‘ઘરમાં રહો, સુરક્ષિત રહો’ના સુત્રને અનુસરી લોક ડાઉનનુ ચુસ્ત પાલન કરનાર ચાર સોસાયટીનું પોલીસ દ્વારા કરાયું સન્માન
લોકડાઉનમાં જાહેરનામાનો ભંગ કરતા ૫,૨૫૩ને પકડયા: ૧૬,૫૨૭ વાહન ડીટેઇન કરાયા
કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા લોક ડાઉન જાહેર કરવામાં આવ્યા બાદ છેલ્લા ૩૮ દિવસથી રાજકોટ શહેર અને જિલ્લા પોલીસ દ્વારા ધોમ ધગતા તાપમાં ફરજ બજાવી કોરોનાનો ચેપ આગળ વધે નહી તે રીતે કરેલી કામગીરીના કારણે રાજકોટને રેડ ઝોનમાંથી મૂક્તિ મળી છે. અને સરકાર દ્વારા ઓરેન્જ ઝોનમાં રાજકોટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાની અસર ઘટવાના કારણે રેડ ઝોનમાંથી ઓરેન્જ ઝોનમાં કરાયેલા સમાવેશ પાછળ પોલીસની મહેનત રંગ લાવી હોવાનું ગણાવવામાં આવી રહ્યું છે. આ અંગે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પોલીસ સ્ટાફ દ્વારા લોક ડાઉનનો અમલ કરાવવા ૫,૨૫૩ની જાહેરનામા ભંગ હેઠળ ધરપકડ કરવામાં આવ્યાનું અને ૧૬,૫૨૭ વાહન ડીટેઇન કરવામાં આવ્યાનું જણાવવામાં આવ્યું છે.
સમગ્ર ગુજરાત રાજયને ૩૮દિવસથી લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. ત્યારે આ લોકડાઉનની અમલવારી સખ્ય પણે થાય તે માટે રાજકોટ શહેરના મ્હે. પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશ્ર્નર ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્ર્નર ઝોન-૧ રવીમોહન સૈની તથા નાયબ મનોહરસિંહ જાડેજા તથા મદદનીશ પોલીસ કમિશ્ર્નર (ક્રાઇમ)જયદીપસિંહ સરવૈયા, તથા ડી.સી.બી. પો.ઇન્સ. એચ.એમ. ગઢવીના માર્ગદર્શન અને સૂચના હેઠળ સમગ્ર શહેર પોલીસ કામગીરી કરી છે.
શહેર પોલીસે છેલ્લા ૩૮ દિવસથીમાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન શહેરી જનો પાસે કરાવી જેમાં લોકડાઉનના નિયમનું ઉલંઘન કરનાર વ્યક્તિઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જાહેરનામા ભંગના ૫૨૫૩ કેસ તથા ૧૬૫૨૭ વાહન ડીટેઇન કરવામાં આવ્યા છે. શહેર પોલીસે લોકડાઉન દરમિયાન સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોન દ્વારા મોનીટરીંગ, ધાબા પોઇન્ટ દ્વારા મોનીટરીંગ પોલીસ સહરક્ષકની નિમણુંક વિગેરેની કામગીરી કરી છે.
