ચોકલેટ ઢોસા,ચોકલેટ ઉત્તપમ, ચીલી પનીર ઢોસા સોયા ઢોસા જેવી વિવિધ અવનવી વાનગીઓનો સ્વાદ
રાજકોટ તથા સૌરાષ્ટ્રની જનતા હમેશા જ સ્વાદ પ્રેમી રહેશે તથા અલગ અલગ ઝાયકા સૌરાષ્ટ્ર તથા સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા રાજકોટના લોકો તો માણતા જ હોય છે જેને ધ્યાને લઈ ફર્ન હોટલ દ્વારા સ્વાદ પ્રેમી જનતા માટે ફર્ન હોટલ દ્વારા સાઉથ ઇન્ડિયન ફૂડને પ્રમોટ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.
રાજકોટના તથા સૌરાષ્ટ્રના લોકો સાઉથ ઇન્ડિયન કલ્ચર તેમજ સાઉથ ઇન્ડિયન ફૂડ વિશે વધુને વધુ જાણકારી મેળવે તથા તેની સાથોસાથ સાઉથ ઇન્ડિયન ફૂડ નો ઓરીજનલ ટેસ્ટ માણી શકે તે માટે રાજકોટમાં આવેલી ફોન હોટલ દ્વારા સાઉથ ઇન્ડિયન ફૂડ ને પ્રમોટ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે ફનહોટલ દ્વારા અવારનવાર આ પ્રકારના ફેસ્ટિવલ યોજાતા જ હોય છે જેમાંનો આ એક ફેસ્ટિવલ યોજવામાં આવ્યો છે.
અગાઉ પણ ખાઉગલી જેવા અલગ અલગ ફેસ્ટિવલઓ યોજાઈ ચૂક્યા છે તથા આ વખતે તારીખ 13 મેથી 21 મે સુધી આ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું છે જેનો સમય સાંજના સાતથી રાત્રિના 10:30 વાગ્યા સુધીનો રહેશે આ ફેસ્ટિવલમાં નવી વાનગીઓ જેવી કે ચોકલેટ ઢોસા,ચોકલેટ ઉત્તપમ, ચીલી પનીર ઢોસા,સોયા ઢોસા જેવી વિવિધ અવનવી વાનગીઓનો સ્વાદ મળી રહેશે જે ફક્ત 349 રૂપિયા પ્રતિ વ્યક્તીની નજીવી કિંમતે.
વિવિધ અવનવી વાનગીઓ સ્વાદ પ્રેમી લોકોને પીરસશુ : કુલદીપસિંહ
ફર્ન હોટલના એક્ઝિક્યુટિવ શેફ કુલદીપસિંહ અબતક ને જણાવે છે કે,અમે બૂફે ડિનરની સાથો સાથ સાઉથ ઇન્ડિયન પણ શરૂ કર્યું છે સ્પેશ્યલી આ વખતે ચોકલેટ ઢોસા,ચોકલેટ ઉતપમ,ચીલી પનીર ઉત્તપમ,ચીલી પનીર ઢોસા,સોયા ઢોસા વગેરે જેવી વિવિધ અવનવી વાનગીઓ સ્વાદ પ્રેમી લોકોને પીરસશુ,તેની સાથો સાથ પંજાબી ફૂડ, ગુજરાતી ફૂડ,સેલેડ કાઉન્ટરનો સ્વાદ પણ માણી શકાશે.
રાજકોટ તથા સૌરાષ્ટ્રના લોકો સ્વાદ પ્રેમી: અશ્વિનીભાઈ
અબતક સાથેની વાતચીતમાં ફૂડ એન્ડ બેવરેજીસ ડિપાર્ટમેન્ટના અશ્વિનીભાઈ જણાવે છે કે, અમે ફર્ન હોટલ ખાતે સાઉથ ઇન્ડિયન ફૂડ પ્રોમોટ કરવાનું શરૂ કર્યું છે જે 13 થી 21 મે સુધી સાંજે 7 થી રાત્રીના 10:30 સુધી રહેશે રાજકોટ તથા સૌરાષ્ટ્રના લોકો સ્વાદ પ્રેમી છે જેને ધ્યાનમાં લઇ અમે આ આયોજન કર્યું છે.ગત સમયમાં અમે ખાઉગલી જેવી વિવિધ થીમ પર આયોજનો કરી ચૂક્યા છીએ તથા આ જ પ્રકારે અમે આગામી સમયમાં પણ આયોજનો કરતા રહીશું.