શિયાળમાં આરોગી શકાય તેવા વાસણા પકવાનો જેવા કે મેથીપાક, અડદીયા, ગુંદર પાક, બદામ પાક, કાટલુ, તેમજ તલ, સીંગ, કાજુ બદામ સહિતની ચિકકીઓ: સૌરાષ્ટ્રની મહિલાઓ બત્રીસુ અને કાટલુ વધુ પ્રમાણમાં ખાય છે: આધુનિક યુવતિઓ વસાણા બનાવવાની કડાકુટમાં પડવા માંગતી નથી: કંદોઇ પાસેથી ખરીદનારની સંખ્યા વધુ
શિયાળાની ઠંડી શરૂ થાય કે તરત જ ગરમ મસાલા તેજાના સુકો મેવો અને ઘી ગોળથી ભરપૂર વસાણા બનાવવાની પ્રથા ગુજરાતીઓમાં સદીઓથી ચાલી આવે છે. વૈદોપણ શિયાળાની ઋતુમાં શકિત અને આરોગ્ય વર્ધક પાક પકવાનનું સેવન કરવાની સલાહ આપે છે. ઠંડીના દિવસોમાં ખાધેલા વસાણાથી શરીરમાં જે શકિતનો સંચય થાય તે બારે માસ સ્વાસ્થ્ય સુઘ્ધઢ રાખે છે.
ઠંડીના દિવસોમાં આપણું શરીર ઉષ્ણતાપમાન જાળવી રાખવા કેલરીનો વપરાશ વધારે દે છે. તેથી આ ઋતુમાં બાજરી, ઘી, ગોળ, કઠોળ, સુકો મેવો વગેરે છુટથી ખવાય તો પણ વાંધો આવતો નથી. આયુર્વેદમાં શિયાળામાં આરોગી શકાય તેવા વસાણા પાકવાનો જેવા કે મેથીપાક, મેથીના લાડુ મગજ, સૂંઠ પાક, અડદીયા, ગુંદરપાક, બદામ પાક, ખજુર પાક, સાલમ પાક, ટોપરા પાક, કચરીયુ, સોથા પાક, કાટલુ વિવિધ ચકકી વગેરે શિયાળામાં વધુ ખવાય છે. ખાસ સ્ત્રીઓ માટે ઉપયોગી એવું વસાણું એટલે ગુંદર પાક ઘણા તેને ગુંદરની પેંચ કહે છે. બદામ, કાજુ, પિસ્તા, કેસર અને એલસી નાખીને ઘણી બહેનો ઘરમાં ગુંદર પાક બનાવે છે. આ પાક સ્વાદિષ્ટ પણ છે. તેમ જ કમર અને સાંધાના દુ:ખાવા દુર કરે છે. સૌરાષ્ટ્રની મહિલાઓ બત્રીસુ અને કાટલું વધુ પ્રમાણમાં ખાય છે.
તેમજ ઘણાં ખરા લોકો મોંધવારીના કારણે બદામ પાક કે સાલમ પાક ખાઇ શકતા ન હોય તેમને તલના વિવિધ પકવાન ઉત્તમ ગણાય છે. જેમાં તલપાપડી તલચિકકી તલના લાડુ, કરરિયુ વગેરે પાક ચાવીને ખાવતો સ્વાસ્થ્ય ખીલી ઉઠે છે. તલ,ગોળ, અને ઘીના લાડુ સસ્તા સરળ અને શ્રેષ્ઠ શિયાળુ પાક છે.
અગાઉ શિયાળુ વસાણા અને બીજા પાકનો વૈદરાજ ગ્રાહકની જરુરીયાત મુજબ બનાવી આપતા ધીરે ધીરે વસાણા બનાવવાની રેસીપી ગૃહિણીઓના હાથમાં આવ્યા પછી વૈદો પાસે જવાને બદલે શિયાળાના સ્ત્રીઓ જાતે જ વસાણા બનાવવા લાગી તેમજ આજના સમયમા જો કે આધુનિક યુવતિઓ વસાણા બનાવવાની કડાકુડમાં પડવા માગતી નથી.
