“પારેવડી છું હું…. દીકરીનો જન્મ એ છે, મોક્ષની નાવડી… એનો કલરવ જાણે મીઠી રેવડી પિતાનો મળો છોડી પતિના માળે જ્યારે જાય છે, ત્યારે લાગે છે નિર્દોષ પારેવડી”…
પી.પી. સવાણી ગ્રૂપ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી વિવાહ પાંચ ફેરના, સબંધ ભવોભવના, લાગણીના વાવેતર, સંવેદના એક દીકરીની અને દીકરી દિલનો દીવો જેવા પ્રસંગો કોઈ પણ નાત-જાત કે ધર્મના ભેદભાવ વગર દીકરીના કન્યાદાન કરી પાલક પિતાની સંપૂર્ણ ભૂમિકા અદા કરવામાં આવે છે.
પી.પી. સવાણી ગ્રૂપ દ્વારા અનેકવિધિ કાર્યક્રમો કરવામાં આવ્યા છે જેમ કે
-વર્ષ 2012 માં “વિવાહ પાંચ ફેરાના” જેમાં પિતાની છત્રછાયા ગુમાવનાર 22 દીકરીઓના લગ્નનો સમારોહ યોજવામાં આવ્યો હતો
-વર્ષ 2013 માં “સંબંધ ભવોભવના” જેમાં 53 દીકરીઓના નાત-જાતના ભેદભાવ વિના લગ્ન કરાવ્યા હતા.
-વર્ષ 2014 માં “લાગણીના વાવેતર” જેમાં 111 દીકરીઓના લગ્ન સમારોહ યોજાયો હતો અને એ દીકરીઑ પણ પિતાની છત્રછાયા ગુમાવનાર હતી.
-વર્ષ 2015 માં “સંવેદના એક દીકરીની” જેમાં 151 દીકરીઓને પ્રભુતામાં પગલાં મંડાવ્યા હતા.
– વર્ષ 2016 માં “દીકરી દિલનો દીવો” જેમાં 236 દીકરીઓના લગ્ન સમારોહ યોજવામાં આવ્યો હતો.
-વર્ષ 2017 માં કાર્યક્રમ અન્વયે “પારેવડી” જેમાં 251 દીકરીઓના કન્યાદાન કરવામાં આવ્યા. પી.પી. સવાણી ગ્રૂપના મહેશ સવાણી અને મોવલિયા પરિવાર દ્વારા 5 મુસ્લિમ, 1 ખ્રિસ્તી દીકરીને પણ કન્યાદાન કરવામાં આવ્યું હતું. અને પ્રભુથામાં પગલાં પાડનારી તમામ દીકરીઓ પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
આ ભવ્ય કાર્યક્રમ મનિન્દર જીત સિંહ બીટા, પદમશ્રી દીપા મલિક, પરમ પૂજ્ય પી.પી. સ્વામીજી એ ખાસ હાજરી આપી હતી.
માનવ સેવા એ જ પ્રભુ સેવા આ વાક્યને સાર્થક કરતાં સવાણી ગ્રૂપ એ વતન કે રખવાલે, જન્મથી વીજી દીધેલી દીકરીઓનિ જવાબદારી સ્વીકારી, દીકરીનું જિઆણું, જનની ધામ, પ્રેમલક્ષી મંદિર, દેહદાન, વડીલ વંદના, વયોત્સવ-લાગણીઓનોસ્પર્શ, જનની વાત્સલ્યનો અર્થ જેવા સામાજિક કર્યો કર્યા છે
આગામી વર્ષ 2018-19 માં “પાપાની પરી” પ્રસંગમાં કન્યાદાનનો અનેરો પ્રસંગ રહેશે.