ચો…
પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી મેચની વાત કરીએ તો બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાની બોલરોએ તેમના નિર્ણયને ખોટો સાબિત કરી બાંગ્લાદેશને 45.1 ઓવરમાં 204 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. બાંગ્લાદેશની શરૂઆત સારી રહી ન હતી અને ટીમે પહેલી જ ઓવરમાં એક વિકેટ ગુમાવી દીધી હતી.
સેમિફાઇનલમાં પહોંચવાની પાકિસ્તાનની આશા જીવંત
આ પછી બાંગ્લાદેશને ત્રીજી ઓવરમાં બીજો ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ છઠ્ઠી ઓવરમાં ટીમની ત્રીજી વિકેટ પડી. આ રીતે બાંગ્લાદેશ એક પછી એક વિકેટ ગુમાવતું રહ્યું હતું. મિડલ ઓર્ડર બેટ્સમેન મહમુદુલ્લાહે ટીમ માટે 56 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી.જ્યારે પાકિસ્તાન બોલિંગમાં ખૂબ જ મજબૂત દેખાઈ રહ્યું હતું. ટીમ માટે ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી અને વસીમ જુનિયરે સૌથી વધુ 3-3 વિકેટ લીધી હતી. આ સિવાય હરિસ રઉફે 2 વિકેટ લીધી હતી. જ્યારે ઈફ્તિખાર અહેમદ અને ઉસામા મીરને 1-1 સફળતા મળી હતી. આ સાથે બાંગ્લાદેશ ને સાત વિકેટ એ માતા આપી સેમી ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે.
વાસ્તવિકતા એ છે કે ગઈકાલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ સિલેકટર અને પાકિસ્તાન ટીમના ભૂતપૂર્વ સુકાની ઈંઝમામ ઉલ હકકે સિલેકટરના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું અને તેના ભત્રીજા ઇમામ ઉલ હકકને પણ બાંગ્લાદેશ સામેના મેચમાં બહાર રાખવામાં આવ્યો હતો અને તેના સ્થાને ફકર ઝમાનને તક આપવામાં આવી હતી. ઓપનિંગ જોડીમાં બદલાવ આવતા ટીમનું મનોબળ મજબૂત થયું હતું. ઓપનરો દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બાંગ્લાદેશ સામે આસાન જીત મેળવી હતી. પરંતુ વાસ્તવિકતા એજ છે કે, પાક ક્રિકેટમાં ‘ રાજકારણે ‘ ઘોર ખોદી નાખી છે.
સોર્ટ બોલ રમવામાં શ્રેયસ ઐયર હરહંમેશ નિષ્ફળ : મિસબાહ ઉલ હક્ક
હાલ ભારતીય ટીમમાં શ્રેયસ ઐયરને લઇ ઘણા પ્રશ્નો ઉભા થયા છે અને હાર્દિક પંડ્યા ભરત ફરતા શ્રેયસ ઐયર ને ટીમમાં સ્થાન ન મળે તો પણ નવાઈ નહીં. ચોમેર એ જ ચર્ચા થઈ રહી છે કે ઐયર નું કાઉનડાઉન શરૂ થઈ ગયું છે અને હવે તેને ટીમમાં સ્થાન ન મળી શકે તો બીજી તરફ પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર મિસબા ઉલ હકે પણ જણાવ્યું હતું કે શ્રેયસ ઐયર હર હંમેશ શોર્ટબોલ રમવામાં નિષ્ફળ નીકળ્યો છે અને તેની અસર ભારતીય ટીમની બેટિંગ લાઇનઅપ ઉપર જોવા મળી છે. શ્રેયસ ઐયર ની જે નબળાઈ છે તે દરેક ટીમને ખ્યાલમાં છે અને તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેમાં ઐયર બહાર આવી શક્યો નથી તો બીજી તરફ સૂર્યકૂમારી યાદવ નું પ્રદર્શન ઐયર માટે પણ જોખમી સાબિત થયું છે.