વિસાવદરમાં તાલુકા પંચાયત પ્રમુખ, જામનગરમાં પૂર્વ કોર્પોરેટર અને રાજકોટમાં યુવા આગેવાનોએ કોંગ્રેસને અલવિદા કહી કેસરિયા કર્યા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા જ સૌરાષ્ટ્રભરમાં આયારામ ગયારામની મૌસમ ખીલી ઉઠી છે. જેમાં વિસાવદર તાલુકા પંચાયત પ્રમુખ, જામનગરમાં પૂર્વ કોર્પોરેટર અને રાજકોટમાં વોર્ડ નં.૧૨ના યુવા આગેવાનોએ કોંગ્રેસને અલવિદા કહી કેસરિયા કર્યા છે.

વિસાવદર તાલુકાના સરસઈ ગામ ખાતે જુનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ અને જુનાગઢ માર્કેટિંગ યાર્ડના ચેરમેનની ખેડૂતલક્ષી સતત કામગીરીને લક્ષમા લઈ ને વિસાવદર ભાજપના સંગઠન દ્વારા  સન્માન સમારંભ યોજવામાં આવેલ હતો તેમાં્ વિસાવદર તાલુકા પંચાયતના સુકાની વિપુલ કાવાણીએ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્ત્વમાં મંગલ પ્રવેશ કર્યો હતો.તેમની સાથે કિશોર ડોબરીયા, વિનુભાઈ સાવલીયા, તાલુકા પંચાયત સદસ્યો તેમજ મહેશ વોરા સરપંચ વિરપુર તેમજ જુની ચાવડના સરપંચ તથા મોટી સંખ્યામાં કાયેકરોએ કોંગ્રેસને તિલાંજલિ આપી અને વતેમાન સરકારની સાથે રહેવાનુ પસંદ કરેલ. સમગ્ર વિસાવદર તાલુકાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે કોંગ્રેસના ગઢમાં આ પડેલા ગાબડા શું આવનારી સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય તરફ કે સતાથી અલગ રાખવા માટે જેમ વિસાવદર નગરપાલિકા હાંસલ કરી તેમ સમગ્ર તાલુકામાં ભગવો લહેરાવી ભાજપને જીત અપાવવાનુ આગામી આયોજન કિરીટભાઈ પટેલના નેતૃત્વ માં થઈ રહ્યું હોય તેવુ લાગે છે.

IMG 20210117 WA0048

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી ના ભણકારા વાગી રહ્યા છે, તે પહેલાં જ જામનગર મહાનગર પાલિકાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે, અને રાજકીય પાર્ટીઓ દ્વારા ખેંચતાણ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપના વોર્ડ નંબર ૪ના પુર્વ નગરસેવિકા રચનાબેન નંદાણીયાએ ગઈકાલે ભાજપનો સાથ છોડીને કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો, અને ફરી કોંગ્રેસમાં ઘર વાપસી કરી હતી.

કોંગ્રેસ પ્રમુખ શહેર પ્રમુખ દિગુભા જાડેજા તથા અન્ય અગ્રણીઓ દ્વારા ખેસ પહેરાવી ને કોંગ્રેસમાં સ્વાગત કરાયું હતું.  દરમિયાન રવિવારે સાંજે ભાજપે વળતો પ્રહાર કર્યો છે, અને કોંગ્રેસના વોર્ડ નંબર  ૧૬ ના પુર્વ નગરસેવિકા નીતાબેન પરમાર ભાજપમાં જોડાઈ ગયા છે. જામનગર શહેર ભાજપના કાર્યકરોએ આજે શહેર પ્રમુખ ડો.વિમલભાઈ કગથરા તથા અન્ય શહેર સંગઠનના હોદ્દેદારોની હાજરીમાં જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૬ ના કોંગ્રેસના પૂર્વ નગરસેવિકાના નીતાબેન પરમાર વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા, અને તેઓને કેસરિયો ખેસ પહેરાવવામાં આવ્યો હતો. જેથી જામનગરના રાજકારણમાં ભારે ઉલટફેર જોવા મળી રહ્યા છે અને આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણી માટે અનેક નવા સમીકરણો સર્જાય તેવી સ્થિતિ નિર્માણ પામી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.