વિજયાલક્ષ્મી પંડ્યા, દીવ: સમગ્ર દેશમાં લોકોએ આનંદ ઉલ્લાસ સાથે ગણેશજીના વધામણાં કર્યા. ત્યારે સેલવાસ અને આજુબાજુના વિસ્તારમા પણ ગણેશોત્સવનો પ્રારંભ થઇ ચુક્યો છે. જેમાં ગણેશ ભક્તોએ મોટી સંખ્યામાં સરકારની ગાઈડલાઈન મુજબ કોવિડ-19ને ધ્યાનમા રાખી સોસીયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરી ઉત્સાહભેર પૂજા અર્ચના કરી હતી.આરતીના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું.
ગણેશજીની સ્થાપના થતા સેલવાસના ભસતા ફળિયામાં આવેલ સિધ્ધીવિનાયક ગણેશ યુવક મંડળ દ્વારા સવારે પૂજા કરી ભકિતભાવ સાથે ગણપતિની સ્થાપના કરાઈ હતી. ભાજપા પદાધિકારી આશિષ ઠક્કરના ઘરે પણ ગણપતિની મૂર્તિની સ્થાપના કરવામા આવી છે.સાથે વિવિધ સોસાયટીઓમા અને સેલવાસના અનેક ઘરોમા તેમજ આમલી ગાયત્રી મંદિર જ્યાં પોર્ટુગીઝ સમયથી ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે.ત્યાં પણ ગણપતિની સ્થાપના કરાઈ છે.
સેલવાસમાં નાના મોટી સોસાયટી મળી અંદાજે 250 જેટલા ગણપતિઓની સ્થાપના કરાઈ છે. જેમાં કોઈએ દોઢ દિવસના તો કોઈએ ત્રણ દિવસના તો કોઈ ગૌરિ વિસર્જનના દિવસે મૂર્તિનું વિસર્જન કરશે. બાકી રહેલા ગણપતિજીની મૂર્તિનું અનંત ચૌદસના દિવસે ભક્તિ ભાવ પૂર્વક વિશર્જન કરવામાં આવશે.