વૈશ્વિક બજારમાં રોજગારી, પ્રોડકટીવીટી અને ગુણવતાને ધ્યાને લઈ ચીન બાદ ભારત બીજો સૌથી મોટો વિકલ્પ
આરસીઈપીથી દુર થયા બાદ ભારતને તમામ ક્ષેત્રે વૃદ્ધિ પ્રાપ્ત થશે તેવું લાગી રહ્યું છે. ચીન પ્રેરીત આરસીઈપી કરારથી દુર રહેવાથી વૈશ્ર્વિક બજારમાં ભારત વ્યાપાર મુદ્દે મજબુત સ્થિતિમાં આવી શકશે. હાલ ભારતને ૩૦ લાખ કરોડ રૂપિયાની વૈશ્ર્વિક ખાદ્યનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે યુરોપીયન દેશ અને અમેરિકા સાથે વ્યાપાર સંધી થતાની સાથે જ જે ખાદ્યનો સામનો ભારત દેશ કરી રહ્યું છે તેમાંથી તેને મુકિત મળી શકશે. રોજગારી, પ્રોડકટીવીટી, ગુણવતા આ તમામ ક્ષેત્ર માટે ચાઈના બાદ ભારત સૌથી મોટો વિકલ્પ હોવાનું સામે આવ્યું છે ત્યારે એ વાતની પણ સ્પષ્ટતા થાય છે કે, અમેરિકા અને યુરોપીયન દેશોની વૈશ્ર્વિક બજારમાં ભારતને ઘુસ મારવાનો માર્ગ મોકળો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવી રહ્યું છે કે જે આરસીઈપી કરાર કરવામાં નથી આવ્યો તેનાથી લાખો રોજગારીની તકો ઉભી થશે અને યુવાનોની રોજગારી પણ સુરક્ષિત નિવડશે. ભારત દેશને જે રીતે વૈશ્ર્વિક સ્તર પર અમેરિકાની યુરોપીયન દેશો સાથે વેપાર કરવાની તક મળી છે ત્યારે જોવાનું એ રહ્યું કે ભારતનાં ઉધોગકારો આ તકને કેવી રીતે ઝડપી શકે તેમ છે જો આ તક દેશ ઝડપવામાં સફળતા પ્રાપ્ત કરશે તો ઘણી ખરી આર્થિક સમસ્યાનો અંત પૂર્ણત: આવી શકશે.
ચીને મંગળવારે કહ્યું છે કે તે ક્ષેત્રીય વ્યાપક આર્થિક ભાગીદારી (આરસીઈપી) સમજૂતીમાં સમવિષ્ટ નહીં થવાના મામલે ભારત તરફથી ઉઠાવાયેલા મુદ્દાઓના સમાધાન માટે પરસ્પર સમજ અને સામંજસ્યના સિદ્ધાંતનું પાલન કરશે. ચીને એ પણ કહ્યું કે તે ઈચ્છે છે કે ભારત સમજૂતી સાથે જલદી જોડાય, જેનું તે સ્વાગત કરશે. નોંધનીય છે કે ભારતના ડોમેસ્ટિક ઉદ્યોગોના હિતથી જોડાયેલી મૂળ ચિંતાઓનું સમાધાન ન હોવાના કારણે ભારતે આરસીઈપી સમજૂતીથી બહાર રહેવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૬ દેશોના આરસીઈપી સમૂહના શીખર સંમેલનમાં સોમવારે કહ્યું છે કે ભારતનો આ સમજૂતીમાં સમાવેશ નહીં થાય. ભારતના આ નિર્ણયથી ચીનના દુનિયાના સૌથી મોટા મુક્ત વ્યાપાર ક્ષેત્ર બનવાને ઝટકો લાગ્યો છે. મોદીએ કહ્યું કે,આરસીઈપી સમજૂતી હાલના સ્વરુપમાં તેની મૂળ ભાવના અને તેના સિદ્ધાંતોને સારી રીતે અનુસરતું નથી. જેમાં ભારત દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ અને ચિંતાઓનું પણ સંતોષજનક રીતે સમાધાન થયું નથી. આવી સ્થિતિમાં ભારત માટે આરસીઈપી સમજૂતીમાં રહેવું શક્ય નથી. ભારત અન્ય દેશોના બજારમાં વસ્તુઓની પહોંચ સાથે ડોમેસ્ટિક ઉત્પાદનોના હિતના સામાનોની સૂચી મુદ્દાને ઉઠાવતું રહ્યું છે. એવું માનવામાં આવ્યું છે કે આ સમજૂતીના અમલમાં આવ્યા પછી ચીનના સસ્તા કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદન ભારતીય બજારમાં છવાઈ જશે. સસ્તા ચીની સામાનની ચિંતાના કારણે ભારતના આરસીઈપી સમજૂતીથી નહીં જોડાવા વિશે પૂછાતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે મંગળવારે પત્રકારોને જણાવ્યું કે અમે ભારતના સમજૂતીથી જોડાવાનું સ્વાગત કરીશું.
