- શિયાળામાં આમળા, ગાજર વિવિધ ભાજી આદુ ,ગોળ, બદામનું સેવન કરવું અમૃત સમાન
શિયાળાની ઋતુનું ધીમે ધીમે આગમન થઇ રહ્યું છે. આ ઋતુમાં ઠંડીથી બચવા માટે લોકો પ્રાચીન સમયથી અનેક વસ્તુઓનું સેવન કરતા આવ્યા છે. આ વસ્તુઓનું સેવન કરવાથી શરીરને ગરમી મળે છે અને ઠંડીનો અહેસાસ ઓછો થાય છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.
શિયાળાની ઋતુમાં ગુલાબી ઠંડી અને ઠંડા પવનનો અહેસાસ હૃદય સુધી પહોંચે છે. આ અનુભૂતિ વ્યક્તિને ઘણી મુશ્કેલીઓમાંથી મુક્ત કરી શકે છે. પરંતુ સમસ્યા એ છે કે આ મોસમ પોતાની સાથે અનેક બીમારીઓ પણ લઈને આવે છે.
શિયાળામાં સૂર્યપ્રકાશના અભાવે વિટામિન ઉની ઊણપ થાય છે. આ દિવસોમાં વધુ પડતા તળેલા ખોરાક ખાવાથી લિવર અને હૃદયની તંદુરસ્તી બગડે છે. ઓછું પાણી પીવાથી ડિહાઇડ્રેશન થાય છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ફ્લૂ, ચેપ અને શ્વસન રોગોનું જોખમ વધારે છે.કુદરતનું સૌથી સુંદર પાસું એ છે કે તેના કારણે જો કોઈ સમસ્યા ઊભી થતી હોય તો તે તેનું સમાધાન પણ આપે છે. શિયાળામાં સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમસ્યાઓનો ઉકેલ આ સિઝનમાં ઉગાડવામાં આવતાં ફળો અને શાકભાજી છે.
શિયાળાની ઋતુમાં સૂર્યપ્રકાશ ઓછો હોય છે, વધુ પ્રદૂષણ અને શારીરિક પ્રવૃત્તિ ઓછી થાય છે. આના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે અને વિટામિન ઉની ઊણપ થાય છે.
તેથી જ શિયાળાના મોટાભાગનાં ફળો ખાટાં હોય છે.
આ આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આમાં વિટામિન ઉ પણ પૂરતી માત્રામાં હોય છે.
ઋતુ પ્રમાણે ખાવામાં આવતી દરેક વસ્તુ ફાયદાકારક જ્યારે આપણે સુપરફૂડ શબ્દ વાંચીએ અને સાંભળીએ ત્યારે આપણા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે કે સુપરફૂડ એટલે શું? તેને સરળ ભાષામાં એવા ખોરાક તરીકે સમજો જેમાં પુષ્કળ પોષણ હોય
છે. આમાં રહેલા મોટાભાગનાં પોષક તત્ત્વો આપણા શરીર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેઓ આપણા સ્વાસ્થ્યને જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મોસમ અને સ્થાનના આધારે સુપરફૂડ્સ બદલાઈ શકે છે.
આમળામાં વિટામિન ઈ, ફાઇબર ખજાનો
આમળામાં વિટામિન ઈ,અ,ઇ કોમ્પ્લેક્સ, કાર્બોહાઇડ્રેટ્સ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. તેમાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્ન જેવાં મહત્ત્વપૂર્ણ ખનિજો પણ હોય છે. તે આપણી આંખો, ત્વચા અને હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત, તે રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે અને ઘણા મોસમી રોગો અને ચેપથી બચાવે છે.
નારંગી વિટામિન ઈ,મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં
નારંગીમાં વિટામિન ઈ, ફોલેટ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં એક ખાસ પોષક તત્ત્વ કોલીન હોય છે. કોલીન સ્નાયુઓની હિલચાલ અને સારી ઊંઘ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ મગજની કામગીરીમાં સુધારો કરે છે અને કંઈક શીખવામાં અથવા યાદ રાખવામાં મદદ કરે છે. તે આપણી જ્ઞાનતંતુઓને પણ નિયંત્રણમાં રાખે છે.
