ધારાસભ્ય વસોયા, ચાવડાની આગેવાનીમાં લડતના મંડાણ:જો પાણી નહીં આપવામાં આવે તો સૌરાષ્ટ્રભરના ધારાસભ્યોની હાજરીમાં આવનારા દિવસોમાં ખેડુત સંમેલન
ઉ૫લેટા ધોરાજી- માણાવદર વિસ્તારના ભાદર-ર સિંચાઇ કમાન્ડર એરીયામાં આવતા ખેડુતો પાસેથી પાંચ પાણીના પૈસા લઇ લીધેલ હોવા છતાં ખેડુતોને બે પાણી આપી સરકાર દ્વારા પાણી નહી આપવાના નિર્ણય કરાતા ખેડુતોમાં ઉગ્રપડઘા પડયા છે.
ઉપલેટા-ધોરાજી – માણાવદર વિસ્તારનાખેડુતો જે ભાદર-ર ડેમ સિંચાઇ કમાન્ડર એરીયામાં આવે છે તેવા ખેડુતોની ૧૧,પ૦૦ વિઘા જમીન ઉ૫ર પાણી આપવાના વાયદા કરી ખેડુતો પાસેથી પાંચ પાણીના પૈસા લઇ લીધેલ હતા પાંચ પાણી મળવાની આશા એ ખેડુતોએ અગીયાર હજાર કરતા વધુ વિઘામાં કરોડો રૂપિયાના ખર્ચ કરી વાવેતર કરી દીધેલ હતું ખેડુતોને બે પાણી મવ્યા બાદ અચાનક પાણી બંધ કરી દેવાતા ખેડુતોએ કલેકટર,સિંચાઇ મંત્રી, સિંચાઇ કચેરીએ સહીતનાઓને રજુઆતોકરી પાણી આપવા માંગણી કરેલ પણ સરકાર દ્વારા કોઇ જ જવાબ નહી મળતા ખેડૂતોમાં રોષ ફેલાઇ ગયો હતો.
ખેડુતોને સિંચાઇ માટે અચાનક પાણી બંધ કરી દેેવાતા ધોરાજી- ઉ૫લેટા માણાવદરના ખેડુનોને સ્થાનીક ધારાસભ્યને રજુઆત કરતા તાત્કાલીક ઉપલેટાના ધારાસભ્ય લલીતભાઇ વસોયા માણાવદરના ધારાસભ્ય જવાહરભાઇ ચાવડાએ ઉપલેટા ખાતે મીટીંગ બોલાવી સિંચાઇ વિભાગની કચેરીને તાળા બંધ કરવાનો નિર્ણય કરતાં જ તંત્ર હરકત આવી સરકીટ હાઉસ ખાતે મીટીંગમાં જ ધારાસભ્યો લલીતભાઇ વસોયા અને જવાહરભાઇ ચાવડા સહીત ૧૦૦ જેટલા ખેડુતોની અટકાયત કરતા આખો દિવસ વાતાવરણ તંગ રહેવા પામેલ આ તકે ધોરાજી-ઉપલેટા-જેતપુર સહીતના પોલીસ કાફલો શહેરમાં બંદોબસ્ત માટે ખડકી દેવામાં આવેલ મોડી સાંજે બન્ને ધારાસભ્યોઅને આગેવાનો ખેડુતોને છોડી મુકવાનો નિર્ણય કરાતા ખેડુતો અને ધારાસભ્યોને આખો દિવસ કોઇપણ જાતના ગુના વગર ગોંધી રખાતા ખેડુતોમાં રોષ ફાટી નીકળેલ હતો આ તકે એક ખેડુત આગેવાન અને ભાજપના હોદેદારો નામ ન આપવાની શરતે જણાવેલ કે ભાજપને ખેડુતોના મત જોતા હોય તો તરત જયાદ આવે આજે સરકાર અને અધિકારીઓની ભૂલ હોવા છતાં ખેડુતના પ્રશ્ને એક પણ ભાજપનાં આગેવાને કેમ કાંઇ બોલવા તૈયાર નથી તેવો સવાલ કરેલ હતો.
ખેડુતો હાલમાં પાણી વગર અગીયાર હજાર પાંચસો વિઘા જમીનમાં કરોડો રૂપિયાના ખર્ચ કરી વાવેતર કરી દીધેલ છે તે પાણીના અભાવે આગામી દિવસોમાં સંપૂર્ણ પાક નિષ્ફળ થઇ જાય તેમ છે ત્યારે પૈસા લઇ લીધેલ હોવા છતાં પાણી નહી આપવાના રાજય સરકારના નિર્ણયના વિરોધમાં ઉપલેટાના ધારાસભ્ય લલીતભાઇ વસોયા, માણાવદરના ધારાસભ્ય જવહરભાઇ ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ લાખાભાઇ ડાંગરની આગેવાનીમાં આવતીકાલે સવારે ૧૦ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી બાવલા ચોકમાં ધરણાના કાર્યક્રમ રાખવામાં આવેલ છે ત્યારબાદ મામલતદારને એક આવેદન પત્ર સુપ્રત કરવામાં આવશે જો આ છતાં કોઇ કાર્યવાહી કરવામાં નહી આવે તો આગામી દિવસોમાં સૌરાષ્ટ્રભરના કોંગ્રેસના ધારાસભ્યોની હાજરીમાં ખેડુતોનું મહાસંમેલન યોજવામાંઆવશે. અને જયાં સુધી પાણી નહી છોડવામાં આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવામાં આવશે.
આવતીકાલના ખેડુતના ધરણાના કાર્યક્રમને લઇ તંત્રમાં ભારે દોડાધામ મચી જવા પામેલછે. ખેડુતોમાં પોતાના હક માટે નવાજુની કરવાના મુડમાં હોય ત્યારે આવતીકાલના કાર્યક્રમ અંગે તંત્ર દ્વારા કોઇપણ જાતની કચાસ કરવામાં નહી આવે તેવું વર્તાઇ રહ્યું છે. ત્યારે આવતીકાલે
ખેડુતો અને તંત્ર વચ્ચે ભારે લડતના મંડાણ થઇ રહ્યા છે.
ખેડુતોના હામી કહેવાતા નેતાઓ ગુમ
છાશવારે ખેડુતો નામે મામલતદાર કચેરી સહીતના સરકારી કચેરીઓ સામે આંદોલન કરી ગણ્યા ગઠયા ખેડુતોને સાથે રાખી રસ્તાઓ પર આવતા ખેડુત નેતાઓ આજે જયારે કરોડો રૂપિયાના પાક સુકાઇ રહ્યોછે. ત્યારે બીન રાજકીય ખેડુત આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે ખેડૂતોના હામી કહેવાતા નેતાઓ ચૂપ કેમ છે તેવો ગ્રામ્ય વિસ્તારના ખેડુતો સવાલ ઉઠાવી રહ્યા છે.