રાજ્યની ભાજપ સરકારના 121 દિવસના શાસનની સિદ્વિઓ બદલ અભિનંદન પાઠવતા રાજુભાઇ ધ્રુવ
અબતક-રાજકોટ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વર્તમાન સરકાર કાર્યરત થયાને 121 દિવસ એટ્લે કે ચાર મહિના જેટલો સમય પસાર થઈ ગયો છે અને આ ચાર મહિનાના સુશાસન દરમિયાન સરકારે અનેક સિધ્ધિઓ પ્રાપ્ત કરી છે એટલું જ નહીં પરંતુ કોરોના વેકસીનેસન માં દેશ માં ગુજરાતનું ગૌરવ પણ વધાર્યું છે તેમ સૌરાષ્ટ્ર ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવે એક નિવેદનમાં જણાવ્યું છે. ગુજરાત પ્રત્યે વિશેષ અને અપાર લાગણી ધરાવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કુનેહભર્યા માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભાઇ પટેલના નક્કર – નિર્ણાયક નેતૃત્વથી ભાજપ સરકારે ચાર મહિનામાં જ વિકાસની આગવી કેડી કંડારી હોવાનું જણાવી અભિનંદન આપ્યા છે.
રાજુભાઇ ધ્રુવે કહ્યું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જનતા જનાર્દનની સેવા કરવાની તેમની ટીમને મળેલી તક અને રાજ્યની વિકાસયાત્રાને તેજોમય બનાવવાની પરિશ્રમ યાત્રાની સફળતાનો શ્રેય ગુજરાતના સૌ નાગરીકોના ચરણે ધરીને તેમનું ગૌરવ વધાર્યું છે.
રાજુભાઇ ધ્રુવે જણાવ્યુ છે કે, રાજ્યમાં અઢી દાયકા કરતાં પણ વધુ સમયના શાસન દરમિયાન ભાજપની સરકારોએ કંડારેલી સુશાસનની કેડી પર ચાલતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભાઇ પટેલ અને તેમના મંત્રીમંડળના સભ્યોએ સૌને સાથે રાખી, સૌ માટે, સૌ સંગાથે ચોતરફા વિકાસ માટેનો સંકલ્પ સાકાર કરવાની નેમ રાખી છે જે આવનારા દિવસોમાં ગુજરાતને એક નવી ઊંચાઈઓ ઉપર લઈ જશે. શાસન દાયિત્વ સંભાળ્યાના પહેલા જ દિવસથી તેમની સમગ્ર ટીમે લોકપ્રશ્નો જન સમસ્યાઓને સરકાર સુધી પહોચાડવાના દરવાજા ખુલ્લા કરી દીધા છે. રાજુભાઇ ધ્રુવે એમ પણ જણાવ્યુ છે કે, ભાજપ સરકારે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો ધ્યેય સાકાર કરવાના મંત્ર સાથે કૃષિ, ઊદ્યોગ,સેવા,સમાજ કલ્યાણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતે 121 દિવસ દરમ્યાન કરેલી પ્રગતિની નોંધ ભારત જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે લેવામાં આવી છે, જે 6 કરોડ ગુજરાતીઓ માટે ગૌરવ લેવા જેવી બાબત છે. ભૂપેન્દ્ર્ભાઇ પટેલના નેતૃત્વમાાંં ભાજપની સરકારે 121 દિવસના જનહિતકારી શાસન દરમ્યાન લોકાભિમુખ વહિવટ અને લોકોના કામોનાં સરળીકરણના અનેકાનેક નિર્ણયો કર્યા છે, તેમણે જણાવ્યુ છે કે, કોરોનાનું સંકટ હોય કે કુદરતી આફતનો કહેર, પ્રજાની પડખે રહી તેને હૂંફ અને સધિયારો આપવાના સેવાધર્મથી ભાજપની સરકાર સતત દિનરાત ખડેપગે રહી છે. રાજ્યમાાંં 10 કરોડ જેટલા કોરોના વેક્સિન ડોઝનું રક્ષાકવચ નાગરિકોને આપવામાં આવ્યું છે. પ્રતિ 10 લાખ વ્યક્તિએ વેક્સિન ડોઝમાં ગુજરાત અગ્રેસર છે. રાજ્યમાં બિનચેપી રોગોની સારવાર- નિદાન માટેનું સ્ક્રિનિંગથી સારવાર સુધીનું મહાઅભિયાન હાથ ધર્યું છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નૂકશાન સામે બે તબક્કામાં 1 હજારથી વધુ કરોડના સહાય પેકેજનો લાભ અસરગ્રસ્ત 1530 ગામના 5.06 લાખ ખેડૂતોને અપાયો છે તેની અને માછીમારો માટે 265 લાખના સહાય પેકેજ પણ આપ્યા છે.
ભાજપ સરકારે પ્રજાલક્ષી લોકહિતના કરેલા નિર્ણયો- પગલાંઓની છણાવટ કરતાં રાજુભાઇ ધ્રુવે ઉમેર્યું છે કે, ઓનલાઇન આર.ટી.આઇ. પોર્ટલ લોંચ કરીને જનતાના પ્રશ્નો પ્રતિ સરકારે સજાગ વલણ અપનાવ્યું છે. મહેસૂલી સેવાઓનું સરળીકરણ કરીને 3.63 લાખ નાગરિકો માટે ય-તશલક્ષથી મહેસૂલ રેકર્ડ ઉપલબ્ધ બનાવવામાં આવ્યું છે. નિયત સરકારી સેવાઓમાં એફિડેવિટમાંથી મુક્તિ આપી સેલ્ફ ડેકલેરેશન માન્ય રાખવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. ડિજીટલી પ્રમાણિત પ્રોપર્ટીકાર્ડ ઓનલાઈન નાગરિકોને આપવાનો નિર્ણય કર્યો છે. બિનખેતી હુકમોની મંજૂરી બાદ બાંધકામ અંગેની સમયમર્યાદા દૂર કરી છે. લેન્ડ રેવન્યૂ કોડની કલમ-73 એએની મંજૂરી પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે. સરકારના વિભાગો વચ્ચે સંકલન માટે ઈ-સરકાર પોર્ટલનો પ્રારંભ. PMJAY-MA
યોજનાના લાભાર્થીને તલાટી દ્વારા અપાતા આવકના પ્રમાણપત્રો ત્રણ વર્ષ સુધી માન્ય રાખવાનો મહત્વનો નિર્ણય પણ વર્તમાન સરકારે કરેલો છે.