થાઈલેન્ડની ચાર યુવતી પાસે લોહીનો વેપાર કરાવ્યાનો નોંધાતો ગુનો: બે ટ્રાન્સજેન્ડર હોવાનું ખુલ્યું

શહેરના નાના મવા રોડ પર આવેલા સૂર્યમુખી હનુમાન પાસે ઓસીયન સ્પામાં મસાજના બહાને થાઈલેન્ડની યુવતીઓ પાસે લોહીનો વેપાર કરાવવામાં આવતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી સ્પાના સંચાલક વિપ્ર શખ્સ સામે ઈમોરલ ટ્રાફીક પ્રીવેન્શન અને ફોરેન્સ એમેન્ટમેન્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરાઈ છે. થાઈલેન્ડની ચાર યુવતીઓ પૈકી બે ટ્રાન્સજેન્ડર હોવાનું બહાર આવ્યું છે.

શહેરમાં ઠેર-ઠેર શરૂ થયેલા સ્પાના ઓઠા હેઠળ કુટણખાના ચાલતા હોવાની બાતમીના આધારે પોલીસે તાજેતરમાં એક સાથે ૪૦ સ્પા પર દરોડા પાડી ૪૫ જેટલી વિદેશી યુવતીઓની અટકાયત કરી તમામ ટૂરીસ્ટ વિઝા પર રાજકોટ આવી હોવાથી વિદેશી યુવતીઓ સામે વિઝા નિયમ ભંગ હેઠળ કાર્યવાહી કરી તેમના દેશમાં રવાના કરાઈ હતી.

જો કે, નાના મવા રોડ પર રાજનગર ચોક પાસે સુર્યમુખી હનુમાનજીના મંદિર પાસે ઓસીયન સ્પાના ઓઠા હેઠળ કુટણખાનું ચાલતું હોવાની બાતમીના આધારે ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા અને માલવીયાનગર પીઆઈ એન.એમ.ચુડાસમા સહિતના સ્ટાફે ડમી ગ્રાહક મોકલી દરોડો પાડયો હતો. ઓસીયન સ્પામાં ટુરીસ્ટ વિઝા પર આવેલ થાઈલેન્ડની ચાર યુવતીઓ મળી આવી હતી. તેની પાસે સ્પાના સંચાલક ગાંધીગ્રામ ઉદય હોલ પાસે રહેતા વિજય હર્ષદરાય જોશીની ધરપકડ કરી છે.

વિજય જોષી રંગીન મીજાજી ગ્રાહકો પાસેથી ૨૫૦૦ રૂપિયા વસુલ કરી દેહનો સોદો કરનાર થાઈલેન્ડની યુવતીને ૧૦૦૦ ચૂકતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે થાઈલેન્ડની ચારેય યુવતીઓને સાક્ષી બનાવી વિજય જોષી સામે કુટણખાના અંગેનો ગુનો નોંધી તેની પાસેથી ૧૦૫૦૦ રોકડા અને ૨ મોબાઈલ કબજે કર્યા છે.

આ ઉપરાંત વિજય સાથે ફોરેન્સ એમેન્ડમેન્ટ ૨૦૦૪ની કલમ મુજબ પણ પોલીસે અલગથી ગુનો દાખલ કર્યો હતો કારણ કે તેને ચારેય થાઈલેન્ડની યુવતીઓ ટુરીસ્ટ અને મલ્ટીપલ વીઝા ઉપર ભારત આવ્યાની જાણ હોવા છતાં તેમને કામ પર રાખી હતી.

પોલીસે વિઝાના નિયમોનો ભંગ કરવા અંગે થાઈલેન્ડની ચારેય યુવતીઓ સામે પણ આ વખતે કાનૂની કાર્યવાહીના સંકેતો આપ્યા છે.

આ અગાઉ પોલીસ સ્પા અને મસાજ પાર્લરોમાં દરોડા પાડયા ત્યારે તેના સંચાલકો સામે ઉલ્લેખનીય કાર્યવાહી કરવાની જાહેરાત કર્યા પછી પાણીમાં બેસી ગઈ હતી. સ્પામાંથી ઝડપાયેલી ચાર થાઈલેન્ડની યુવતીઓ પૈકી બે ટ્રાન્સજેન્ડર હોવાનું ખુલ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.