મહારાજા હવે ‘રાજાધિરાજ’ બની જશે !!
બોઇંગ, એરબસ સહિતના આધુનિક વિમાનોનો ૮૫ બિલિયન ડોલરનો ઐતિહાસિક સોદો
ટાટા ગ્રુપના હાથમા આવતાં જ એર ઈન્ડીયાએ ગ્લોબલ બનવાની દિશામાં ડગલું માંડી દીધું છે. એર ઈન્ડીયાએ તેની અત્યાર સુધી સૌથી મોટી વિમાનની ડીલ કરી નાખી છે જે નિર્ણયને ખુદ અમેરિકાના પ્રેસિડન્ટ જો બાયડને વધાવ્યો છે. એર ઇન્ડિયાએ 470 નવા વિમાન ખરીદવાની ડીલ કરી છે જે હેઠળ ફ્રાન્સની કંપની એરબસ પાસેથી 250 વિમાન અને અમેરિકી કંપની બોઈંગ પાસેથી 290 વિમાન ખરીદવામાં આવશે.
એર ઈન્ડીયાની આ અત્યાર સુધીની સૌથી મોડી ડીલ છે એક રીતે હવે એર ઈન્ડીયાએ ગ્લોબલ બનવાની દિશા તરફ પહેલું મોટું પગલું ઉઠાવી લીધું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ડીલ 100 અરબ ડોલરની હોઈ શકે છે. એવું માનવામાં આવે છે કે નાગરિક ઉડ્ડયન ઇતિહાસમાં આ સૌથી મોટી ડીલ છે. આ ડીલ હેઠળ એર ઇન્ડિયા આ વિમાનોને ફ્રાન્સની કંપની એરબસ અને અમેરિકન કંપની બોઇંગ પાસેથી ખરીદશે. ટાટાની માલિકીની એર ઇન્ડિયા અમેરિકન એરવેઝ કંપની બોઇંગ પાસેથી 220 વિમાન ખરીદશે.
એર ઇન્ડિયાએ મંગળવારે 470 વિમાનોના ઓર્ડર સાથે વિશ્વની અત્યાર સુધીની સૌથી મોટી એવિએશન ડીલ ફાઇનલ કરી દીધી. તેના માટે તેણે ફ્રેંચ કંપની એરબસ અને અમેરિકાની કંપની બોઇંગ સાથે સોદો કર્યો હતો. એર ઇન્ડિયાને એરબસ 250 અને બોઇંગ 220 વિમાનનું સપ્લાય કરશે. એરબસ આ વર્ષના અંત સુધીમાં વિમાનોની ડિલીવરી પણ શરૂ કરી દેશે. રિપોર્ટ્સ અનુસાર એરબસની સાથે થયેલી ડીલ 100 અબજ ડોલર કરતા પણ વધારેની છે. જેના હેઠળ 40 વાઇડ બોડી A350 એરક્રાફ્ટ, 210 નેરોબોડી સિંગલ આઇજલ A320 નિયોસ એરક્રાફ્ટ મળશે. બીજી તરફ બોઇંગ સાથે થયેલી ડીલ 34 અબજ ડોલરની છે. જેના હેઠળ એર ઇન્ડિયાને 190 B737 મેક્સ વિમાન, 20 B787 વિમાન અને 10 B777 એક્સ વિમાનની ડિલીવરી થશે.
એરબસની સાથે થયેલી ડીલ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મેક્રો હાજર રહ્યા હતા. વીડિયો કોન્ફરન્સ દ્વારા ટાટા સમુહના માનદ ચેરમેન રતન ટાટા અને ટાટા સન્સના ચેરમેન એન.ચંદ્રશેખરન પણ જોડાયા હતા. બીજી તરફ બોઇંગ સાથે થયેલા સોદાની માહિતી પોતે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને આપી હતી. તેમણે આ ડીલને ઐતિહાસિક ગણાવી હતી.
