Abtak Media Google News
  • દેશભરમાં સ્કીન ઇન્ડિયા મિશન અંતર્ગત યુવાનોના કૌશલ્ય વિકાસ માટે અનેકવિધ યોજનાઓ કાર્યરત
  • રાજય સરકારે 10 હજારથી સ્ટાર્ટઅપને મદદ કરી રૂ.ર00 કરોડ વધુની નાણાકીય સહાય કરી
  • આજે વિશ્ર્વ યુવા કૌશલ્ય દિવસ

આદિકાળથી લઈને આજ સુધી, વિશ્વમાં બધી જગ્યાએ યુવાનોનો મહિમા કાયમ રહ્યો છે. યુવાનો એ દેશનું વર્તમાન હોય છે અને તેઓ દેશના ભવિષ્યને ઉજ્જવળ અને સોનેરી બનાવી શકે છે. પરંતુ તેના માટે યુવાનો કૌશલ્યથી ભરપૂર હોય તે જરૂરી છે. યુવાનોને કૌશલ્યવાન બનાવવાનું મહત્ત્વ વિશ્વના દેશો સમજે તથા તેને વધુ વેગ મળે તેવા હેતુથી સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ વર્ષ 2014માં 15મી જુલાઈને વિશ્વ યુવા કૌશલ્ય દિવસ (વલ્ર્ડ યૂથ સ્કીલ ડે) તરીકે જાહેર કર્યો છે.  ત્યારથી વિશ્વના વિવિધ દેશમાં આ દિવસની ઉજવણી થાય છે.

વર્ષ 2024ના વિશ્વ યુવા કૌશલ્ય દિવસની થીમ છે શાંતિ અને વિકાસ માટે યુવા કૌશલ્ય. સામાન્ય રીતે આ દિવસે યુનાઈટેડ નેશન્સ દ્વારા વિવિધ વિશેષ ઈવેન્ટ યોજવામાં આવે છે. ઉપરાંત અન્ય કાર્યક્રમો પણ થતા હોય છે. જે વિશ્વના બદલતા પરિદ્રશ્યમાં યુવાનોના કૌશલ્ય ઘડતરની દિશા પૂરી પાડે છે.

હાલમાં વિશ્વમાં એ.આઈ. (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)નું મહત્ત્વ વધ્યું છે અને એ.આઈ.ના કારણે વિશ્વમાં માત્ર ટેક્નોલોજી જ નહીં, પરંતુ અનેક બાબતો બદલાવા જઈ રહી છે. આથી ગ્લોબલ સ્કીલ એકેડમી દ્વારા 15મી જુલાઈએ એ.આઈ.સ્કીલ ફોર ધ ફ્ચૂયર વર્ક વિષય પર ઓનલાઈન સેશન યોજવામાં આવશે.

વર્તમાન સમય એ યુવાનોનો સમય છે. સમગ્ર વિશ્વમાં હાલમાં ભારત દેશમાં યુવાનોની સંખ્યા વધુ છે. વિશ્વ બેન્કના એક અંદાજ મુજબ, ભારતની આશરે કુલ 140 કરોડથી વધુની વસતીમાં 81 કરોડથી વધુ લોકો 35 વર્ષની નીચેના છે. આમ ભારત હાલ યુવાનોનો દેશ છે. સમગ્ર વૈશ્વિક પરિદ્રશ્યમાં ભારત દેશ ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે.

દેશના યુવાનોની શક્તિને પારખતા અને તેને કૌશલ્યવાન બનાવીને વિશ્વસ્તરે ભારતની પ્રગતિમાં યુવાનોની ભાગીદારી વધારવાના હેતુથી વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ 15 જુલાઈ, 2015ના રોજ દેશમાં સ્કીલ ઈન્ડિયા મિશન લોન્ચ કરતાં, પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના શરૂ કરાવી હતી.

