વિસાવદરમાં સૌની યોજના લીંક-૪ પેકેજ-૬ના કામોનો શિલાન્યાસ રૂ. ૭૦૦ કરોડના ખર્ચે સાકાર :રાજકોટ-જૂનાગઢ-અમરેલીના કુલ ૧૧ ડેમ નર્મદા જળી ભરાશે
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જુનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે સૌની યોજના લીંક-૪ પેકેજ-૬ના મહત્વના કામોનો શિલાન્યાસ કરી કહ્યું કે, સૌરાષ્ટ્રમાં સોનાનો સૂરજ ઉગ્યો છે. હવે, સૌરાષ્ટ્રનો ખેડૂત પાણી વગર નહીં રહે અને વર્ષમાં ત્રણ વખત ખેતીપાક લઇ શકશે. વિસાવદર ખાતે રૂ. ૭૦૦ કરોડના ખર્ચે બનનારી સૌની યોજના લીંક-૪ પેકેજ-૬ના જુનાગઢ જિલ્લાના ૯ ડેમો નર્મદાના પાણીી ભરવાના કામોનો મુખ્યમંત્રીએ તકતી અનાવરણ કરીને શિલાન્યાસ કર્યો હતો.
મુખ્યમંત્રીએ આ તકે કહ્યું કે, નર્મદા અને ગુજરાત વિરોધીઓને લીધે ગુજરાતને નર્મદાનું પાણી મળતું ન હતું. સૌની યોજનાએ વિરોધીઓની બોલતી બંધ કરી દીધી છે. અગાઉની સરકારે નર્મદા ડેમના દરવાજાની મંજુરી સાત વર્ષ સુધી કેમ ન આપી? તેવો પ્રશ્ન મુખ્યમંત્રીએ કર્યો હતો. વડાપ્રધાને આ મંજુરી માત્ર ૧૭ દિવસમાં આપી. રાજ્ય સરકારની વિકાસની નીતિને સફળતા મળી છે. સૈાનો સા સૈાનો વિકાસમાં માનનારી આ સરકારે ગરીબો, દલિતો, વંચિતો માટે અનેક ક્રાંતિકારી નિર્ણયો લીધા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતની પ્રતિષ્ઠા વિશ્વભરમાં વધારી છે. યુવાનો અને મહિલાઓના ઉત્કર્ષ માટે ઔતિહાસિક કદમ ઉઠાવ્યા છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, આ સરકાર ગરીબોની છે, ખેડૂતોની છે, તેમ કહી છેલ્લા એક વર્ષમાં જનહિતને ધ્યાને લઇને લોકોના કલ્યાણ માટે લેવાયેલા નિર્ણયોની માહિતી આપી હતી.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, જુનાગઢ જિલ્લામાં પાકવિમા માટે રૂ.૧૭૧ કરોડની રકમ ચુકવાઇ છે. રૂ.૧૪૫ કરોડના ખર્ચે ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી છે. હજુ પણ કોઇ ખેડૂતોને વાસ્તવિક રીતે ઓછો પાકવિમો મળ્યો હોય તો તેમને પુરતુ વળતર મળે તે માટે જિલ્લા તંત્રને રીસર્વેની કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે. ખેડૂતોને સંતોષ ાય તે રીતે સરકાર કામગીરી કરવા કટીબદ્ધ છે.
સૌરાષ્ટના ૧૧૫ ડેમો સો ચેકડેમોને પણ જોડી નર્મદાનું પાણી પહોંચાડવામાં આવશે અને જુનાગઢ જિલ્લામાં હવે સિંચાઇ માટે પણ નર્મદાનું પાણી મળશે. આ કામ ઝડપભેર પૂર્ણ થાય તે દિશામાં કામો ચાલું થઇ ગયા છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.
આ પ્રસંગે સિંચાઇ રાજ્ય મંત્રીશ્રી નાનુભાઇ વાનાણીએ કહ્યું કે, નિર્ણાયક સરકારના પ્રણેતા વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્રમાં પાણીનો દુકાળ ભૂતકાળ બને તે માટે રાજ્ય સરકાર તત્પર છે. તેઓએ કહ્યું કે, વિસાવદર અને ભેસાણમાં પાણીની અછત રહેતી હતી તે બાબત ધ્યાને લઇને લીંક-૪ની યોજના કી જુનાગઢ જિલ્લામાં ૯ ડેમોને નર્મદાના પાણીી ભરાશે. સૌની યોજના સૌને અશક્ય લાગતી આજે લીંક-૧ ફેઝ-૧નું કામો તો પૂર્ણ થઇ ગયું છે તે એક મોટી સફળતા છે.
આ પ્રસંગે સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ભગીર પ્રયાસોી નર્મદાના પાણી સૌરાષ્ટ્રના ગામે-ગામ પહોંચે તેનું સપનું સાકાર યું છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સૌરાષ્ટ્રમાં ગામે-ગામ અને ખેતરોમાં સિંચાઇ માટે પાણી પહોંચે તે માટે જહેમત ઉઠાવી છે. મુખ્યમંત્રીશ્રીના છેલ્લા એક વર્ષમાં પાણી માટે પ્રયાસોની સાંસદએ માહિતી આપી હતી. કાર્યક્રમના પ્રારંભ સિંચાઇ વિભાગના સચિવ એમ.કે.જાદવે સૌનું સ્વાગત કરી સૌની યોજના લીંક-૪ની આંકડાકીય અને લાભાન્વિત ગામો અંગેની યોજનાકીય વિગતો આપી હતી. આભારવિધી મુખ્ય ઇજનેર રાવલે કરી હતી.
સૌની યોજના લીંક-૪ના શિલાન્યાસ પ્રસંગે મહંત મુક્તાનંદજી, સત્તાધારના લઘુમહંત વિજયબાપુ, અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા, ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ, અરવિંદભાઇ લાડાણી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કિરીટભાઇ પટેલ, પૂર્વમંત્રી કનુભાઇ ભાલાળા, સંસદીય સચિવ જેઠાભાઇ સોલંકી, પૂર્વમંત્રી દેવાણંદભાઇ સોલંકી, માધાભાઇ બોરીચા, એલ.ટી.રાજાણી, કલેક્ટર ડો.રાહુલ ગુપ્તા, ડી.ડી.ઓ. અજય પ્રકાશ તેમજ વિસાવદર વિસ્તારના અગ્રણીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્તિ રહ્યા હતા.