• ત્રણ દિવસથી ઠંડીની વધતી જતી ગતિ ઓછી
  • 25 ઓક્ટોબરથી તાપમાનમાં ઘટાડો
  • લઘુત્તમ તાપમાન 18-19 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા
  • ઠંડીની અસર વધતાં તાપમાનમાં ઝડપથી ઘટાડો થવાની સંભાવના

ત્રણ દિવસથી ઠંડીની વધતી જતી ગતિ ઓછી થઈ છે અને તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે.જો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 25 ઓક્ટોબરથી તાપમાનમાં ઘટાડો થશે તેમજ  ઠંડીમાં વધારો થશે.

શુક્રવારે લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી હતું. જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધુ છે. હવામાં ભેજનું પ્રમાણ 35%થી 94%ની વચ્ચે હતું. આગામી દિવસોમાં હવામાન શુષ્ક અને સ્વચ્છ રહેવાની સંભાવના છે. 20 થી 23 ઓક્ટોબર સુધી મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18-19 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.

તાપમાનમાં ઘટાડો થવાનો ટ્રેન્ડ 24 ઓક્ટોબરથી શરૂ થશે.અને 25 ઓકટોબર પછી લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે જઈ શકે છે. ઓક્ટોબરના અંતમાં નીચું તાપમાન નોંધાયું છે.23 ઓકટોબરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના છે, જેના કારણે ઠંડીમાં વધારો નોંધાઈ શકે છે. 25 ઓક્ટોબર બાદ ઠંડીની અસર વધતાં તાપમાનમાં ઝડપથી ઘટાડો થવાની સંભાવના  છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.