તેમણે કહ્યું કે,આરસીઈપી ખુલ્લું છે. અમે ભારત તરફથી ઉઠાવાયેલા મુદ્દાના સમાધાનને લઈને પરસ્પર સમજ અને સામંજસ્યના સિદ્ધાંતનું અનુકરણ કરીશું. અમે તેના યથાયોગ્ય સમજૂતીથી જોડાવાના નિર્ણયનું સ્વાગત કરીશું. પ્રવક્તાએ કહ્યું કે આરસીઈપી ક્ષેત્રીય વ્યાપાર સમજૂતી છે અને દરેક સંબંધિત પક્ષ માટે લાભદાયી છે. નોંધનીય છે કે બેંગકોકમાં આસિયાન દેશોના સંમેલન દરમિયાન આરસીઈપી સમજૂતી પણ એક મોટો મુદ્દો હતું. ભારતની માંગો પર સહમતિ ન બનવાના કારણે અહીં અનેક દેશ ચીનની તરફ તો કેટલાક ભારત તરફ જોવા મળ્યા હતાં. મલેશિયાએ પહેલાની જેમ જ ચીનનો સાથ આપ્યો અને કહ્યું કે ચીનની પ્રાથમિકતા જરુરી છે. ભારતનું કહેવું છે કે આ સમજૂતીમાં કોઈ એક દેશની પ્રાથમિકતા અન્યને નુકસાન પહોંચાડી શકે છે.
તાજેતરમાં એશિયાના ૧૬ મોટા દેશો સાથેના સૌથી મોટા વેપાર કરાર રિઝનલ કોમ્પ્રિહેંસિવ ઈકોનોમિક પાર્ટનરશિપ સાથે જોડાવવાથી ભારતે ઇન્કાર કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૬ દેશોન આરસીઈપી ગ્રુપના શિખર સમ્મેલનમાં સોમવારે કહ્યું કે ભારત આ કરારમાં સામેલ નહીં થાય. ભારતના આ એક નિર્ણયથી દુનિયામાં સૌથી મુક્ત વેપાર ક્ષેત્ર બનવાની ચીનની કોશિશોને મોટો ઝાટકો લાગ્યો છે. પરંતુ હવે ચીને આ આરસીઈપી મુદ્દે નમતું મૂક્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ ચીને મંગળવારે કહ્યું કે આરસીઈપી કરારમાં સામેલ ન થવા મામલે ભારત તરફથી ઉઠાવવામાં આવેલ મુદ્દાઓ અને સમસ્યાઓના ઉકેલ માટે આપસી સંમતિ અને સંપના સિદ્ધાંતનું પાલન કરવામાં આવશે.
