વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સાઉદીના રાજા સાથે કોરો મહામારી વૈશ્વિક પડકાર અંગે કરી ગહન ચર્ચા

કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વ ચિંતીત બન્યું છે ત્યારે રશીયા દ્વારા કોરોના રસીનું સંશોધન પુર્ણ કરવામાં આવ્યાના દાવા સાથે ભારતને રસી આપવાની તૈયારી બતાવી છે એટલું જ નહી ભારતના સહકારથી રશીયા અને સાઉદી અરેબીયા સમગ્ર વિશ્વને રસી પુરી પાડવા ચર્ચા ચાલી રહી છે ત્યારે સાઉદી અરેબીયામાં વસતા ભારતીઓ કોરોના પોઝિટીવની મદદે આવેલા સાઉદી અરેબીયાના રાજા સાથે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગહન ચર્ચા કરી હતી તેમજ વિશ્વ સ્તરે સંબંધો બનાવ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સાઉદી અરેબીયન રાજા સલમાનદીન અબ્દુલ અજીમ સાઉદી સાથે કોરોના મહામારી અંગે ચર્ચા કરી હતી. તાજેતરમાં ભારતના વિદેશ મંત્રી જયશંકરની અધ્યક્ષતામાં જી-૨૦ની મળેલી બેઠકમાં નરેન્દ્રભાઇ મોદી અને અરેબીયન રાજા વચ્ચે ચર્ચા થયા અંગેની માહિતી આપતી બંને વચ્ચે કોરોના મહામારી અંગે વાતચીત થયાનું જણાવ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સાઉદી અરેબીયન સાથે પરપરનો સહયોગ વધારવા અને કોરોના સલગ્ન મહામારી અંગેની વ્યવસ્થામાં સહકાર આપવાની ચર્ચા કરી હતી. તેમજ બંને વચ્ચે વર્તમાન પરિસ્તિ અંગે પણ ચર્ચા થઇ હતી.

આ અંગે સતાવાર રીતે મળી રહેલા અહેવાલ મુજબ નરેન્દ્રભાઇ મોદીએ કોરોના મહામારી દરમિયાન વહીવટી તંત્રએ તેમના દેશમાં રહેતા ભારતીયને ખુબ સહયોગ અંગે આપ્યો હતો તે બદલ તેમનો આભાર માન્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અરેબીયન રાજા સલમાન સાઉદી સાથે ખાસ ચર્ચા કરતા જણાવ્યું હતુ કે, મિત્ર રાષ્ટ્ર ઇરાન સાથે છેલ્લા ઘણા સમયથી નિકટતા ધરાવે છે. સાઉદી અરેબીયા અને ઇરાન વચ્ચે ચાલતા સંઘર્ષ પુરો કરાવવામાં પણ ભારત નિમિત બન્યું છે.

અત્યારે સમગ્ર વિશ્ર્વમાં કોરોના મહામારીની સમસ્યા પ્રવતિ રહ્યી છે ત્યારે વૈશ્ર્વિ તંત્રમાં ભારત ચાવીરૂપ વ્યવસ્થા નીભાવી રહ્યું છે. રશીયા દ્વારા તૈયાર કરાયેલી કોરોના અંગેની રસીનું સમગ્ર વિશ્વને પુરી પાડવા સાઉદી અરેબીયા અને રશીયા ભારતની મદદથી ૬૦ ટકા વિસ્તારમાં પહોચતી કરશે તેમ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.