ઉપરાંત યુવાનોને વ્યાપક રીતે કૌશલ્ય વિકાસની તકો મળી રહે તે માટે રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ (નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન)ની રચના પણ કરવામાં આવેલી છે. જેનો મુખ્ય ઉદ્દેશ મોટી સંખ્યામાં ભારતીય યુવાનોને ઉદ્યોગ-સંબંધિત કૌશલ્ય તાલીમ આપી, તેમને વધુ સારી આજીવિકા પ્રાપ્ત કરવા સક્ષમ બનાવવાનો છે. એન.એસ.ડી.સી. દ્વારા 3 કરોડ 44 લાખથી વધુ યુવાનોને વ્યાવસાયિક કૌશલ્યની તાલીમ આપવામાં આવેલી છે. ઉપરાંત પી.એમ. વિશ્વકર્મા, પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના, પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર, સીખો ઔર કામો, સ્પેસિફાઈ સ્કીલ વર્કર સહિતની વિવિધ યોજનાઓનો અમલ કરીને યુવાનોને લાભ પહોંચાડવામાં આવે છે.

આ ઉપરાંત વર્તમાન સમયમાં સ્કીલ ઈન્ડિયા મિશન અંતર્ગત 72થી વધુ વ્યાવસાયિક કોર્સિસ ચાલે છે, જેમાં ખેતી ક્ષેત્રે એગ્રિકલ્ચર ડ્રોન ઓપરેટરથી લઈને બ્યૂટી વેલનેસથી માંડીને અનેકવિધ કોર્સિસની માહિતી ઓનલાઈન તસશહહશક્ષમશફ મશલશફિંહ.લજ્ઞદ.શક્ષ/ભજ્ઞીતિયત પર ઉપલબ્ધ છે.

મહત્વનું છે કે, ગુજરાતના યુવાનો પણ પોતાનો કૌશલ્યવિકાસ કરીને ગુજરાતને વિકસિત બનાવવા સાથે વિકસિત ભારતના મિશનમાં પોતાનું યોગદાન આપી શકે તે માટે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સ્કીલ ડેવલમેન્ટ મિશન ચાલી રહ્યું છે. આ મિશન ગુજરાતમાં રોજગારીના દરમાં વધારો કરવા કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિક પ્રવૃત્તિઓનું નિરિક્ષણ, સંકલન અને ક્ધવર્ઝન્સ માટે સર્વોચ્ચ સંસ્થા તરીકે કામ કરે છે.

ગુજરાત રાજ્યમાં કૌશલ્ય વિકાસ તથા રોજગાર સર્જનને પ્રાધાન્ય આપવા ચાલુ વર્ષના બજેટમાં ગુજરાત સરકારે રૂપિયા 2659 કરોડની જોગવાઈ કરી છે. જેમાં આઈ.ટી.આઈ.ના નવા બાંધકામ તેમજ સુદ્રઢિકરણ માટે રૂપિયા 299 કરોડ જેવી માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે. અદ્યતન કુશળતા પ્રદાન કરવા હયાત પાંચ મેગા આઈ.ટી.આઈ. સાથે હવે છ વધુ આઈ.ટી.આઈ.ને મેગા આઈ.ટી.આઈ.માં રૂપાંતરિત કરવામાં આવશે. આ માટે રૂપિયા 187 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ગુજરાતના યુવાનો સેમિ ક્ધડક્ટર જેવા ઊભરતા ક્ષેત્રમાં પણ પોતાના કૌશલ્ય થકી આગળ વધે તે માટે ગુજરાત સરકારે, આંતર રાષ્ટ્રીય કંપની માઈક્રોનના સહયોગથી સાણંદ ખાતે સ્કૂલ ઓફ સેમિક્ધડક્ટરની સ્થાપના કરવા રૂપિયા 33 કરોડની જોગવાઈ બજેટમાં કરાઈ છે.

એટલું જ નહીં, વિદ્યાર્થીઓ ભણતાં ભણતાં પણ પોતે ઈનોવેટિવ આઈડીયા થકી સ્ટાર્ટ અપ શરૂ કરીને રોજગાર સૃજન કરતા થાય તે માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી અમલમાં મુકાયેલી છે.

રાજ્ય સરકારે 10 હજારથી વધુ સ્ટાર્ટઅપ્સને મદદ કરી છે અને રાજ્યમાં રૂપિયા 200 કરોડથી વધુની નાણાકીય સહાય સાથે રાજ્યભરમાં 210થી વધુ કેન્દ્રો અથવા ઈન્ક્યૂબેટરનું સર્જન કર્યું છે.  આ ઉપરાંત રાજ્યમાં અનેકવિધ યોજનાઓ સાથે ગુજરાત સરકાર યુવાનોના કૌશલ્યવર્ધન માટે પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે.

