Abtak Media Google News

વર્ષ 2036ના ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત સજ્જ થશે. રાજ્ય સરકારે આ માટે અલાયદી કંપનીની રચના કરી છે. આ કંપની દ્વારા 3.25 લાખ એકરમાં અંદાજે 6 હજાર કરોડ રૂપિયાના ખર્ચે 6 સ્પોર્ટ્સ એન્કલેવનું નિર્માણ કરવામાં આવશે. ગુજરાત ઓલિમ્પિક પ્લાનિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન લિમિટેડ (ગોલિમ્પિક) દ્વારા મોટેરા સ્ટેડિયમની આસપાસ આ સ્પોર્ટસ એન્કલેવ બનશે. વાઇબ્રન્ટ સમિટ 2024માં ગોલમ્પિકની મુલાકાતીઓ સ્પોર્ટસ એન્કલેવની કલ્પના કરાયેલી પ્રદર્શનીની પણ મુલાકાત લઇ શકશે. તેમાં વિવિધ એકમોની વૈશ્વિક કક્ષાની રમતો થઇ શકે તે સ્થિતિનું એન્કલેવ તૈયાર કરવામાં આવશે.

વિશ્વ લેવલની રમતો માટે ગોલમ્પિક ની સ્થાપના કરાઈ છે. ગોલિમ્પિક અંતર્ગત અમદાવાદમાં 3 હજાર મકાનોનું એક ગામ ઉભું કરવામાં આવશે. જે મોટેરા પાસે તૈયાર થશે. કુલ 236 એકરમાં આ ગામ બનીને તૈયાર થશે. મીટિંગમાં સ્પોર્ટસ એન્ક્લેવનો માસ્ટર પ્લાન પણ રજૂ કરાયો હતો. સાથે જ ગોલિમ્પિક એસપીવીનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. હવે પછી આ દ્વારા જ ઓલિમ્પિક ગેમ્સના આયોજન અને અમલીકરણ થશે.

ગુજરાત સરકાર 2036 સમર ઓલિમ્પિક ગેમ્સ માટે હોસ્ટિંગ અધિકારો મેળવવા પ્રયાસ કરી રહી છે. રાજ્ય સરકાર આ માટે 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિકસાવશે. આ માટે એક અલગ કંપની બનાવવામાં આવી છે. રાજ્ય સરકાર 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણ પર રૂ. 6,000 કરોડનો ખર્ચ કરશે. આટલા બજેટ સાથે આ માટે એક અલગ કંપની બનાવવામાં આવી છે. રાજ્ય સરકારે લગભગ 3 મહિના પહેલા ગુજરાત ઓલિમ્પિક્સ પ્લાનિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન લિમિટેડની રચના કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.