ઉપરાંત ચીને કહ્યું કે તે ઇચ્છે છે કે ભારત આ કરાર સાથે જલ્દી જોડાય અને તેનું સ્વાગત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ કરાર સાથે જોડાતા પહેલા ભારતે ઘરેલું ઉદ્યોગોના હિતથી જોડાયેલ મૂળ ચિંતાઓના ઉકેલ ન હોવાના કારણે છઈઊઙ કરારથી બહાર રહેવાનો નિર્ણય કર્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ બેન્કોકમાં આસિયાન દેશોના સમ્મેલન દરમિયાન આરસીઈપી કરાર એક મોટો મુદ્દો રહ્યો. ભારતની માંગો પર સંમતિ ન બનતા કેટલાક દેશ ચીન તરફ તો કેટલાક દેશ ભારત તરફ થતા નજરે આવ્યા હતા. મલેશિયાએ પહેલાની જેમ જ ચીનનો સાથ આપ્યો અને કહ્યું કે ચીનની પ્રધાનતા જરૂરી છે. જ્યારે ભારતે જવાબ આપતા કહ્યું કે આ કરાર માટે એક દેશની પ્રધાનતા બીજા અન્ય દેશોને નુકસાન પહોંચાડી શકે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબુક પેજ અબતક મીડિયા લાઈક કરો: https://www.facebook.com/abtakmedia/
ભારત દેશ જે રીતે ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે તે જોતાં એ વાત નિશ્ર્ચિત છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે અર્થવ્યવસ્થા મજબુત કરવા અને તેમનાં દ્વારા જે ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીનું સ્વપન જોવામાં આવ્યું છે તે માત્રને માત્ર ત્યારે જ સફળ થશે જયારે વૈશ્ર્વિક સમુદાયમાં ભારતની ચીજ-વસ્તુઓની આયાત અને નિકાસ થશે. યુરોપીયન સંઘ અને અમેરિકા માટે ચાઈના સૌથી મોટો ચિંતાનો વિષય હતું જે રીતે અમેરિકા અને ચાઈના વચ્ચે ટ્રેડવોર ચાલી રહ્યા હતા તેને જોતા ભારત ચીનની સરખામણીમાં અમેરિકા અને યુરોપીયન સંઘનાં દેશો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
ભારતે ૩ લાખ કરોડની ખાદ્ય પુરી કરવા અમેરિકા અને યુરોપીયન દેશ સાથે વ્યાપારીક સંબંધો મહત્વપૂર્ણ નિવડશે
વૈશ્ર્વિક સ્તર પર ભારતે આશરે ૩ લાખ કરોડ રૂપિયાની ખાદ્ય ટ્રેડ માટે ઉભી થઈ રહી છે ત્યારે ખાદ્યમાંથી બહાર નિકળવા માટે દેશ જે રીતે આગળ વધી રહ્યું છે અને એશિયન દેશની સાથોસાથ ફ્રી ટ્રેડ દેશો દ્વારા જે આરસીઈપી કરારનો પ્રસ્તાવ ભારત સામે મુકવામાં આવ્યો હતો તેને જોતા ભારતે જે રીતે હસ્તાક્ષર કરવા પર નનૈયો ભણ્યો તે ક્ષણથી જ જાણે ભારતીય દેશ માટે વ્યાપાર સંધી માટે માર્ગ મોકળો થયો હોવાનું સામે આવી રહ્યું છે. હાલની પરિસ્થિતિ પર જો અવલોકન કરવામાં આવે તો અમેરિકા અને ચાઈના વચ્ચે ટ્રેડવોર ચાલી રહ્યો છે જેને લઈ બંને દેશોની આર્થિક સ્થિતિને ખુબ જ મોટી માઠી અસર પહોંચી છે. જે રીતે અમેરિકા દ્વારા ઈમ્પોર્ટ ડયુટીમાં વધારો કરવામાં આવ્યો તેનાં વળતા જવાબમાં ચાઈના દ્વારા પણ ટેરીફમાં અનેકગણો વધારો ઝીંકાયો હતો. ચાઈનામાંથી યુ.એસ જે ચીજ-વસ્તુઓની આયાત કરી રહ્યું છે તેમાં ટેરીફ વધવાનાં કારણે આશરે ૯૫ બિલીયન ડોલર જેટલો ઘટાડો જાન્યુઆરી અને જુન માસમાં જોવા મળી રહ્યો છે.