  • રૂ.1200ના નજીવા દરે કૌશલ્યા યુનિવર્સિટીમાં ડ્રોન પાયલટની ટ્રેનિંગ મળશે
  • ખેડૂતોને ડ્રોન પાયલટમાં નિપુણ બનાવવા સરકાર સજ્જ
  • ડ્રોન લેબમાં નિર્માણ પામેલા 100 ડ્રોનનો ઉપયોગ પાયલટ તાલીમમાં કરવામાં આવશે
  • કૌશલ્યા યુનિવર્સિટી દ્વારા જુદી જુદી 6 વિદ્યાશાખાઓ મારફતે સર્ટિફિકેટ કોર્સિસથી પી.એચ.ડી. કક્ષાના અભ્યાસક્રમો ચાલે છે

કૌશલ્ય સાથે શિક્ષણ’ના હેતુ સાથે રાજ્યના યુવાનોના કૌશલ્યને કેન્દ્રમાં રાખીને ‘સ્કિલ સ્માર્ટ’ અભ્યાસ થકી રોજગારી આપવાના ઉદ્દેશથી કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સ્કિલ ઇન્ડિયા’ના વિઝનને સાર્થક કરવામાં, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં નાગરિકોને સમયની માંગ અનુસાર કૌશલ્ય તાલીમ પ્રદાન થાય તેના માટે યોજનાબદ્ધ કામગીરી થઇ રહી છે. આ દિશામાં આગામી સમયમાં ગુજરાતમાં ખેડૂતો તથા ખેડૂત પુત્રોને નજીવા દરે ડ્રોન પાયલટની તાલીમ આપવાનું આયોજન છે. જેમાં ₹1200ના દરે ડ્રોન પાયલટની તાલીમ આપવામાં આવશે. હાલમાં યુનિવર્સિટી દ્વારા જુદી જુદી 6 વિદ્યાશાખાઓ મારફતે સર્ટિફિકેટ કોર્સિસથી પી.એચ.ડી. કક્ષાના અભ્યાસક્રમો ચાલે છે. આ પૈકી સ્કૂલ ઓફ ડ્રોન દ્વારા ડ્રોન ક્ષેત્રની સંપૂર્ણ કુશળતાને આવરી લેતા અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન, નવી દિલ્હી દ્વારા કૌશલ્યા યુનિવર્સિટીના અમદાવાદ ખાતે કાર્યરત ડ્રોન મંત્રા લેબને ડ્રોન ઉત્પાદન માટે ટાઈપ સર્ટિફિકેટ મળ્યું છે. આ પ્રકારનું પ્રમાણપત્ર મેળવનાર દેશની આ પ્રથમ યુનિવર્સિટી છે. ડ્રોન મંત્રા લેબ રાયપુર અમદાવાદ ખાતે 100 જેટલા ડ્રોનનું ઉત્પાદન પણ કરવામાં આવ્યું છે. જે ડ્રોનનું નિર્માણ કરવામાં આવ્યું છે તે સ્મોલ કેટેગરીનું ડ્રોન છે, જેને ‘કૌશલ્યા ડ્રોન’ નામ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને ડ્રોન નિર્માણ અંગે જરૂરી તાલીમ મળવાથી તેઓ આ ક્ષેત્રમાં સર્વાંગી અનુભવ મેળવી રહ્યા છે. યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત આ ડ્રોનનો ઉપયોગ રાજ્યના અન્ય જિલ્લોમાં ડ્રોન પાયલટ તાલીમની સુવિધા વિસ્તારવા માટે કરવામાં આવશે. અત્યારના સમયમાં ડ્રોનથી રાસાયણિક ખાતર/દવાના છંટકાવની કામગીરી કૃષિક્ષેત્રની માંગ છે. હાલની રૂઢિગત પરંપરા મુજબ પંપથી છંટકાવના કારણે ખેડૂતોના સ્વાસ્થ્યને વિપરીત અસર થાય છે. ડ્રોનથી છંટકાવના કારણે દવા અને ખાતરની બચત થાય છે તથા સમગ્ર ખેતરમાં જરૂરિયાત મુજબની માત્રામાં છંટકાવ થવાથી ખેત ઉત્પાદનમાં પણ વધારો જોવા મળે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.