શિયાળાની ઋતુની શરુઆત થઇ ચુકી છે. શિયાળાની ફેશન એટલે જેકેટ્સની ફેશન. આ ઋતુમાં ફેશનનો તડકો લગાવવા માટે પોતાના વોર્ડ રોબમાં સ્ટાઇલીશ જેકેટ્સથી સજ્જ કરી તેનું એક સ્ટેટ્સ તૈયાર કરો. તો આવો વાત કરીએ કેટલીક એવી પેટર્ન વિશે જે જેકેટ્સને વધુ સ્ટાઇલીશ લુક આપે છે.

કાળા બાઇકર જેકેટને ડેનિમ અને સાદા સાથે પહેરો. તેની સાથે રાઇડિંગ ગ્લઝ કે મોજા પહેરો અને ધુમ મચાવવા થઇ જાવ તૈયાર.

યુવતીઓ ડેનિમ જેકેટ્સની સાથે ચેરી, બ્રાઉન, ગુલાબી,લીલા વગેરે રંગોનાં કેમ્બીનેશન કરી શકે છે જો તમારા લેધર જેકેટમાં ફેર છે તો તે કોમ્બીનેશન વધુ અસરકારક રહેશે.

શેલ જેકેટ્સ શિયાળા માટે પરફેક્ટ છે એ તમારા લુકને સ્પોર્ટ લુક આપે છે. બ્લુ ડેનિમ જીન્સની સાથે તેનું કોમ્બીનેશન ખૂબ જ સ્માર્ટ લાગે છે તમે ટ્રાવેલીંગ દરમિયાન નિશ્ર્ચિત થઇ આને ટ્રાઇ કરી શકો છો. વેલ્વેટ હવે માત્ર રોમાન્ટીક કે સાંજને માત્ર ગોથીક શૈલીની પાર્ટીમાં પહેરવા સુધી લીમીટેડ નથી રહ્યું શિયાળામાં વેલ્વેટનાં જેકેટ્સ પહેરવા એ પણ એક સ્ટાઇલ બની છે બજારમાં પણ વિવિધ પેટર્ન વાળા સ્ટાઇલીશ વેલ્વેટ જેકેટ્સ ઉપલબ્ધ થાય છે તો આ શિયાળાને વધુ ગરમ બનાવવા અને સ્ટાઇલીશ બનાવવા જેકેટ્સને પહેરવાનું ચુંકશો નહિં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.