શિયાળામાં વહેલી સવારે લાઇફ સ્ટાઇલમાં ચેઇન્જ કરીને નાની-મોટી કસરત, જોગીંગ સાથે કુદરતને માણવું જોઇએ. પૌષ્ટિક આહારથી રોગ પ્રતિકારક શકિત વધારો ને લીલા શાકભાજી વધુ ખાઓ, આ દિવસોમાં કસરત કરવાથી રકત પ્રવાહની નિયમિત ગતિ થાય છે. ઝડપથી ચાલો કે દોડવાથી મગજમાં ‘ન્યુરોન્સ’ નું પ્રમાણ વધવાથી ચુસ્તી સ્ફૂર્તિ સાથે મગજ તેજ થાય છે
ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણે દેશનાં વર્ષમાં ત્રણ ઋતુ મુખ્ય છે.
શિયાળો, ઉનાળો ને ચોમાસુ દરેક ઋતુનો એક અલગ અંદાજ છે. જો કે ગ્લોબલ વોમિંગને કારણે એક ઋતુમાં બે ઋતુનો અનુભવ પણ આપણે કરીએ છીએ. આ ઋતુને ઠંડીની ઋતુ ગણવામાં આવે છે. હિન્દુ ધર્મનાં વિક્રમ સંવત તેમજ શક સવંત પ્રમાણે કારતક, માગસર, પોષ ને મહા એમ ચાર મહિના શિયાળો મુકામ કરે છે. શિયાળાની બે પેટા ઋતુમાં પાનખર અને વસંતનો સમાવેશ થાય છે. આ સમય દરમ્યાન આવતા તહેવારોમાં દિવાળી, ક્રિસમસ, ચીનનું નવું વર્ષ નવા વર્ષની પૂર્વ સંઘ્યા ભાઇબીજ, બેસતું વર્ષ જેવા તહેવારો આવેછે. શિયાળામાં દિવસ ટૂંકોને રાત લાંબી હોય છે.
કોઇપણ ઋતુની સવાર આહલાદક જ હોય છે પણ શિયાળીની ફુલ ગુલાબી ઠંડી સવાર તન, મનમાં અનેરી તાજગી ભરી દે છે. શિયાળો તંદુરસ્તીની ઋતું ગણાય છે. એની સવારની નયનરમ્યતા, શિતળતા કંઇક નોખી અને અનોખી હોય છે. બાર મહિના ચાલે તેટલી શકિત સ્ફૂર્તિનો ખજાનો ભરી લેવાની સુવર્ણ તક માનવીને આ માસમાં મળે છે. એમાંય રાત્રીના છેલ્લા પ્રહરની કડકડતી ઠંડીની લહેર વાતાવરણે ઠંડુ બોર કરી દે છે. સવારના સૂર્યના કોમળ કિરણો તન, મનમાં ઉર્જાનો સંચાર કરે ને સાથે મીઠી તડકી સાથે વિટામીન ડીનો હળવો ડોઝ પણ આપે છે.
શિયાળાની વ્હેલી સવારે પાઁદડા, ફૂલો ઉપર પડતી ઝાકળની બુંદો ચમકતા તારલાની જેમ ચમકે છે. ત્યારે સમગ્ર સૃષ્ટિનું વાતાવરણ આનંદોત્સવ સાથે ઉભરાય જાય છે. હેમંત ઋતુની પરોઢનું પ્રથમ કિરણ જ સૃષ્ટિના પર્યાવરણ સાથે ધરતીને હસતી સ્વર્ગ સમી બનાવે છે. આવી સુંદર સવારે યુવાનો, બાળકો વૃઘ્ધો ફરવાને દોડવા નીકળતા હોય છે.
શિયાળામાં માનવીએ સચેત રહેવું પણ જરૂરી છે. આ ઋતુમાં શ્ર્વસન તંત્ર સંબંધીત રોગો, હ્રદય તથા મગજની સમસ્યા, ચામડીના રોગો, હાડકા, સાંધાના દુ:ખાવા જેવી સમસ્યા આમાન્યજનમાં જોવા મળે છે. આપણાં તંદુરસ્ત સ્વાસ્થ્યને યથાવત રાખવા માટે શિયાળાની ઋતુ કુંદરતનો આશિર્વાદ છે.આ શિયાળાની ઋતુમાં જો આપણે શરીરની કાળજી ન લઇએ તો નુકશાન પણ થાય છે.
આ ઋતુમાં ખાન, પાન, આહાર, વિહાર સાથે ઘણી બાબતો એ વિશેષ ઘ્યાન રાખવાની જરૂર છે. જો કાળજી લઇએ તો ‘મસ્ત અને આપણે રહીએ સ્વસ્થ’ શરીર વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઇએ તો પણ ઋતુ મુજબ કાર્યશૈલીમાં ફેરફાર આપણું શરીર કરતું રહે છે.શિયાળાની ઋતુ માટે આપણું શરીર એકિટવ મોડમાં હોય છે. આખા વર્ષથી શકિત સંગ્રહ કરવા માટેની આ ઋતુ છે. આ ઋતુમાં વાયરસ જન્ય રોગો અને બાળકોમાં વિવિધ પ્રકારના ફલુનો રોગ વકરે છે.
