આપણા શરીરમાં કુલ ૨૩૦ જેટલા હલનચલન કરતા સાંધાઓ: ઠંડીમાં સ્નાયુઓની સ્થિતિ સ્થાપકના, લચીલાપણુ ઘટી જતા હાડકાના સાંધાઓનું હલન ચલન બને છે તકલીફદાયક

હાલ શિયાળાની શરૂઆત થવામા છે. અને આખા વર્ષનો આ સમયગાળો આપણા શરીરનું સ્વાસ્થ્ય સારૂબનાવવામાં ઉતમ સમયગાળો માનવામાં આવે છે. શિયાળાની વહેલી સવારે પરોઢીયે ખૂલ્લી હવામાં બગીચાઓમાં લટાર મારતા જોગીગ કરતા કે વ્યાયામ કરતા લોકોની સંખ્યા પણ આપોઆપ વધી જાય છે. કસરત એ પણ શરીરનો એક ખોરાક જ છે. એ ખોરાક જેટલો વધારે એટલી શારીરીક સ્વસ્થતા વધારે.

ડો. ઉમંગ શિહોરાએ માહિતી આપતા જણાવેલ હતુ કે ગુજરાતીમાં એક બહુ જ પ્રચલીત કહેવત છે નસાંધા એટલા વાંધાથ, માનવ શરીરની રચનાઓ કુદરતે ૨૩૦ જેટલા હલન ચલન કરતા સાંધાઓ આપેલા છે જેના કારણે આપણે આપણા શરીરને ઉપર નીચે, ડાબી કે જમણી બાજુ કે નીચે તરફ વાળી શકીએ છીએ પરંતુ ૨૩૦ પૈકીના એક પણ સાંધામાં જો કોઈ તકલીફ ઉભી થાય ત્યારે માણસને અસહ્ય દુખાવો થતો હોય છે.

વધુમાં જણાવેલ કે પગ ચાલતા રહેશે તો જીવન ચાલતુ રહેશે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વધુ પ્રચલીત બનેલો ગોઠણનો દુખાવો (આર્થરાઈટીસ) એ આ બાબતમાં મોટી અડચણ રૂપ થવા માંડયો છે. જીંદગીની બીજી ઈનીંગ (રીટાયરમેન્ટ પછીની) માં જ વ્યકિત પોતાના માટે થોડો સમય કાઢતો હોય છે. જયારે એ પહેલાનો સમય પોતાની જાત કરતા પોતાનાઓની ચિંતા તથા તેમના માટેના કામ કરવામાં જ વિતાવી દીધેલ હોય છે. બીજી ઈનીંગમાં મળતી ફુરસદમાં જયાં હજુ તો શરૂઆત જ હોય ત્યારે આવા આર્થરાઈટીંસના પ્રશ્ર્નોને લીધે જીવન જીવવાના ચાર્મ ઝાંખા પડવા એ તો કેમ ચાલે?

ડો. શિહોરાએ જણાવેલ હતુ કે શિયાળા જેવી ઠંડી ઋતુમાં લોહીનું પરિભ્રમણ મંદ પડે છે. પેરીફેરલ વાસોક્ધસ્ય્રીકશન (લોહીની નળીઓનું સંકોચાઈ જવું)નેલીધે સ્નાયુઓની સ્થિતિ સ્થાપકતા, લચીલાપણુ ખૂબજ ઘટી જાય છેઅને પરિણામે હાડકાઓનાં સાંધાઓનું હલન ચલન પણ તકલીફદાયક બને છે. ગોઠણનાસાંધાના આવા રોગને આર્થરાઈટીસ કહેવામાં આવે છે. પાછલી ઉમરના આ પડાવમાં થતા ગોઠણના આર્થરાઈટીસને ઓસ્ટીઓઆર્થરાઈટીસ કહેવામાં આવે છે. ઓસ્ટીઓઅર્થરાઈટીસના લક્ષણોમાં ગોઠણમાં દુખાવો થવો, સોજો ચડેલો રેવો, ચાલવામાં લંગડાવું, પગથીયા ચડવા ઉતરવામાં તકલીફ થવી, ગોઠણના સાંધાની ચાલ ઓછી થઈ જવી, પણ ગોઠણથી વાંકા વળી જવા, સાંધામાં અવાજ આવવો વિગેરેનો સમાવેશ થાય છે.

ઓસ્ટિઓઆર્થરાઈટીસ વિશે માહિતી આપતા ડો. શિહોરાએ જણાવેલ હતુ કે સામાન્ય રીતે આ રોગને ચાર ગ્રેડમાં વહેચી શકાય છે. ગ્રેડ-૧ થી ગ્રેડ ૪ ઓસ્ટીઓઆર્થરાઈટીસના રોગનું નિદાન અમુક પ્રકારના એકસ-રેથી કરી શકાય અને તેમના ગ્રેડને પણ એકસ-રેથી નકકી કરી શકાય છે. ઓસ્ટીઓઆર્થરાઈટીસની સારવાર જોઈએ તો દરેક ગ્રેડ પ્રમાણે અલગ અલગ હોય છે. ગ્રેડ ૪ના દર્દીઓ માટેની રીપ્લેસમેન્ટ સર્જરી શ્રેષ્ઠ વિકલ્પ છે.અત્રે એ પણ નોંધનીય છે કે ઓસ્ટીઓઆર્થરાઈટીસના શરૂઆતના ગ્રેડસની પણ સારવાર છે અને તેમાં સર્જરીની જરૂર રહેતી નથી. ડો. ઉમંગ શિહોરાની એપોઈન્ટમેન્ટ માટે હોસ્પિટલના ફોન નં. ૦૨૮૧-૬૬૯૪૨૪૪ ઉપર સંપર્ક કરવા હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.