દાડમમાં વિટામિન ફાઈબર ભરપૂર
દાડમમાં વિટામિન ઈ,ઊં,ઇ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. તેમાં આયર્ન, પોટેશિયમ અને ઝિંક જેવા મહત્વપૂર્ણ ખનિજો પણ હોય છે. તેમાં ઓમેગા-6 ફેટી એસિડ્સ અને ફ્લેવેનોન્સ, ફિનોલિક્સ હોય છે, જે ઈમ્ફલેશનને દૂર કરે છે. તેમાં કેન્સર વિરોધી ગુણધર્મો પણ છે. તે આપણા હૃદયની તંદુરસ્તીને જાળવી રાખે છે અને વૃદ્ધત્વના લક્ષણોને ઘટાડે છે. તે શરીરમાં ખંજવાળની સમસ્યાને દૂર કરવામાં પણ મદદરૂપ છે.
ગાજર એ વિટામિન અ,ઊં અને ઇ6 નો ઉત્તમ સ્ત્રોત
ગાજર એ વિટામિન અ,ઊં અને ઇ6 નો ઉત્તમ સ્ત્રોત છે. તેમાં બાયોટિન, પોટેશિયમ અને કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. ગાજર આપણી આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલા ફાઈબર પેટ અને આંતરડાની સમસ્યાઓને દૂર કરે છે. ગાજરમાં કેલ્શિયમ અને વિટામિન ઊં હાડકાં માટે ફાયદાકારક છે. તેમાં હાજર બીટા કેરોટીન એન્ટીઓક્સીડેન્ટનું કામ કરે છે અને કેન્સરને રોકવામાં મદદ કરે છે.
લસણમાં શક્તિશાળી એન્ટિમાઇક્રોબાયલ અને ઇમ્યુન બૂસ્ટર ગુણધર્મો
લસણમાં શક્તિશાળી એન્ટિમાઇક્રોબાયલ અને ઇમ્યુન બૂસ્ટર ગુણધર્મો છે. આ આપણને શિયાળાની બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. લસણ આપણા હૃદયની તંદુરસ્તી જાળવવામાં પણ મદદ કરે છે. લસણને શાક કે સૂપ સાથે મિક્સ કરીને ખાઈ શકાય છે. કેટલાક લોકો તેને શેકીને અથવા કાચો પણ ખાય છે.
આદુ શિયાળામાં રક્ત પરિભ્રમણને વેગ આપે
આદુ શિયાળામાં આપણા રક્ત પરિભ્રમણને વેગ આપે છે અને શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો પણ છે, જે શિયાળામાં વારંવાર થતા શરદી અને ફ્લૂ જેવા રોગો સામે રક્ષણ આપે છે.
તમે આદુને ચામાં ભેળવીને, ગરમ પાણીમાં ઉકાળીને, સ્ટિર-ફ્રાયમાં ઉમેરીને અથવા સૂપમાં ઉમેરીને ખાઈ-પી શકો છો.
શિયાળામાં આવતી લીલીભાજી મહત્વપૂર્ણ ખનિજો ભરપૂર
મેથી ની ભાજી પાલકની ભાજી તાંજડીયાની ભાજી સહિતની ભાજીમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને સોડિયમ જેવા મહત્વપૂર્ણ ખનિજો હોય છે. તેમાં વિટામિન ઈ, ઇ2, ઇ3 અને ઇ5 પણ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં રહેલા ફાઈબર અને પાણી પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને કબજિયાતથી રાહત અપાવે છે.
બદામમાં પ્રોટીન, ફાઈબર, ઝિંક અને મેગ્નેશિયમ ભરપૂર
બદામમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફાઈબર, ઝિંક અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. હેલ્ધી મોનોસેચ્યુરેટેડ ફેટ હોવાથી તે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદરૂપ થાય છે. બદામ બ્લડ સુગરના વધારાને અટકાવે છે, તેથી ડાયાબિટીસમાં ખૂબ ફાયદાકારક છે. આ આપણા મગજના કાર્યમાં સુધારો કરે છે. આ નિર્ણય લેવા અને યાદશક્તિમાં સુધારો કરે છે.
ગોળમાં ભરપૂર માત્રામાં કાર્બોહાઇડ્રેટ્સ
ગોળમાં ભરપૂર માત્રામાં કાર્બોહાઇડ્રેટ્સ અને વિટામિન ઇ કોમ્પ્લેક્સ હોય છે. તેમાં પોટેશિયમ, આયર્ન અને ઝિંક જેવા મિનરલ્સ હોય છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે, જે સાંધાના દુખાવામાં રાહત આપે છે. ગોળ ખાવાથી ગેસ, કબજિયાત અને અપચો જેવી પાચન સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે.