દરેક શિયાળામાં સૂપ પીવું તે ખૂબ જરૂરી હોય છે,કારણ સૂપ પીવાથી તે આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી છે. ત્યારે આજે જ ઘરે બનાવો બટેટા અને અખરોટમાથી આજે જ એક ખૂબ સ્વાદિષ્ટ સૂપ બનાવો ઘરે.
સૂપ બનવાની સામગ્રી:
- 250 ગ્રામ બટાકા
- ૧ ડુંગળી
- ૨ દાંડી સેલરી
- ૧૦૦ ગ્રામ અખરોટ
- ૨ કપ દૂધ
- ૧ ટેબલસ્પૂન કોન્ફલોર
- ૧ ટેબલસ્પૂન માખણ
- ૩ કપ સ્ટોક
- ૧ કપ ક્રીમ
- ૧ ચમચી પાસલે
- સ્વાદ અનુસાર મીઠું
- મરી અને જાયફળ પાઉડર
આ સૂપ બનાવાની રીત :
- બટાકા અને ડુંગળી છોલી કટકા કરવા. સલેરીની ડાળી સમારવી.એક વાસણમાં દૂધ નાખવું સાથે તેમાં અખરોટના કટકા ઉમેરવા અને તેને ઉકાળવું ત્યારબાદ ગેસ પરથી દૂધ ઉતારી તેને ઠંડું કરવું અને તેમાં કોનફ્લોર નાખી તેને ભેળવો.
- ત્યારબાદ એક વાસણમાં માખણ ગરમ કરવું. તેમાં બટાકા,ડુંગળી અને સલેરી નાખી સાતળવું. આ થયા બાદ તેમાં સ્ટોક નાખી તેને ઉકાળવું. આ બધુ સાથે તમામ શાકભાજી ઉકળી ગયા બાદ તેને ગાળી લ્યો. તેને ગાળ્યા બાદ તેમાં અખરોટ અને કોનફ્લોર વાળું દૂધ ઉમેરવું. બે-ત્રણ ઉભરા આવે
- ત્યારબાદ તેમાં મીઠું મરી અને જાયફળનો પાઉદર નાખી. અને અંતે તેમાં ક્રીમ અને પાસલે ઉમેરી તેને સર્વ કરવું.
તો તૈયાર છે બટાકા અને અખરોટનું સ્વાદિષ્ટ સૂપ.