અમદાવાદ | 15.5 |
અમરેલી | 17.4 |
બરોડા | 15.0 |
ભુજ | 13.9 |
ડીસા | 13.4 |
ગાંધીનગર | 13 |
કંડલા | 16.6 |
નલિયા | 11.2 |
પોરબંદર | 17.4 |
રાજકોટ | 15.0 |
સુરેન્દ્રનગર | 15.5 |
વેરાવળ | 20.3 |
રાજ્યમાં ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે, રાજ્યમાં આજે ઠંડો દિવસ બન્યો છે. હવામાન રિપોર્ટ પ્રમાણે, રાજ્યમાં હવે શિયાળાની ઋતુ જામી છે, અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં એક જ દિવસમાં 6 ડિગ્રી સુધી તાપમાનમા ઘટાડો નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાં નલિયા અને ગાંધીનગર સૌથી વધુ ઠંડુ શહેર પણ બન્યુ છે. મળતી માહિતી પ્રમાણે, શિયાળાની ઋતુ રાજ્યમાં જામી છે, હાડ ગાળતી ઠંડીની શરૂઆત ધીમે ધીમે થઇ રહી છે, આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. અમદાવાદના તાપમાનમાં આજે એક જ દિવસમાં 6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, અને 13.3 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે.
રાજકોટ સહિત રાજ્યભરના તાપમાનમાં બેથી લઇ પાંચ ડિગ્રી સુધીનો ઘટાડો: નલિયા 11.2 જયારે રાજકોટમાં 15.0 ડિગ્રી લઘુતમ તાપમાન
હવામાન વિભાગની આગહી છે કે આગામી પાંચ દિવસમાં તાપમાન 13 ડિગ્રીની આસપાસ જ રહેવાની સંભાવના છે. માત્ર અમદાવાદ જ નહીં પરંતુ રાજ્યના 20 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. ખાસ વાત છે કે, નલિયા અને ગાંધીનગર સૌથી ઠંડા શહેર બન્યા છે, જેમાં નલિયામાં 11.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 13 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત ડીસામાં13.4, રાજકોટમા. 15.0, ભૂજમાં 13.9, કેશોદમાં 14.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, વડોદરામાં 15.0, અમરેલીમાં 17.4, સુરેદ્રનગરમાં 15.5, મહુવામાં 15.9 ડિગ્રી તાપમાન રહ્યું છે. તો વળી, બીજીબાજુ માઉન્ટ આબુમાં પણ બે ડિગ્રી તાપમાન યથાવત છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઇ ખાસ ફેરફાર નહી જોવા મળે. રાજ્યમાં વાતાવરણ સુકુ રહેશે તેમજ કમોસમી વરસાદની કોઇ શક્યતા નથી. આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે. જો કે 4 દિવસ બાદ તાપમાનના પારો ગગડતા ઠંડીનું પ્રમાણ વધશે.
હાલ સૌથી ઓછું તાપમાન નલિયામાં 13.5 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગરમાં 16 અને અમદાવાદમાં 17.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે,મહિનાના અંતમાં ખરી ઠંડીનો અહેસાસ થઈ શકે છે. ઉત્તર ભારત સહિત દેશના ઘણા રાજ્યોમાં હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. જ્યારે ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસ છે, તો દક્ષિણ ભારતમાં કેટલાક સ્થળોએ વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ પર્વતીય રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. પૂર્વોત્તર રાજ્યોમાં ધુમ્મસના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન દિલ્હી, હરિયાણા, પંજાબ, ચંદીગઢ, ઉત્તર રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં 5-10 સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ સ્થળોએ સવારે ધુમ્મસ મળી રહી છે.