મોટી સંખ્યામાં ઉદ્યોગો સ્થપાશે, આજુબાજુનાં ગામોના યુવાનો માટે વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ થશે રોજગારીની તકો
રાજકોટ જીલ્લાના લોધીકા તાલુકાના હરણફાળ વિકાસ માટે મેટોડા જી.આઇ.ડિ.સી. ગુજરાતના ઉધૌગીક વિસ્તારમાં આગવું સ્થાન ધરાવે છે ત્યારે ગુજરાતના વિકાસને તેમજ ગ્રામ્ય વિસ્તારના વિકાસને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની સરકારે ૨૦૧૯ મા ખીરસરાજી. આઇ. ડી. સી. બનાવવાનું સ્વપ્નુ જોયુ છે તે આજે સાકાર થયેલ છે અને આવતી ૨૬મી જાન્યુઆરીની રાજ્ય કક્ષાની ઉજવણી મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીના હોમટાઉન માં થતી હોવા થી રાજ્ય કક્ષાના કાયેકમ ના ભાગરૂપે તા.૧૮ ના રોજ ખીરસરાજી.આઇ.ડિ.સી.નું ખાત મુહુર્ત થવા જઈ રહેલ છે
વિકાસમાં આજીઆઇડીસીનો ફાળો મહત્વનો રહેશે : ધારાસભ્ય સાગઠીયા
રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ જણાવ્યુ હતુ કે, ખીરસરા જી. આઇ. ડિ. સી. થવાથી રાજકોટ જીલ્લા અને લોધીકા તાલુકાના વિકાસમાં થોડાજ સમય બાદ મોટો ફેરફાર જોવા મળશે અને આ વિસ્તારમાં રોજગારીની મોટી તકો ઉભી થશે રાજ્યના વિકાસમાં પણ આ જી. આઇ. ડિ. સી.નો મોટો ફાળો રહેશે અને આતો મારાજ વિસ્તાર અને ગામ નજીક હોવાથી હુ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ડબલ ખુશી વ્યક્ત કરૂ છુ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આ વિસ્તારના ધારા સભ્ય તરીકે આ વિસ્તાર ના લોકો વતી આભાર વ્યક્તકરૂ છું.
ટુંકસમયમાં મોટી સંખ્યામાં ઉદ્યોગો સ્થપાશે : ઉમેશ પાંભર
લોધીકા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ઉમેશભાઇ પાંભરે જણાવ્યુ હતુ કે, ખીરસરા જી. આઇ. ડિ. સી. થતા લોધીકા તાલુકાના વિકાસ અને રોજગારીની નવી તકો ઉભી થશે જેથી લોધીકા તાલુકાના ૪૨ ગામોની જનતાને તેમજ ગ્રામ્ય વિસ્તારના નવ યુવનોને પોતાના ટેલેન્ટ પ્રમાણે રોજગારી મળી રહેશે. આ વિસ્તારમાં મેટોડા જી. આઇ. ડિ. સી. છે તે ઉપરાંત ખીરસરા જી.આઇ.ડિ.સી.નું ખાતમુહુર્ત થશે પછી ટુંક સમયમાં ઉધૌગો ચાલુ થશે એટલે આ વિસ્તારના ગામડાં ની રોજગારી વધશે તેમાં મારૂ ગામ મોટાવડા સાવનજીક નું ગામ છે તો ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીના આ નિર્ણય ને હું સરકારના લોધીકા તાલુકાના પ્રતિનિધિ તરીકે આવકારું છુ.
આજુબાજુનાં નાના ગામોનાં લોકોને ભરપુર ફાયદો થશે: લાખા ચોવટીયા
અમારૂ ગામ ખીરસરા જી.આઇ.ડિ.સી.ની નજીક નું ગામ છે અમારા ગામના લોકો મેટોડા જી.આઈ.ડિ.સી માંરોજગારી માટે જાઇ છે આતો અમારા ગામની નિજીક હોવાથી વધુ લાભ મળશે અને આજુબાજુના બીજા ગામો પાભર ઇટાળા પડધરી તાલુકાના નાના ઇટાળા રાદળ હિદળ અને બીજા અનેક ગામના લોકોને રોજગારી મળી રહેશે તો ગુજરાત રાજ્યની વિજયભાઈ રૂપાણીની સરકારના આનિર્ણય ને હુ આવકારૂ છું.
યુવાનોને આવડત પ્રમાણે રોજગારી મળી રહેશે : ખીમજી સાગઠીયા
ખીરસરા ગ્રામ પંચાયતનાં સભ્ય ખીમજીભાઇ સાગઠીયાએ જણાવ્યુ હતુ કે, ખીરસરા જી.આઇ.ડિ.સી. થતા રોજગારી વધશે નવ યુવનો માટે રોજગારી વધશે અને પોતાના ટેલેન્ટ પ્રમાણે રોજગારી મેળવી શકશે અને ઉધૌગીક વિસ્તાર થતાં આજુબાજુના ગામડાઓના લોકો ને પુરતી રોજગારી મળી રહેશે ગુજરાત સરકારના આ નિર્ણય ને હું આવકારૂ છુ.