- ભાજપ સરકાર દ્વારા રાજયમાં વહિવટદાર રાજને પ્રોત્સાહન: અમિત ચાવડા
રાજ્યમાં જ્યારે 156 ની બહુમતિવાળી સરકાર હોય, ડબલ એન્જીન હોય, અને બજેટ રજુ કરવામાં આવ્યું હોય તો પણ ગુજરાતની ગૃહિણીઓને 450 રૂપિયામાં ગેસની બોટલ ન મળ્યો. ગુજરાતીઑને ફક્ત ન્યુઝપેપરોમાં રાજસ્થાન સરકારની ગેસના બાટલાની જાહેરાતો જોઇને ખુશ થવું પડે છે. સરકારના કાલ્પનિક આંકડાઓથી વધતા જીડીપી માં જનતાને રસ નથી. પ્રજા જીડીપી એટલે, ગેસ – ડીઝલ – પેટ્રોલના વધતા ભાવોને કારણે જનતા બેહાલ છે. તેમ કોંગી ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યું હતુ.
છેલ્લા 5 વર્ષ માં ગુજરાતમાં 93,000 કિલો ડ્રગ્સ પકડાયું. રાજ્યમાં 19 લાખ લોકો ડ્રગ્સના બંધાણી બની ચુક્યા છે. 17 લાખ પુરુષો સામે 2 લાખ મહિલાઓ ડ્રગ્સની બંધાણી છે. દીકરા – દીકરીઓની દરેક પરિવાર ચિંતામાં હોય તેવી સ્થિતિ ગુજરાતમાં છે. હવે ગીફ્ટસિટીના નામે સરકાર દારૂબંધી હળવી કરી સરકાર હવે વિકાસના નામે પાછલા બારણે દારૂબંધીમાં છુટ્ટી આપવાની શરૂ કરી છે.
હવે તો નકલી ચલણી નોટ, નકલી પીએમઓ અધિકારી, નકલી સીએમઓ અધિકારી, નકલી ધારાસભ્ય, નકલી પીએ, નકલી સરકારી કચેરી, નકલી વિજીલન્સ ટીમ, નકલી પોલીસ, નકલી ટોલ નાકું, નકલી ચોખા – ઘી – દારૂ – સીરપ ચારે તરફ નકલી, નકલી અને નકલી જ….
રાજ્યમાં ઊભી થયેલી બેરોજગારીની સ્થિતિની વાસ્તવિકતા તરફ ધ્યાન આપતા જોવા મળ્યું કે રાજ્યમાં શિક્ષણનું ખાનગીકરણ – વેપારીકરણ થયું છે. મોંઘુ શિક્ષણ મેળવી લાખો યુવાનો, બેરોજગારો, સરકારમાં લાખો પદ ખાલી હોવા છતાં કાયમી ભરતી કરવામાં આવતી નથી, ઝઊઝ-ઝઅઝ પાસ હજારો શિક્ષકો કાયમી નોકરી માટે આંદોલન કરે છે.
રાજ્યમાં ચોતરફ વહીવટદાર રાજ ચાલી રહ્યું છે જેમાં છેલ્લા 1.5 વર્ષથી ચૂંટણીઓ નથી થતી. ઝવેરી કમીશનનો રીપોર્ટ આવ્યો – કાયદો પણ બન્યો પણ મળતીયા વહીવટદારોથી શાસન કરવાની ફાવટ વાળી આ સરકાર ચૂંટાયેલા લોકોને બદલે વહીવટદારોથી વહીવટ કરી રહી છે. આને પરિણામે 5000 ગ્રામ પંચાયતો, 75 નગરપાલિકાઓ, 18 તાલુકા પંચાયતો અને ર જિલ્લા પંચાયતની અનેક બેઠકોની પેટા ચૂંટણીઓ નથી થઇ જેમાં સરકાર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પ્રજાના પ્રતિનિધીઓને ઘરે બેસાડી વહીવટદારોનું રાજ ચલાવે છે.