શિયાળા ની ઋતુ નો પ્રારંભ થતાં લીલા જીંજરા માર્કેટમાં આવવા લાગ્યા છે અને આવતા એકાદ પખવાડિયામાં આવકમાં સારો એવો વધારો શક્ય છે. જો કે હાલ તૂર્ત ભાવ ઘણા ઉંચા છે. જે થોડા દિવસોમાં નીચા આવવા લાગે તેવી શક્યતા છે છેલ્લા બે દિવસથી જીંજરાની આવક શરુ થઇ છે. . વાતાવરણ ઠંડુ થવા સાથે ઠંડી વધશે તેમ આવકોમાં પણ વધારો થવાનું માનવામાં આવી રહ્યું છે.
શિયાળાની શરુઆત હોવાથી અને આવક ઘણી ઓછી હોવાથી ભાવ હજુ ઉંચા છે. હરરાજીમાં મણના રુા. 300થી 730ના ભાવ પડ્યા હતા. જો કે રિટેઇલ માર્કેટમાં ભાવ ઘણા ઉંચા છે. બજારમાં ફોલેલા જીંજરાનો ટ્રેન્ડ છે અને રિટેઇલમાં કિલોના રુા. 400 જેવા ભાવ બોલાય રહ્યા છે.
જયારે ઠંડીનું જોર વધવા લાગે ત્યારે પરિવાર સાથે બેસીને શેકેલા જીંજરા ખાવાની મજા જ અલગ છે. જે ઠંડી પણ ઉડાડે છે અને પરિવાર વચ્ચેના સબંધ પણ ગાઢ કરે છે પરંતુ શું તમે જાણો છો શિયાળાનું સુપર ફૂડ એટલે કે જીંજરા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ગણકારી છે ચાલો જાણીએ જીંજરાના અગણિત ફાયદા:
લીલા ચણા સુપર-હેલ્ધી તરીકે ઓળખાય છે અને તે ઘણા સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે.
પાચન સુધારવાથી લઈને બ્લડ સુગરને નિયંત્રિત કરવા અને હૃદય રોગના જોખમને ઘટાડવા સુધી, લીલા ચણા આ બધું કરી શકે છે.
તમે તમારા આહારમાં આ કઠોળનો સમાવેશ કરો છો, ત્યારે લીલા ચણા કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરી શકે છે. લીલા ચણા શરીરને જરૂરી તમામ એમિનો એસિડ પ્રદાન કરે છે.
લીલા ચણા વજન નિયંત્રણમાં પણ મદદ કરી શકે છે કારણ કે તેમાં ચરબી અને સોડિયમની માત્રા ઓછી હોય છે અને તેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે.
લીલા ચણાની રેસીપી બનાવો ઘરે:
લીલા ચણાનું શાક બનાવવા માટેની રીત
૧) પહેલા ચણાને ધોઈ લો.
૨) પ્રેશર કુકરમાં બાફી લો
૩) ત્યારબાદ બટેટા સાથે અથવા તો મનપસંદ સબ્જી સાથે વઘારી લો