પાંચ દિવસ માટે 100થી વધુ વેડીંગ સ્ટોલ્સ ધમધમશે: લાખોની જનમેદની ઉમટશે
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના મહાનુભાવોના હસ્તે એકસપોનું ઉદઘાટન: ફેશન શો અને બેન્ડનો પણ જલસો
હાલ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે URA Organization Rajkotઅને ફેબ ફેશન્સ દ્વારા રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે પાંચ દિવસે ગુજરાતનો સૌથી મોટો વેડિંગ અને લાઈફ સ્ટાઈલ એક્સપો નું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદઘાટન આવતીકાલે મહાનુભાવોને હસ્તે થશે . સૌરાષ્ટ્રના શોપીંગ પ્રિય લોકોને લગ્ન તેમજ ઘર સજાવટની દરેક વસ્તુ એક જ જગ્યા પર મળી રહે તેવા ઉમદા હેતુ સાથે આ વિન્ટર વાવ લાઈફ સ્ટાઈલ અને વેડિંગ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે.
લાઈફ સ્ટાઈલ એકસપોનું ઉદઘાટન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળાના હસ્તે કરવામાં આવશે. આ સાથે રાજકોટ શહેરનારાજકીય આગેવાનો સહિત અનેક મહાનુભાવો તથા ઉદ્યોગપતિ પણ ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમના ઉદઘાટન સમારોહ દરમિયાન જ આયોજકો દ્વારા જાણીતા અને દરેક વર્ગના લોકોમાં લોકપ્રિય મોટીવેશનલ સ્પીકર પારસ ગોધનિ જલ્સો કાર્યક્રમનું આયોજન પણ 11 ફેબ્રુઆરીની રાત્રે 9 વાગ્યે કરવામાં આવ્યું છે . પારસ ગાંધી ના કાર્યક્રમમાં પાસ માટે બ્રિન્દા પટેલ 94263 17630 મીરા ભટ્ટ 6351119410 નંબર પર રજીસ્ટ્રેશન કરાવી શકાશે . ઉપરાંત 12 ફેબ્રુઆરીના દિવસે હસ્તકલા સેતુ દ્વારા ફેશન શો ની સાથે સાથે વિવિધ ક્ષેત્રમાં ઉમદા પ્રદાન આપનાર મહિલાનું સન્માન રાત્રે 8 વાગ્યે આવશે . 13 તારીખે વ્હાઇટ સાડી સાથેનો અનોખો ફેશન શો યોજાશે જેમાં વિજેતા બનનાર મહિલાને ગાંધીનગરના પ્રખ્યાત શો રૂમ અર્હમ સાડી દ્વારા વિજેતા મહિલાને 11,000 ની કિંમતની સાડી ભેટ આપવામાં આવશે.
14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડે ના દિવસે યુવા દિલો માટે અલગારી બેન્ડ લાઈવ સુમધુર ગીતો રેલાવશે . આ બેન્ડને સાંભળવું એ પણ રાજકોટવાસીઓ માટે એક લ્હાવો બની રહેશે.
ગુજરાતના સૌથી મોટા વેડિંગ અને લાઈફ સ્ટાઈલ એક્સપો વિશે વધુ વિગત આપતા ફેબ ફેશન્સના બ્રિન્દા પટેલ અને મીરા ભટ્ટ અને જ્યોતિબેન ટીલવાએ જણાવ્યું હતું કે અહીં 100 થી વધારે સ્ટોલ ઉપલબ્ધ બનાવવામાં આવ્યા છે . જેમાં વેડિંગ ગાર્મેન્ટ્સ , વેડિંગ સાડી , ફેશન ગારમેન્ટ જ્વેલરી કોસ્મેટિક્સ , હોમ ડેકોર , હર્બલ આઈટમ , ડ્સ એન્ડ બેવરેજીસ , પગરખાં , રિયલ એસ્ટેટ , કિચન વેર , ઓટોમોબાઇલ્સ , હેન્ડીક્રાફ્ટ , હેલ્થ એન્ડ ફિટનેસ , ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ , હોટેલ્સ એન્ડ રિસોર્ટસ , ગિફ્ટ આર્ટિકલ્સ , સ્ટેશનરી વગેરેના સ્ટોલ ઉપલબ્ધ બનાવાયા છે . જેમાં અનોખા શોપિંગમાં લ્હાવો મેળવી શકાશે.
આ વેડિંગ અને લાઇફસ્ટાઇલ એક્સ્પો ની વિશેષતા એ પણ છે અહીં હસ્તકલાના 20 કારીગરો પણ પોતાની પ્રોડક્ટ અહીં ડિસ્પ્લેય કરી રહ્યા છે . સરકારના પ્રયાસોના ભાગરૂપે આ કલાકારો પોતાની પ્રોડકટ સ્વ હસ્તે બનાવે છે ત્યારે તેમની કલાકૃતિઓને બિરદાવવા અને ખરીદીને તેની કલાને પ્રોત્સાહિત કરી શકાશે .
રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાયેલા આ પાંચ દિવસ ચાલનારા આ વેડિંગ એન્ડ લાઈફ સ્ટાઈલ એકસપો માં મુલાકાતીઓ બપોરે 3 થી રાત્રિના 10 સુધી મુલાકાત લઈ શકે છે . સાથોસાથ આયોજકોના અનુમતી મુજબ પાંચ દિવસીય એકસ્પોમાં લાખોની જનમેદની મુલાકાત લેશે તેમ પણજણાવ્યું હતુ.