મોદીનું સ્વપ્ન સાકાર… ખેતીની આવક બમણી !!!

ગત વર્ષની સરખામણીમાં ૧૦ ટકાનો વધારો ચોખાના ઉત્પાદનમાં જોવા મળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે, ખેડૂતોની આવક બમણી થાય અને ખેતીને પણ પુરતું પ્રોત્સાહન મળતું રહે. ત્યારે આ સ્થિતિને ધ્યાને લઈ ચાલુ વર્ષમાં ચોખાના ઉત્પાદનમાં ૧૦ ટકાનો વધારો જોવા મળશે. ગત વર્ષે ૫.૦૪ મીલીયન ટનની સામે ચાલુ વર્ષે ચોખાનું ઉત્પાદન ૧૦ મીલીયન ટન જેટલું મળશે જોવા. સાથો સાથ નિકાસ પણ ડબલ થશે. પ્રાપ્ત માહિતી મુજબ થાઈલેન્ડ સહિત વિયેતનામ કે જે ચોખાનો નિકાસ કરતા હોય છે તેમને ત્યાં ઉત્પાદનમાં અનેક અંશે ઘટાડો જોવા મળ્યો છે જેનો સીધો જ ફાયદો ભારત દેશને જોવા મળશે.

ભારતમાં ચોખાનું જે ઉત્પાદન થઈ રહ્યું છે તે અન્ય દેશોની સરખામણીમાં સસ્તા હોવાનું પણ સામે આવ્યું છે. મબલખ અને બમણા પ્રમાણમાં ઉત્પાદનથી ભારત, થાઈલેન્ડ, વિયેતનામ, ચાઈના, આફ્રિકા અને દક્ષિણ પૂર્વ એશિયામાં ચોખાના નિકાસ બમણા પ્રમાણમાં કરશે તેવું હાલ માનવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષે મબલખ ઉત્પાદનના પગલે આશરે ૧૦ મીલીયન ટન જેટલા ચોખાની નિકાસ થવાની પણ હાલ માનવામાં આવી રહ્યું છે. ચોખા નિકાસ કરતા એસોશીએશનનું માનવું છે કે, ભારત જે ચોખાનો નિકાસ કરે છે તે અન્ય દેશોની સરખામણીમાં ૧૦ ટકા ઓછા ભાવ પર થઈ રહ્યું છે. સરકારી આંકડા મુજબ ઓકટોબર સુધીમાં ચોખાની નિકાસ ૬.૧૨ મીલીયન ટન રહેવા પામ્યું હતું. આ તમામ મુદ્દે જે વાત સામે આવી રહી છે કે, આ કોવિડની પરિસ્થિતિમાં ખાદ્ય ચીજ-વસ્તુઓને સુરક્ષીત રાખવાના પગલે અન્ય દેશો કે જે, ચોખાની નિકાસ કરતા હોય તેઓમાં અહદઅંશે ઘટાડો જોવા મળ્યો છે પરંતુ એકમાત્ર ભારત દેશ જ આ તમામ દેશોની સરખામણીમાં ચોખાને પુરાવા પાડવા માટે જે કાર્ય હાથ ધર્યું છે તેનાથી ભરોસો અનેક અંશે વધ્યો છે. બીજી તરફ ભારતે નિકાસમાં વિશ્ર્વસનીયતા પણ કેળવી છે જેથી ચાલુ વર્ષે મબલખ ઉત્પાદનના પગલે નિકાસમાં ઘટાડો નહીં પરંતુ વધારો કરવા માટે સુચવવામાં આવ્યું છે. હાલની સ્થિતિ ધ્યાને લઈ ચોખાની નિકાસ ચાલુ વર્ષમાં નવી ઈંચાઈએ પહોંચે તો નવાઈ નહીં.  બીજી તરફ ફ્રેઈટના દરમાં ઘટાડાની સાથો સાથ નિકાસ કરવા માટે જે ક્ધટેનરોની આવશ્યકતા હોવી જોઈએ તેમાં પણ ઘણો વધારો જોવા મળ્યો છે અને પુરતા પ્રમાણમાં ક્ધટેનર હોવાના કારણે નિકાસમાં વધારો થશે તે સ્પષ્ટ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.