શહેરના પોલીસ સ્ટેશનનોને ૪ ડિવીઝનોમાં વહેંચવામાં આવેલ છે. પોલીસની કામગીરીને લોકડાઉન દરમિયાન રાજકોટ વાસીઓએ વિવિધ પ્રકારે બીરદાવેલ છે. શહેરના ૪ ડિવીઝનોમાંથી પ્રત્યેક ડીવીઝનમાંથી એક-એક શ્રેષ્ઠ સોસાયટી કે જેણે લોકડાઉનનો ચુસ્તપણે અમલવારી કરેલ હોય તેને બીરદાવવાનું નકકી કરેલ છે. આ શ્રેષ્ઠ સોસાયટીઓ નકકી કરવા માટેએ કમીટી રચવામાં આવી હતી અને તેમાં ૧૩ જેટલા જુદા જુદા ક્રાઇટેરીયાઓ નકકી કરવામાં આવ્યા હતા. આ ક્રાઇટેરીયાનું ચુસ્તપણે પાલન કરેલ સોસાયટીને શ્રેષ્ઠ સોસાયટી ઘોષીત કરી અને તેમને પ્રમાણપત્ર તથા સેનેટાઇઝર પ્રેઝન્ટ તરીકે આપી પ્રોત્સાહીત કરવામાં આવેલ છે. આ નકકી કરેલ સોસાયટીઓ જે શ્રેષ્ઠ સોસાયટી તરીકે એપ્લાઇ થયેલ છે. તેમાંથી જાહેર કરવામાં આવેલ છે. અને ભવિષ્યમાં પણ આવી રીતે લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરનાર સોસાયટીઓને શ્રેષ્ઠ સોસાયટી તરીકે બીરદાવવામાં આવશે.
કમીટી દ્વારા જે શ્રેષ્ઠ ચાર સોસાયટીઓ જાહેર કરવામાં આવેલ છે. જેમાં ઝોન-૧ વિસ્તારમાં ઉતર ડિવીઝન તનીષ્ક એપાર્ટમેન્ટ, ત્રીકોણબાગ પાસે રાજકોટ (એ.ડી.વી. પોસ્ટે.) પૂર્વ ડીવીઝન અવંતીકા પાર્ક, બોલબાલા માર્ગ રાજકોટ (ભક્તિનગર પો.સ્ટે), તથા ઝોન-૨માં વિસ્તારમાં પશ્ર્ચિમ ડીવીઝન ગાર્ડન સીટી સાધુવાસવાણી રોડ રાજકોટ (યુનિ.પો.સ્ટે.), દક્ષિણ ડીવીઝન હરીદ્વાર હાઇટસ, નાનામવા રોડ રાજકોટ (તાલુકા પો.સ્ટે.)અ શહેરીજનોએ આ લોકડાઉન દરમિયાન ખુબ જ સંયમ રાખેલ છે અને પોલીસ તેમજ સરકારી કામગીરીમાં ખુબ સહકાર આપેલ છે. જેના પરીણામે રાજકોટ શહેરીજનોને જણાવતા આનંદ થાય છે કે, રાજકોટ શહેરને લોકડાઉન દરમિયાન ગુજરાત રાજયએ જાહેર કરેલ જુદા જુદા ત્રણ ઝોન કે જેમાં રેડ ઝોન એટલે કે, કોરોનાની તીવ્રતા વાળા કેસોના ઝોનમાં આવતું હતું તે આજની ઓરેન્જ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે.
લોકડાઉનમાં ટ્રાફિક પોલીસ દ્વારા ૩૬ પોઇન્ટ પરથી ૩૧૧૧ વાહનનું ચેકિંગ કર્યું
લોકડાઉનના બીજા તબક્કામાં પણ કોરોના વાઇરસનું સક્ર્મણ અટકાવવા માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખાના એ.સી.પી બી,એ.ચાવડા ની ટીમે રેડ ઝોન વિસ્તાર સહિતના રાજમાર્ગો પર લોકોની અવન -જવન અટકાવવા માટે ટ્રાફિક શાખાના કુલ ૪ સેક્ટરમાં ૩૬ પોઇન્ટ અને ૧૫ સેક્ટરમાં વિભાજીત કરી વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧૫ દિવસ દરમ્યાન ચાર સેક્ટરમાં ટ્રાફિક પી.આઈ એસ.એન.ગડુ,એમાર.પરમાર , એમ.ડી.વાળા ,બી.ડી.ઝીલરીયાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખાની ટીમે ૩૧૧૧ વાહનનું ચેકિંગ હાથ ધરી ૨૭૭ જેટલા વાહન ડિટેન કરી કારણ વગર ઘર બહાર નીકળેલા નવ શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.