ગત ૧૬ માસથી અમેરિકા અને ચાઈના વચ્ચે ટ્રેડવોર ચાલી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે અનેક વખત આશાની કિરણો સેવાઈ હતી કે સમય જતા પરિસ્થિતિમાં અનેકગણો સુધારો જોવા મળશે. જો સમય સુચકતાના અભાવે બંને આર્થિક દેશોની સ્થિતિમાં સુધારો નહીં આવે તો ૫૦૦ બિલીયન ડોલર રકમની ચીજ-વસ્તુઓને માઠી અસર પહોંચશે જેનાથી અમેરિકા અને ચાઈનાની અર્થવ્યવસ્થા પણ પ્રભાવિત થશે. ચાઈના દ્વારા અમેરિકામાં નિકાસ કરવામાં આવતી ચીજ-વસ્તુઓ ભારે ટેરીફનાં પગલે જાન્યુઆરી અને જુન માસમાં ૯૫ બિલીયન ડોલર જેટલું નીચે આવ્યું હતું જે ૨૦૧૮માં ૧૩૦ બિલીયન ડોલર રહેવા પામ્યું હતું. તજજ્ઞોનું માનવું છે કે, જે રીતે અમેરિકાએ ચાઈના ઉપર જે રીતે ટેરીફમાં વધારો કરવામાં આવવાથી ચાઈના અને અમેરિકાની અર્થવ્યવસ્થાને માઠી અસર પહોંચી છે. અમેરિકાની અર્થવ્યવસ્થા મંદ પડવાનું કારણ એ છે કે, ગ્રાહકોએ કોઈપણ ચીજ-વસ્તુઓની ઉંચા ભાવે ખરીદી કરવી પડે છે જયારે ચાઈનાની અર્થવ્યવસ્થા નબળી પડવાનું કારણ તેનાં નિકાસમાં નુકસાની પહોંચવાનું સામે આવ્યું છે ત્યારે આ તમામ પરિસ્થિતિને જોતા એ વાત સ્પષ્ટ થાય છે કે, ચાઈના સાથેનાં વ્યાપારીક સંબંધોનાં કારણે અમેરિકા દ્વારા ઘણું ખરું વેઠવું પડયું હતું જેથી તેમનાં માટે ચાઈના બાદ સૌથી મોટો વિકલ્પ અન્ય કોઈ દેશ નહીં પરંતુ ભારત દેશ હોવાનું માનવામાં આવી રહ્યું છે જો ભારત દેશને આ તક પ્રાપ્ત થાય તો દેશની જે ૩ લાખ કરોડની ખાદ્ય વેપારમાં ઉભી થઈ રહી છે તે પણ નહીં થાય અને દેશની અર્થવ્યવસ્થામાં અનેકગણો સુધારો જોવા મળશે.
RCEPકરાર ન કરતા ભારત માટે રોજગારીની વિશાળ તકો ઉભી થશે !
આરસીઈપી કરાર ન કરતા ભારતે તેની અર્થવ્યવસ્થાને મજબુત કરવા માટેનાં દ્વાર ખોલી નાખ્યા હોય તેવું લાગી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આરસીઈપી કરારનો નનૈયો કર્યા બાદ એ વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે, ભારતનાં યુવાનોને રોજગારીની વિશાળ તકો સાંપડશે અને જો કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યો હોય તો લાખો રોજગારીની તકોને તેની માઠી અસર પહોંચવાની હોત.
આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવતાં કહ્યું હતું કે, ભારત આગામી દિવસોમાં સૌથી મોટો ફ્રી ટ્રેડ એરીયા બનાવવા તરફનાં પગલા માંડી રહ્યું છે. સાથોસાથ ડયુટી ફ્રી ઈમ્પોર્ટેડ ગુડઝ અને ભારતમાં વધુને વધુ રોજગારીની તકો ઉભી થાય જેથી દેશની અર્થવ્યવસ્થાને મદદરૂપ થઈ શકવા હોવાનું પણ તેમનાં દ્વારા જણાવવામાં આવ્યું હતું.
જો વૈશ્ર્વિક સ્તર પર ભારતને તેનો સાથ સહકાર મળી રહેશે તો આગામી દિવસોમાં દેશમાં અનેકવિધ નવા રોકાણો પણ આવશે અને જે રીતે વડાપ્રધાન મોદી દ્વારા પાંચ ટ્રિલીયન ડોલર ઈકોનોમી અને ૮ ટકા જીડીપી ગ્રોથને હાંસલ કરવા માટે જે મહેનત કરવામાં આવી રહી છે તેને પણ પરીપૂર્ણ કરાવી શકાશે. ચાઈના બાદ ભારત એકમાત્ર વૈકલ્પિક સૌથી મોટી અર્થવ્યવસ્થા છે જે રોજગારી, અર્થવ્યવસ્થાને બેઠી કરવી માટે મદદરૂપ સાબિત થશે ત્યારે દેશ માટે આરસીઈપી કરાર ન થવાથી ભારતને અનેકવિધ રીતે લાભો સાંપડયા છે.