વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સતત તાપમાનમાં ફેરફાર થઇ રહ્યા છે. જેના કારણે ઠંડીમાં વઘઘટ થયા કરે છે અને ડિસેમ્બરનું છેલ્લું અઠવાડિયું શરૂ થઇ ગયું હોવા છતા ઠંડી જામતી નથી. ત્યારે રાજ્યમાં ઉત્તર પૂર્વના ઠંડા પવન ફૂંકાવાના શરૂ થયા છે જેના કારણે આજથી રાજ્યમાં ઠંડી વધવાના યોગ છે. બીજી તરફ 11.4 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડતી હોય છે.
તેજ પવન સાથે ઠંડીનો ચમકારો રહેશે, હવે ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધતુ જશે: નલિયાનું 11.4 જયારે રાજકોટનું 13.6 ડિગ્રી લઘુતમ તાપમાન
હાલ ડિસેમ્બર એન્ડ ચાલી રહ્યો છે, તેમ છતાં પણ લઘુતમ તાપમાન સામાન્યથી 3થી 5 ડિગ્રી ઉંચુ નોંધાયુ છે. જેના કારણે શિયાળાની ઠંડીનો અહેસાસ થતો નથી. છેલ્લા બે દિવસથી ભારે પવન ફૂંકાતો હતો. જેના કારણે ઠંડીનો અહેસાસ થયો, પરંતુ ડિસેમ્બર એન્ડ આવી ગયો હોવા છતાં પણ કોલ્ડવેવની આગાહી આવી નથી. જોકે, હવામાન વિભાગે શિયાળાની શરુઆતમાં જ કહ્યું હતું કે, શિયાળામાં સામાન્ય કરતા તાપમાન ઉચું રહેશે અને કોલ્ડવેવની ફિક્વન્સી ઘટી જશે.ત્યારે હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર, કેટલાક દિવસોથી રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે.
ગુજરાતમાં ભેજનું પ્રમાણ ઓછું થતાં વાદળો હટી ગયા છે અને વાતાવરણ ક્લિન થતા ફરી તાપમાન 2થી 3 ડિગ્રી નીચું જશે. સવારે ઠંડીનો અહેસાસ થશે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં 2થી 3 ડિગ્રી તાપમાન ઘટશે અને ત્યાર બાદ તાપમાન યથાવત રહેશે. 29થી 31 ડીસેમ્બરના દેશના ઉતરિય પર્વતિય પ્રદેશમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહે છે. દેશ સહિત રાજ્યનું હવામાન પલટાયુ છે. પાંચ અને છ જાન્યુઆરીમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. સાતથી 10માં જાન્યુઆરીના દ. ભારતમા વરસાદના કારણે મુંબઈનુ હવામાન પલટાશે. 10થી 13માં જાન્યુઆરીના હવામાન પલટાશે.
6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે
રાજ્યમાં ફરી માવઠાની શક્યતા સેવાઈ રહી છે. હવામાન અગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે તેમજ આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે. વધુમાં કહ્યું કે, જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. 29 ડિસેમ્બરે હાડ થીજવતી ઠંડીની શક્યતા પણ સેવાઈ રહી છે. ગુજરાતનાં ઉત્તરીય ભાગમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે તેમ પણ આગાહી કરાઈ છે. ઠંડી સાથે સાથે માવઠાની આફત અંગેની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે માવઠું થવાની શક્યતા રહેશે. જોકે શિયાળુ પાકને ઠંડા વાતાવરણની જરૂર છે પરંતુ ભેજના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે.