જંકશન પ્લોટ-૧૫માં આહુજા સિઝન સ્ટોર ધરાવતા જયકિશનભાઈ બોધુમલ આહુજાનું ૬૨ વર્ષની નાની વયે ટુંકી બિમારી બાદ ગઈકાલે નિધન થતા પરિવારજનો ઉપરાંત જંકશન પ્લોટ વેપારી મંડળમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે.
જંકશન પ્લોટમાં બિઝનેસ કરતા જયકિશનભાઈ આહુજા જંકશન પ્લોટ વેપારી મંડળમાં મોટુ નામ ધરાવતા હતા. દરેક સેવાકાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા હતા. સિંધી સમાજમાં પણ આગવું સ્થાન મેળવ્યું હતું. આહુજા સીઝન સ્ટોર અને આઈસ્ક્રીમ પાર્લરના માલિકનું અવસાન થતા તેના શોકમાં આજરોજ જંકશન પ્લોટ વેપારી મંડળે સવારથી બપોર સુધી તમામ દુકાનો સ્વયંભૂ બંધ રાખી હતી. જંકશન પ્લોટ બજાર બંધ રાખી સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
જેમનું બેસણું આવતીકાલે તા.૨૨/૯ને મંગળવારના રોજ સાંજે ૪ થી ૬ કલાક દરમ્યાન આંબલીયા હનુમાન, ગુરૂમંદિર પાસે રાખવામાં આવ્યું છે.