અમુક ફળો અને શાકભાજીને છાલ સાથે ખાવા વધારે ફાયદાકારક હોય છે. અને તેમાંથી એક છે સફરજન. સફરજનમાં ફ્લેવનોઇડ્સ જેવા પોટેશિયમ અને ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. પણ તેની છાલમાં આનું પ્રમાણ ઘણું વધારે હોય છે. જાણો, કેમ સફરજન છાલ સાથે જ ખાવું જોઈએ.
સફરજનને છાલ સાથે ખાવાથી તમે રોજની મિનરલ્સની જરુરિયાત પુરી કરી શકો છો. એક રિસર્ચ પ્રમાણે, સફરજનની છાલમાં કેલ્શિયમ, પોટેશિયમ, ફાસ્ફોરસ, ફોલેટ અને આયર્ન જેવા મિનરલ્સ હોય છે. શરીર આ કેલ્શિયમ અને ફાસ્ફોરસ જેવા મિનરલનો ઉપયોગ હાડકા અને દાંત મજબૂત બનાવવામાં કરે છે. સફરજનની છાલમાં હાઈ બીપી સામે લડવા માટે જરુરી રસાયણ તત્વો છ ગણાં વધારે હોય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે રોજ એક સફરજન છાલ સાથે ખાવાથી હાઈ બીપીમાં લાભ થાય છે.
લાંબા સમયથી સફરજનની છાલને અને ફ્લેવનોઇડ્સનો પ્રાકૃત્તિક સ્ત્રોત માનવામાં આવે છે. જે હદય માટે લાભકારી માનવામાં આવે છે.
સફરજનની છાલમાં મિનરલ્સ, વિટામિન્સ અને રેસા પુરતા પ્રમાણમાં હોય છે, જે વીકનેસ દૂર કરવામાં મદદ કરે છે. સાથે જ તેમાં પેક્ટિન નામનું એક રસાયણ હોય છે, તે કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગરનું લેવલ ઓછું રાખે છે.
સફરજનની છાલમાં વિટામીન એ ભરપૂર પ્રમાણમાં હોય છે. શરીર વિટામીન એનો ઉપયોગ આંખોના વિકાસ જેવી અગત્યની પ્રક્રિયાઓમાં કરે છે