ બેન્ક, ઇન્ફોસિસ, ઓએનજીસી અને આઈટીસીનાં શેરમાં તેજી નોંધાઈ છે, જ્યારે કોટક બેન્ક, એચયૂએલ, એચસીએસનાં શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. ફિચ રેટિંગ્સ દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમેટેડની રેટિંગને બીબીબીથી વધારીને બીબીબી પ્લસ કરતાં કંપનીના શેરમાં ૧%થી વધારેની તેજી જોવા મળી હતી.
વૈશ્વિક બજારની વાત કરીએ તો ગઇકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૧.૧૮% ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે જઙ ૫૦૦ ૧.૧૦% અને નેસ્ડેક ૧.૦૯% વધીને સેટલ થયા હતા. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૨% વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. વિવિધ સેક્ટર્સની વાત કરીએ તો આજે બીએસઈ પર મેટલ, ઓઇલ અને ગેસ અને ટેક સેક્ટર્સમાં વ્યાપક લેવાલી જોવા મળી હતી. ગઇકાલે કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા ફરી વિશ્વભરમાં ઝડપી વધવા લાગી હોવાના અહેવાલો અને ભારતમાં પણ કેસો વધતાં ચિંતામાં વધારાની સાથે આર્થિક વૃદ્વિને વધુ ફટકો પડવાના એંધાણે આજે સતત બીજા દિવસે ફંડો, મહારથીઓએ ડેરિવેટીવ્ઝમાં જૂન વલણના અંતે અફડાતફડીના અંતે ઓવરબોટ પોઝિશન હળવી કરતાં ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૨૮૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૫૬૪ અને વધનારની સંખ્યા ૧૬૧૪ રહી હતી, ૧૦૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૯૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વિશ્વભરમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવા છતાં વૈશ્વિક શેરબજારો સાથે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને યુરોપના દેશો દ્વારા જંગી સ્ટીમ્યુલસ પેકેજો જાહેર કરાયા હોય આ સ્ટીમ્યુલસનો જંગી રોકાણ પ્રવાહ ભારત સહિતના વિકાસશીલ રાષ્ટ્રોના શેરબજારોમાં ખરીદી કરતાં ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઇ) દ્વારા ૨૪ જૂન સુધીમાં ભારતીય મૂડીબજારના કેશ સેગમેન્ટમાં અંદાજીત રૂ.૧૧,૨૩૩ કરોડનું રોકાણ કર્યું હતું.
આ પૂર્વે વિદેશી રોકાણકારો સળંગ ત્રણ મહિના સુધી સતત વેચવાલ હતા. એફપીઆઇ મે માસમાં અંદાજીત રૂ.૭૩૬૬ કરોડ, એપ્રિલ માસમાં અંદાજીતરૂ.૧૫૪૦ કરોડ અને માર્ચ માસમાં અંદાજીત રૂ.૧.૧ લાખ કરોડની વિક્રમજનક વેચવાલી કરી હતી. સમગ્ર વિશ્વના અર્થતંત્રમાં તરલતા વધી છે, તેના લીધે ઇક્વિટી જેવા જોખમી રોકાણોમાં રોકાણનું પ્રમાણ વધ્યું છે. વૈશ્વિક બજારો પણ ટેકારૂપ રહેતા નિફ્ટી ફ્યુચર ઇન્ડેક્સ ૧૦,૦૦૦ના સ્તરની ઉપર જળવાઈ રહ્યો છે. આગામી સપ્તાહો વૈશ્વિક બજારો નોંધપાત્ર પ્રમાણમાં ન ઘટ્યા તો આપણને એફપીઆઇના મોરચે હજી પણ હકારાત્મક વલણ જોવા મળી શકે છે.
ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ
ડીવીઝ લેબ ( ૨૩૬૦ ) :- ફાર્મા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૩૩૦ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૨૩૦૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૩૮૮ થી રૂ.૨૪૦૦ સુધી તેજી તરફી ધ્યાન…!!!
લુપિન લિ. ( ૯૩૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૧૯ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૯૦૯ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૯૪૪ થી રૂ.૯૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
ઇન્ડસઇન્ડ બેન્ક ( ૪૮૮ ) :- રૂ.૪૬૪ નો પ્રથમ તેમજ રૂ.૪૪૭ ના બીજા સપોર્ટથી બેન્ક સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૫૦૫ થી રૂ.૫૧૭ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
બાયોકોન લિ. ( ૪૦૪ ) :- બાયોટેકનોલોજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૨૪ થી રૂ.૪૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૩૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
ટાટા સ્ટીલ ( ૩૨૩ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૧૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સ્ટીલ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૩૪ થી રૂ.૩૪૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે