અનુસૂચિત સમાજે અન્ય સમાજને નવો રાહ ચીંઘ્યો
લોકડાઉનમાં શરતોને આધીન લગ્ન પ્રસંગો યોજવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે મોરબીમાં અનુસૂચિત જાતિ સમાજના આઠ યુગલોના પ્રેરણાદાયી લગ્નો યોજાયા હતા.જોકે આ આર્થિક રીતે નબળા પરિવારો લગ્નના ખર્ચનો બોજો ન વધે તે માટે મોરબી, માળીયા, ટંકારા તાલુકા વણકર સમાજ સેવા સમિતિએ એકદમ સદાયથી આ આઠ યુગલોના લગ્ન કરાવ્યા હતા.તેમજ આ લગ્ન પ્રસંગ દરમિયાન લોકડાઉનના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું.
મોરબીમાં અનુસૂચિત જાતિ સમાજ દ્વારા લોકડાઉનમાં આપેલી છૂટછાટને પગલે તંત્રની મંજૂરી લઈને તમામ શરતોના પાલન સાથે અત્યાર સુધીમાં આઠ યુગલોના સદાય પૂરક લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ક્ધયા અને વર એમ બન્ને પક્ષની સહમતીથી ૧૦-૧૦ વ્યક્તિઓ મળીને માસ્ક બાંધી તેમજ સામાજિક અંતર રાખીને અને સેનીટાઈઝરની વ્યવસ્થા સાથે આ લગ્નો યોજાયા છે.ખાસ કરીને મોરબી ,માળીયા ,ટંકારા વણકર સમાજ સેવા સમિતિના સભ્યો દ્વારા શહેરના સામાકાંઠે નઝરબાગ રેલવે સ્ટેશન પાછળ ભડીયાદ રોડ ઉપર આવેલ તથાગત બુદ્ધ કોમ્યુનિટી હોલ ખાતે અનુસૂચિત જાતિના યુગલોના લગ્ન તંત્રની મંજૂરી અને તમામ શરતોના પાલન સાથે હાલમાં યોજાઈ રહ્યા છે અને તથાગત બુદ્ધની પ્રતિમાને પુષ્પાજલી અર્પણ કરીને લગ્નવિધિ સંપન્ન કરવામાં આવે છે.
માત્ર અડધી ચાની ચૂસ્કિમાં જ સગાઈ વિધિ સંપન્ન કરતા અનુસૂચિત સમાજે આ લગ્ન પ્રસંગમાં સાદાઈથી સંપન્ન કર્યા છે.જેમાં તથાગત બુદ્ધ કોમ્યુનિટી હોલનું ભાડામાં પણ મોટી રાહત આપીને બન્ને પક્ષ પાસેથી સફાઈ ખર્ચ પેટે માત્ર રૂ.૭૦૦ નો જ ચાર્જ લઈને એકદમ સાદાઈથી લગ્નવિધિ સંપ્પન કરીને અન્ય સમાજને નવો રાહ ચીંધ્યો છે.અને લોકડાઉનનું પણ ચુસ્તપણે પાલન કરીને હાલ આર્થિક રીતે નબળા હોય તેવા પરિવારોની લોકડાઉનને કારણે આર્થિક સ્થિતિ વધુ નાજુક હોય આ બાબતને ધ્યાને લગ્નના બિનજરૂરી ખર્ચા ઉપર મોટો કાપ મૂકી માત્ર સાદાઈથી લગ્ન યોજીને સરાહનીય પ્રયાસ કરાયો છે.