હાર્દિકની રાજકીય કારર્કીદી શરૂ થાય તે પૂર્વ જ વિરોધવંટોળ
ધુળેટીના પર્વમાં જામનગરની જનતાની સાથે રંગે રંગાવા ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના ધર્મપત્ની રીવાબા જાડેજા લોકોને શુભેચ્છા પાઠવવા અને ધુળેટીના પર્વની ઉજવણી કરવા માટે પાર્ટી પ્લોટમા પહુચ્યા હતા.અને જામનગરની જનતાને ધુળેટી પર્વની શુભેચ્છા પાઠવી હતી.
ત્યારબાદ કોંગ્રેસમા જોડાયેલા હાર્દિક પટેલે જામનગરમા હોળી કરી.જામનગરના પાર્ટી પ્લોટમાં પહુચેલા હાર્દિક પટેલના આગમનમા જ જામનગરની જનતાએ મોદી મોદીના નારા લગાવી અને હાર્દિક પટેલનો વિરોધ કર્યો હતો.આ માહોલ જોયા બાદ હાર્દિકને પણ આવનારી ચુંટણીમા જામનગરની પ્રજા સ્વિકારશે કે નહી તેવી ચિંતાઓ હાર્દિક પટેલ અને કોંગ્રસના કાર્યકર્તાઓ અને હોદેદારો મા સેવાઇ રહિ છે.
છેલ્લા ત્રણ દિવસથી હાર્દિક પટેલ જામનગરમાં આવવાથી તેના લોકોમા વધતા જતા વિરોધને કારણે આવનારી લોકસભાની ચુંટણી એ ખૂબ જ રસપ્રદ બનતી જાય છે.હાર્દિક પટેલની કાર્કિદિની શરુઆતમાં જ તેનો એટલો વિરોધ જોવા મળે છે.