વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માંન ધરાવતું ભારત કૃષિપ્રધાન દેશ ગણાય છે, કુલવસ્તીના એસી ટકાથી વધુ લોકો ગ્રામ્યવિસ્તારમાં વસે છે અને તેમાંથી મોટાભાગ ની વસતી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ખેતી સાથે સંકળાયેલી છે, પરંતુ આપણી ખેતી સંપૂર્ણપણે કુદરતી અને ચોમાસાના વરસાદ પર આધારિત હોવાથી દાયકામાં બે-ત્રણ વર્ષ વધુ કે ઓછા વરસાદના કારણે ખેતીની પેદાશની આવક અનિશ્ચિત હોવાના કારણે અર્થતંત્રનો મુખ્ય આધાર અને મોટાભાગની વસ્તી ની આવકનો મુખ્ય સ્ત્રોત હોવા છતાં ખેતીને ઉદ્યોગનો દરજ્જો મળતો નથી,
ટેકનોલોજી અને આધુનિકસંશોધનો એ ખેતી અને ખેડૂત ને વધુ સદ્ધર અને સંપત્તિવાન બનાવ્યા જ છેખેડૂતોને ટેકનોલોજી અને વધેલી આવક નો લાભ મળ્યો છે ,પરંતુ હવે વિશ્વના બદલાયેલા પર્યાવરણ અને વાતાવરણની અસર હેઠળ ભારતમાં વરસાદની બદલાયેલી પેટન ની સાથે સાથે ખેતીમાં પણ પાક પસંદગી માટેના પરિમાણોઅને જૂની પદ્ધતિ માં આમૂલ પરિવર્તન ની જરૂરિયાત ઊભી થઇ છે, છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસાની પરંપરાગત સાયકલમાં જૂનથી સપ્ટેમ્બર સુધીના વર્ષાચક્રમાં બદલાવ આવ્યો છે.
ચોમાસાના આરંભ અને અંતના સમયગાળામાં ફેરફાર થયો હોવાથી સો, બસો અને ત્રણસો દિવસની વયઆવરદાવાળા પાકની વાવણી થી લઇ ઉછેર અને પાક તૈયાર થાય ત્યાં સુધી નો સમયગાળામાં વરસાદની બદલાયેલી પેટર્ન ખૂબ જ અસર કરી રહી હોવાથી બદલાયેલા વર્ષાચક્ર અનુરૂપ ખેડૂતોએ સંશોધિત બિયારણ થી લઇ ખાતર નવા સંશોધનો અને પાક પસંદગીમાં ચોમાસા ની પેટન ના બદલાવને ધ્યાને રાખી ખેતીની પરંપરાગત ઢબ અને સમય પત્રકમાં મોટું પરિવર્તન સ્વીકારવાનો સમય પાકી ગયો છે,
ઋતુચક્રમાં આવેલા ફેરફારથી ક્યાંક વરસાદ વધ્યો છે કયાક ઓછો થયો છે, તથા વાવણીના બીપી સમયમાં ફેરફાર થયો છે ત્યારે ભારતના કૃષિ ક્ષેત્રમાં પાક પદ્ધતિ અને વાવેતર માં વ્યાપક વિવિધતા જોવા મળે છે, સમય પરિવર્તનશીલ છે ઋતુચક્ર બદલાયો છે ત્યારે હવે ખેડૂતોને વરસાદ ના બદલાયેલા મિજાજની સાથે તાલમેલ ખાય તેવા પાકની વાવણી માટે તૈયાર થવું પડશે, પિતા માંડવી વાવતા હતા પુત્રે પણ માંડવીમાં જપારંગત થવું પડે, કોઈ પરિવારને કપાસમાં લેણાદેવી હોય તો તેને કપાસની ખેતી મૂકવી ન જોઈએ…
એવી માન્યતા ને હવે સમય મુજબ બદલવાનો સમય આવી ગયો છે અને જેવું વાતાવરણ અને વરસાદ એવા પાકોન પસંદગી કરવા માટે ખેડૂતોએ તૈયાર થવાનો સમય આવી ગયો છે અને કુદરતના આ બદલાવને “અભિષાપ” નહીં પરંતુ “આશીર્વાદ”માં બદલવા માટે ખેડૂતની કોઠાસૂઝની હવે જરૂરી થઇ છે, જો ખેડૂત વર્ગ મોસમના બદલાયેલા મિજાજની નાડપારખીને વાવેતર કરતા શીખી જશે તો ખેડૂતો ની આવક બમણી નહીં, પરંતુ અનેક ગણી વધી જશે અને ખેતી આધુનિક યુગ માં પણ ઉત્તમ બની રહેશે તેમાં બેમત નથી