જે અત્યારે મિષ્ટાન વેચનાર કંદોઇ પાસે ઓર્ડર નોંધાવી શિયાળુ પાક ખરીદવનારની સંખ્યા ઝડપથી વધી રહી છે.
આ ઉપરાંત રાજકોટની નામાંકિત મિષ્ઠાન ફરસાણની દુકાનોમાં પણ શિયાળુ પાકનું વેચાણ શરુ થઇ ગયું છે.
પરંતુ શિયાળુ પાકનો વપરાશ બે દાયકા પૂર્વે થતો હતો એટલો આજે નથી થતો ઘણાં જુવાનીયા સમક્ષ મેથીપાક કે સાલમ પાકનું નામ લો તો તેમને સુગ ચડે છે. ઠંડીનો ઇલાજ કરવા તેઓ ઇંડા ખાવાનું પસંદ કરશે પણ વસાણાનું નામ લે તો મો મચકોડે છે.
પરંતુ વિવિધ ચિકકીઓ યુવા વર્ગને વધુ પસંદ હોય છે જેમાં રાજકોટમાં શિયાળાની શરુઆત થી જ સદર માર્કેટ ધમધમવા લાગે છે. જેમાં શેર તેમજ વિદેશમાં પણ રાજકોટ સદરની ચિકકી વખણાય છે. શિયાળુ પકવાન રાજકોટની નામાંકિત ગાયત્રી ડેરી વાળા કૈલાસભાઇ સાકરીયા, તેજાભાઇ સાકરીયા અને હરેશભાઇ એ જણાવ્યું હતું કે લોકો સાધાના દુખાવા માટે મેથીના લાડુ વધારે પસંદ કરે છે.
તેમજ અડદીયા, કેશર બદામ, અડદીયાનો લચ્કો ગુંદર પાક સાલમ પાક ગાજરનો હલવો સહીતનું વધુ વેચાણ થઇ રહ્યું છે.
શિયાળાની ઋતુમાં શિયાળૂ પાક અને ચીકી ખૂબ જ લોકપ્રિય છે. ત્યારે રાજકોટ શહેરમાં જલારામ ચીકી જે ખુબ જ પ્રાચીન સિઝન શોપ છે. જયાં બારેમાસ ચીકીનું વેચાણ થઇ રહ્યું છે. એટલું જ નહી લોકો અન્ય પ્રદેશમાંથી પણ ચીકી લેવા માટે આવે છે. સાથે સાથે અહીંની ચીકી ખુબ જ સોફટ અને એકદમ ટેસ્ટી છે. એવું ગ્રાહકોનું કહેવું છે કે તેમજ ચાંદની ચીકીમાં પણ વર્ષોથી ચીકીનું વેચાણ થઇ રહ્યું છે. જેમાં તલ, સિંગદાણા, ટોપરુ, દાળીયા તમામ પ્રકારની ચીકી ઉપલબ્ધ છે. સાથે સાથે સાની અને કરચરીયુ એ સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે.
ત્યારે વાત કરીએ ત્યાંના ઓનર હિતેષભાઇ જોબનપુત્રાએ વધુમાં જણાવ્યું હતું કે લોકોને વધુ પડતું ક્રશ ચીકી ખુબ જ પ્રિય છે. જે સિંગદાણા માંથી બનાવવામાં આવે છે અને અહીં પણ લોકોને ખુબજ પ્રિય ટેસ્ટ જણાઇ રહ્યો છે. ત્યારે વાત કરીએ શિયાળુ પાકથી ભારે ગુંદર પાક, મેથી પાક સાલમ પાક, કૌચા પાક અને ખસ લાડુ તેમજ અંજીરલાડુ, ગાજર હલવો, અડદીયા, કેશર અડદીયા તમામ વસ્તુઓ જે સ્વસ્થ્ય માટે શિયાળામાં ખુબ જ ફાયદાકારક છે જેમાં ગાયત્રી ડેરી જે જંકશન વિસ્તારમાં આવેલી છે. ત્યાંના માલીક તેજાભાઇએ વધુમાં જણાવ્યું હતું કે અહીં કોચા પાક અને ગુંદ પાકનું ખુબ જ વેચાણ થઇ રહ્યું છે. જયારે આ બધા શિયાળુ પાક એ શરીર માટે હેલ્થી રહે છે.