શિયાળાની વ્હેલી સવારે આપણી લાઇફ સ્ટાઇલમાં સુધારો લાવીન પણ નાની મોટી કસરત, જોગીંગ સાથે કુદરતને માણવું જોઇએ, ઠંડીમાં કસરત કરવાથી બ્લડ સકર્યુલેશન પણ નિયમિત ગતિમાં આવી જાય છે. જો તમે ઝડપથી ચાલો કે દોડો તો તમારા મગજમાં ન્યુરોન્સનું વધુ ઉત્પાદન થાય છે. જેને કારણે સ્કૂર્તિ, ચુસ્તી સાથે મગજ તેજ થાય છે. એક સર્વે મુજબ દિવસમાં એકવાર દોડો તો તમારા મગજની શકિત ક્ષમતા વધી જાય છે. આ ઋતુની સવારને ધાબળા અને પથારીની બહાર વિતાવો ને ઠંડી અવારને એનર્જી રિચાર્જર બનાવો.
શિયાળાની ઋતુમાં લીલા શાકભાજી વધુ લેવા ને ઘી, ગોળ, લોટના સંગમ વાળી વસ્તુ કાજુ બદામ, ખજુર અને અળદીયા ખાવાથી શરીરને તાકાત મળે છે. રોગ પ્રતિકારક શકિત વધે છે. આ ઋતુમાં જઠરાગ્ની ઉત્તેજીત થતા ભૂખ વધુ લાગે છે. આ ઋતુમાં શરદી, ઉઘરસ થવાનો ભય સો આહારમાં કુદતરી એન્ટિ ઓકિસડન્ટ ઉમેરવા જરુરી છે. એટલે આમળા, લીલી હળદર, ડુંગળી, લસણ, ખાટા ફળો લીંબુ, જામફળ, કીવી વિગેરે ખાવા જોઇએ.
તલ અને ગોળના લાડુ ઠંડીથી બચવા માટે શ્રેષ્ઠ સાબિત થાય છે, તેથી તલ, ચીકકી, સુકા મેવાનો શેક સાથે બાજરીના રોટલા, ઓળો લેવા જોઇએ. વધુ પ્રોટીન, ફાયબર, વિટામીન મળે તેવો આહાર લેવો હિતાવહ છે.
આમ જોઇએ તો આદુ બારે માસ ખાઇ શકાય પણ શિયાળામાં નિયમિત લેવાથી શરીરને ગરમી સાથે તમારી પાચન ક્રિયમ મજબુર કરે છે. મગફળી ખાસ ખાવી જોઇએ.લીલા શાકભાજી શરીરની ઇમ્પુન સીસ્ટમને પાવર ફુલ બનાવે છે, સાથે વિટામીન પણ આપે છે. કાચુ સલાડ, શિયાળામાં સૌથી વધુ ફાયદો તમારા શરીરને કરે છે. માટે મેથી, પાલક, બીટ, કોબ, ગાજર, મુળા, ટામેટા જેવા શાકભાજી સાથે રસીલા ફળોમાં સંતરા, મોસંબી અવશ્ય લેવા જરુરી છે. સફરજન, કેળા, પપૈયા, સીતાફળ વિગેરે તાજા ફળો ખાવાથી તમારૂ લોહી શુઘ્ધ થાય છે.
ફળોના રસોમાં કેલેરીનું પ્રમાણ વધુ હોય ને ફાઇબર્સ નહિવત હોવાથી તમારૂ વજન ઝડપથી વધે છે.તંદુરસ્તીનો મુખ્ય આધાર ખોરાક છે તેથી તમામ પોષ્ટિક આહાર શિયાળામાં દરેકે લેવો જરૂરી છે. મેથીપાક, ગુંદ પાક, અળદીયા પાકને તલ, સાંકડી જેવી વસ્તુઓ વધુ પ્રમાણમાં લેવાથી શરીરમાં તાકાત વધે છે. સારો ખોરાક, સારૂ લોહી, સારૂ હિમોગ્લોબીનને સારી રોગ પ્રતિકારક શકિત મેળવવા માટે શિયાળો ઉત્તમ છે.
શિયાળામાં ચામડી કાળી કેમ પડે છે?
શિયાળામાં સૂકું વાતાવરણને ઠંડી પડવાથી આપણી ત્વચા સૂર્યના કિરણોને વધુ શોષે છે. જેને કારણે ચામડી કાળી દેખાય છે. શિયાળાની શરૂઆતમાં જ ચામડી પર રૂક્ષતા અને ખેંચાણ અનુભવાય એટલે સમજવું કે શિયાળો આવ્યોને ઠંડીની અસર થવા લાગે છે. ખુશનુમા વાતાવરણને લઇને આવતો શિયાળો ચામડીને સૂકી અને ડલ પડતા મોટે ભાગે ચામડી કાળી પડી જાય છે.
જો કોઇની સ્કિન પહેલીથી જ ડ્રાય હોય તો શિયાળામાં વધુ ડ્રાય સૂકા વાતાવરણને કારણે થાય છે. સનસ્ક્રીનનો ઉપયોગ ઉનાળામાં જ કરવો એવું નથી આ ઋતુમાં પણ કરી શકાય કારણ શિયાળામાં પણ તડકો લાગે જ છે. શ્ર્વાસ છોડતા સમયે ફેફસામાંથી કાર્બન ડાયોકસાઇડ, ઓછી માત્રામાં ઓકિસજન, આર્ગન અને ભેજ નિકળે છે. આ ભેજ વરાળ રૂપે શરીરમાંથી બહાર નીકળતા આપણે જોઇએ છીએ કે મોઢામાંથી વરાળ નિકળે છે.