ચોમાસાની સિઝન હવે વિદાય લઇ રહી છે. વાતાવરણ પણ હવે શિયાળાની છડી પોકારી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આજે સવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં જોરદાર ઝાકળ વર્ષા થવા પામી હતી. વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જો કે હજી એકાદ મહિનો બેવડી સિઝનનો અનુભવ થતો રહેશે. વહેલી સવારે અને મોડી રાતે સામાન્ય ઠંડીનો અહેસાસ થશે. જ્યારે બપોર ઉનાળા જેવી આકરી ગરમીનો અનુભવ થશે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વહેલી સવારે આહ્લાદક વાતાવરણ: ઠંડકનો અહેસાસ
આજે વહેલી સવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં જોરદાર ઝાકળ વર્ષા થવા પામી હતી. હાઇવે પર તો વાહન ચાલકોએ વાહનોની હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. ચોમાસાની સિઝનને વિદાય લઇ લીધી છે ત્યારે હવે વાતાવરણ જાણે શિયાળાની છડી પોકારતું હોય તેવુ લાગી રહ્યું છે. સવારે ભારે આહલાદક વાતાવરણ જોવા મળ્યું હતું. હજી એકથી દોઢ મહિનો મિશ્ર ઋતુનો અનુભવ થશે. દિવાળીના તહેવાર આસપાસ શિયાળાનો વિધિવત આરંભ થશે. જો કે છેલ્લા એકાદ પખવાડીયાથી સુર્યોદય પણ વહેલો થવા લાગ્યો છે. આજે સવારે જોરદાર ઝાકળ વર્ષા થતા સૌરાષ્ટ્રવાસીઓએ રિલ સ્ટેશન જેવો અનુભવ કર્યો હતો.