એરબસનું લાંબી રેન્જવાળુ વિમાન 17 હજાર કિલોમીટર સુધી નોન સ્ટોપ ઉડ્યન કરી શકે છે. બીજી તરફ તેમાં એકવારમાં 300 થી 410 યાત્રીઓ મુસાફરી કરી રહ્યા હતા. નૈરો બોડી પ્લેન એવા વિમાન હોય છે, જેમાં સીટ વચ્ચે એક ગેલેરી હોય છે. જ્યારે વાઇડ બોડી પ્લેનમાં સીટની વચ્ચે એકથી વધારે ગેલેરી હોઇ શકે છે.ઇન્ડિય માર્કેટમાં એરબસનો દબદબો છે. ભારતના સિવિલ એવિએશન માર્કેટના લીડર ઇંડિગો એરબસના A320 નો વિશ્વનો સૌથી મોટો કસ્ટમર છે. ભારતમાં નેરોબોડી એરક્રાફ્ટનો એટલો મોટો ઓર્ડર મળવો બોઇંગ માટે ખુબ જ મહત્વનું છે. એર ઇન્ડિયાની બોઇંગ અને એરબસની સાથે આ ડીલને મધર ઓફ ઓલ એવિએશન ડીલ કહેવામાં આવી રહ્યું છે.
વિમાની સોદાના કારણે આંતરરાષ્ટ્રીય સંબંધો પણ મજબુત બનશે
વડાપ્રધાન મોદીએ એરબસ ડીલના મુદ્દે કહ્યું કે, આ મહત્વપુર્ણ ડીલ ભારત અને ફ્રાંસ વચ્ચે ઉંડા થઇ રહેલા સંબંધોની સાથે સાથે ભારતના સિવિલ એવિએશન સેક્ટરની સકસેસને દેખાડે છે. ભારતના મેક ઇન ઇન ઇન્ડિયા-મેક ફોર ધ વર્લ્ડ, વિઝન હેઠળ એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગના નવા અવસરો ખુલશે. કાર્યક્રમમાં એવિએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયા, વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલ, એર ઇન્ડિયાના ચીફ એક્ઝીક્યૂટિવ ઓફિસર કેપબેલ વિલ્સન અને એરબસના સીઈઓ ગિલાઉમે ફાઉરી પણ હાજર હતા.
ડોમેસ્ટિક માર્કેટમાં ૫૦% કબજો ધરાવતા ઇન્ડિગોને સીધી ટક્કર આપશે એર ઇન્ડિયા
નેરોબોડી પ્લેનથી એર ઇન્ડિયા 4-5 કલાકના શોર્ટ હોલ ડેસ્ટિનેશન સર્વિસ આપી શકશે. તેના કારણે તેઓ ઇન્ડિગોને સીધી જ ટક્કર આપશે. જેનું હાલમાં 50 ટકા કરતા વધારે કબજો ડોમેસ્ટિક માર્કેટમાં છે. જ્યારે વાઇડ બોડી એરક્રાફને ટાટા ઉત્તરી અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં પોતાના ફુટપ્રિંટને વધારવા માટે મદદરૂપ થશે. એર ઇન્ડિયા નાણાંકીય વર્ષ 2024 ના અંત સુધીમાં આશરે 50 વિમાન ફ્લીટમાં જોડશે. જેના કારણે તેની કેપેસિટીમાં 50 ટકા જેટલો વધારો થશે.
અમેરિકા સાથેની ભાગીદારી વધારે મજબૂત બનશે : પ્રેસિડન્ટ બાયડન
બોઇંગ પાસેથી ખરીદવામાં આવનાર 220 વિમાનોમાંથી 190 વિમાનો 737 મેક્સ નેરોબોડી જેટ હશે. 20 વિમાન 787 વાઇડબોડી જેટ વિમાન હશે. જો કે આ ઓર્ડર્સમાં ફેરફાર પણ થઇ શકે છે. આ ડીલ બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે અમેરિકાને આશા છે કે ભારત સાથે પોતાની ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. એર ઇન્ડિયા અને બોઇંગ ડીલના નિર્ણય પ્રેસિડન્ટ બાયડને વધાવ્યો હતો તેમણે કહ્યું કે હું ભારતના વડાપ્રધાન મોદી સાથેની અમારી ભાગીદારીને વધુ ગાઢ બનાવવા આતુર છું. આપણે સામાન્ય વૈશ્વિક પડકારોનો સામનો કરવાનું ચાલુ રાખ્યું છે. અમારું લક્ષ્ય અમારા તમામ નાગરિકો માટે વધુ સુરક્ષિત અને સમૃદ્ધ ભવિષ્યનું નિર્માણ કરવાનું છે.