મોરબી બી ડિવિઝન પોલીસે કોર્ટ કમ્પાઉન્ડમાં પરવાના વાળી પિસ્ટલ કમરે બાંધી લોકોમાં ખોટા ભય ઉભો કરી સીન સપાટા કરતા એક ઈસમને ઝડપી લઇ કાયદાનું ભાન કરાવી આરોપી વિરુદ્ધ હથિયારધારા અધિનિયમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેરના સિંધાવદર ગામના શખ્સ સામે કાર્યવાહી
પ્રાપ્ત માહિતી મુજબ મોરબી કોર્ટમાં એક સંવેદનશીલ કેસ બાબતે મોરબી બી ડિવિઝન પોલીસ મથક સ્ટાફ બંદોબસ્તમાં હોય ત્યારે આરોપી ગુલામભાઇ અમીભાઇ પરાસરા ઉવ.58 રહે.ગામ સીંધાવદર તા.વાંકાનેર જી.મોરબી પોતાનુ લાયસન્સવાળુ હથીયાર(પિસ્ટલ)જે નામદાર કોર્ટ ફાયર આર્મ્સ પ્રતીબંધીત વિસ્તાર હોવાનુ પોતે જાણતા હોવા છતા પોતાનુ પરવાના વાળુ હથીયાર બધા જોઇ શકે અને લોકોમા ભય ઉત્પન થાય તેવી રીતના પોતાની કમરમા બાંધી કોર્ટ ક્ધપાઉન્ડ પ્રવેશ કરતા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટાફે તેને રોકી હથિયાર નામદાર કોર્ટમાં ક્યાં કારણોસર લાવ્યાનું પૂછતાં કોઈ સચોટ કારણ જણાવતા, બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ કર્મચારી હિતેષભાઇ મુળજીભાઈ મકવાણા દ્વારા આરોપી વિરુદ્ધ હથિયારધારા અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.