બાંટવામાં મળેલી મીટીંગમાં લેવાયો નિર્ણય
ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળ ની સાતમાં પગાર તથા રોજમદારોને કાયમી કરવાની માંગ સાથે સાત જીલ્લા ની ૪૨ નગરપાલિકા ની મીટીંગ આજે બાંટવા ખાતે મળી હતી.
ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા ગુજરાત સરકારમાં રજૂઆત કરેલ રાજયની ૧૬૨ નગરપાલિકા માં સાતમા પગાર પંચ ની માંગ તેમજ ધણા લાંબા સમયથી રોજમદારોને કાયમી કરવા બાબત સાત મુદ્દાની માંગણીઓને ગુજરાત સરકારશ્રી માં કોઇ હકારાત્મક નિર્ણય નહી થવાથી અચોકકસ મુદ્દતની હડતાલ પર જવા માટે અમરેલી. ગીરસોમનાથ. બોટાદ. ભાવનગર. જુનાગઢ. જામનગર. પોરબંદર તથા દેવભુમિ દ્વારકા જીલ્લા ની કુલ ૪૨ નગરપાલિકા આગેવાનો પ્રતિનિધિ બાંટવા નગરપાલિકાના ટાઉન હોલ માં મીટીંગ યોજાઇ હતી. આ કાર્યક્રમ મા અતિથિ વિશેષ મહામંડળ ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ઝાલા. ઉપ પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા. પરેશભાઈ અંજારીયા. સહીત ૪૨ નગરપાલિકા ના કર્મચારી યુનીયન ના પ્રતિનિધિ હાજર રહેલ.
આ મહત્વની મીટીંગ માં તમામ નગરપાલિકા ના કર્મચારીઓ એક થય યુધ્ધ એજ કલ્યાણ ના સુત્ર ને સાર્થક કરવા આક્રમક થય સરકાર દ્વારા થતા અન્યાય સામે નગરપાલિકા તા વીસ જુલાઇ થી અચોકકસ મુદત સુધી હડતાલ મા જોડાવા તથા જયા સુધી તમામ માંગણી નુ હકારાત્મક નિવારણ ન આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની છે અને તમામ નગરપાલિકા એ સમગ્ર ગુજરાત માં લાઇટ . પાણી. તથા સફાઈ જેવી આવશ્યક સેવાઑ પણ બંધ રાખવા આ મીટીંગમાં જણાવવામાં આવેલ હતુ.
આ મીટીંગ ને સફળ બનાવવા બાંટવા નગરપાલિકા કર્મચારી યુનીયન પ્રમુખ કે.ડી. કોડીયાતર તથા મહામંત્રી ગીરીશભાઈ હેદપરા. તથા મંત્રી વીભાભાઇ પરમાર તથા નગરપાલિકા ના તમામ કર્મચારી ગણે ભારે જેહમત ઉઠાવી હતી.